Covid-19 Update: ગુજરાતમાં સતત બીજા દિવસે નવા 600થી વધુ કેસ, નવા 624 દર્દીઓ સાથે આંકડો 31,000ને પાર

Covid-19 Update: ગુજરાતમાં સતત બીજા દિવસે નવા 600થી વધુ કેસ, નવા 624 દર્દીઓ સાથે આંકડો 31,000ને પાર
ફાઈલ તસવીર

આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સતત બીજા દિવસે 600થી વધારે કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના દર્દીઓના મોત થયા છે.

  • Share this:
    ગાંધીનગરઃ ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસે (coronavirus) આજે સમગ્ર દુનિયાને પોતાના ઝપેટલમાં લઈ લીધા છે. ત્યારે ભારત દેશ (India) પણ બાકાત રહ્યો નથી. ગુજરાત સહિત ભારત દેશમાં કોરોના વાયરસના (covid-19) કેસ કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં (Gujarat) સતત બીજા દિવસે 600થી વધારે કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોના દર્દીઓના મોત થયા છે. આમ છેલ્લા ચાર દિવસથી ગુજરાતમાં દરરોજ નોંધાતા મૃત્યુનો આંકડો 20થી ઓછો થયો છે.

    મળતા આંકડા પ્રમાણે આજે વધુ 600 કોરોના પોઝિટિવ દર્દીઓ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 31297એ પહોંચ્યો છે. જ્યારે 19 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુ આંક1800ને પાર થઈ 1809એ પહોંચ્યો છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 391 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ડિસ્ચાર્જ થયાં કુલ ડિસચાર્જનો આંકડો 22808એ પહોંચ્યો છે.



    આ પણ વાંચોઃ-ગલવાન ઘાટીમાં માર્યા ગયેલા પોતાના સૈનિકો અંગે ચીન મૌન, વાતચીતમાં નથી કરતું ઉલ્લેખઃ સૂત્ર

    આ સાથે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના પોઝિટિવ કેસની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં 211, સુરતમાં 182, વડોદરામાં 44, વલસાડ 36, પાટણ, ગાંધીનગરમાં 11-11, રાજકોટ, જૂનાગઢ, કચ્છ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 10-10 કેસ નોંધાયા હતા.

    આ પણ વાંચોઃ-મારે માસ્ક પહેરવું હોય તો પહેરીશ, નહિ તો દવા પીને તમને ફીટ કરાવી દઈશ': અમદાવાદમાં ચાલકની પોલીસને ધમકી

    આ ઉપરાંત મહેસાણામાં 8, બનાસકાંઠા, ભરૂચમાં 7-7, ખેડા 6, અરવલ્લી, નવસારી, મોરબીમાં 4-4, ભાવનગર, સાબરકાંઠા, આણંદ, બોટાદમાં 3-3, જામનગર, પંચમહાલ, પોરબંદરમાં 2-2, ગીર-સોમનાથ, નર્મદા, તાપીમાં 1-1 અને અન્ય રાજ્યના 13 કેસ નોંધાયા છે.

    આ પણ વાંચોઃ-મહારાષ્ટ્રમાં 30 જૂન પછી પણ ચાલું રહેશે લોકડાઉન, ખતરો હજી ટળ્યો નથીઃ CM ઉદ્ધવ ઠાકરે

    અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 20272 કોરોના પોઝિટિવ કેસ થયા છે. સુરતમાં 4242 કેસ, વડોદરામાં 2074 કેસ, ગાંધીનગરમાં 625, રાજકોટમાં 240 કેસ થયા છે.
    Published by:News18 Gujarati
    First published:June 28, 2020, 20:45 pm

    ટૉપ ન્યૂઝ