કોરોના vs ગુજરાતઃ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામીએ રૂ.25 લાખનું દાન કર્યું

Updated: March 26, 2020, 8:27 PM IST
કોરોના vs ગુજરાતઃ કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના જ્ઞાનજીવનદાસજી સ્વામીએ રૂ.25 લાખનું દાન કર્યું
દાન અર્પણ કરતા સ્વામીની તસવીર

આ સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વાયરસને (coronavirus) નિયંત્રણમાં રાખવા માટે સમગ્ર દેશને લોકડાઉન (Lockdown) કરી દેવામાં આવ્યો છે. ધંધા-રોજગાર બંધ કરીને લોકોને ઘરમાં રહેવાની આગ્રહભરી વિનંતી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra modi) કરી છે.

આ સમયે જરૂરિયાતમંદોની દવા અને અન્ય સેવા-સુવિધા માટે રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી નાગરિકોને આગળ આવી સંકટ સમયમાં માનવતાની ભૂમિકા અદા કરવા માટે નમ્ર ભાવે મુખ્યમંત્રી રાહતનિધિમાં દાન આપવા માટે અનુરોધ કર્યો છે.

આ ઉમદા અભિગમને આવકારી રાજય સરકારના માધ્યમથી ગુજરાતના નાગરિકોને મદદરૂપ થવા મુખ્યમંત્રી રાહતનિધિમાં આજે  સ્વામિનારાયણ મંદિર, કુંડળધામના સ્વામી જ્ઞાનજીવનદાસજી દ્વારા 25 લાખ રૂપિયાના દાનનો ચેક નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને અર્પણ કરવામાં આવ્યો છે.

રાજ્યના કોઈ પણ નાગરિક કે સંસ્થાએ કોરોના વાયરસની બીમારી સામે લડવા માટે નાગરિકો, સેવાભાવિ સંગઠનો મુખ્યમંત્રી રાહતનિધિમાં  પોતાનો સ્વૈચ્છિક ફાળોA/C NAME : CHIEF MINISTER'S RELIEF FUNDA/C NO. 10354901554SAVINGS BANK ACCOUNTSBI , NSC BRANCH (08434)IFSC: SBIN0008434બેંક ખાતામાં ઓનલાઈન આપી શકશે. જિલ્લાકક્ષાએ જિલ્લા કલેકટરો પણ આ ચેક આપી શકે.
First published: March 26, 2020, 8:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading