ગાંધીનગર : 25 વર્ષના નાયબ સેક્શન અધિકારીનું કોરોનાથી મોત, બે સપ્તાહમાં 4 યુવાન અધિકારીનાં મોત

ગાંધીનગર : 25 વર્ષના નાયબ સેક્શન અધિકારીનું કોરોનાથી મોત, બે સપ્તાહમાં 4 યુવાન અધિકારીનાં મોત
યુવાન નાયબ સેક્શન અધિકારી ચિરાગની ફાઇલ તસવીર

ગાંધીનગરમાં કોરોનાનો કાળો કેર . વિતેલા બે સપ્તાહ દરમિયાન જ ગાંધીનગરમાં ચાર યુવાન સહીત 8 અધિકારીઓનાં કર્મચારીઓનો કોરોનાથી

  • Share this:
ગાંધીનગર : પાટનગર ગાંધીનગરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે અને સરકારી અધિકારી અને કર્મચારીઓ વધુને વધુ ભોગ બની રહ્યા છે . વિતેલા બે સપ્તાહ દરમિયાન જ ગાંધીનગરમાં ચાર યુવાન સહીત 8  અધિકારી - કર્મચારીઓનો કોરોનાથી મોત નિપજ્યાં છે જેને લઈ ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. કોરોના ના હોટસ્પોટ બનેલા સચિવાલય કેમ્પસમાં વધુ એક અધિકારીનું કોરોનાથી મોત નિપજ્યું છે.

સહકાર વિભાગમાં નાયબ સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 25 વર્ષીય ચિરાગ સોલંકીનું કોરોનાથી મોત નિપજ્યું છે. આ ઉપરાંત તાપીના ડોલવણ તાલુકાના વિકાસ અધિકારી આર.આર.પટેલ તેમજ સુરત મહાનગર પાલિકામાં કાર્યાપાલક ઈજનેર સુથારનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે . સરકારી કર્મચારીઓના અકાળે મોતથી પરિવારોમાં ભારે ભયની સાથે ફફડાટની લાગણી જાડેવા મળી રહી છે . અગાઉ 8 અધિકારી - કર્મચારીના મોતની શાહી સૂકાઈ નથી ત્યાં આઈપીએસ મહેશ નાયકનું પણ કોરોનાથી મોત નિપજ્યું છે.આ પણ વાંચો : રાજકોટ : BJPના વોર્ડ પ્રભારી અને યુવકે ઇન્જેક્શનના નામે ઠગાઈ કરી હોવાનો આક્ષેપ, દર્દીના સગાઓએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ ભાજપ કાર્યાલયના મંત્રી પ્રશાંત કાપડીયાનું કોરોનાથી મોત નિપજ્યું છે . તેઓ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા . જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું .

ગૃહ રાજ્યમંત્રી - શિક્ષણ પ્રધાન અને નેતા ડિસ્ચાર્જ થયા

યુએન મહેતા હોસ્પિટલમાં છેલ્લા 11 દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા ,શિક્ષણ પ્રધાન ભૂપેનદ્ર સિંહ ચૂડાસમા , અને નેતા આઇ કે જાડેજા ડિસ્ચાર્જ થયા છે.

તેઓ કોરોના સંક્રમિત થતાં યુએનમાં દાખલ થયા હતા . ગૃહ રાજ્યમંત્રીને મોરવા હડફના પ્રચાર દરમિયાન .જ્યારે ભૂપેનદ્ર સિંહ ને ગાંધીનગર મનપા ચૂંટણી ના પ્રચાર દરમ્યાન કોરોનાનો ચેપ લાગ્યો હતો અને પછી યુએનમાં દાખલ થયા હતા.

આ પણ વાંચો : સુરત : કર્ફ્યૂ ભંગની બીકમાં દીકરીની સારવાર માટે આખી રાત રાહ જોઈ, સવારે થયું મોત .

સુરતના મંત્રી , જુનાગઢના ધારાસભ્ય સંક્રમિત 

સુરતના મંત્રી ઈશ્વર પરમારને પણ સુરતમાં કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેઓ ફરીથી હોમક્વોરેન્ટાઈન થયા છે . આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીપણ સંક્રમિત થયા છે અને સારવાર હેઠળ છે.

અગાઉ બે ડઝનથી વધારે ધારાસભ્યો અને 9થી વધારે મંત્રીઓ કોરોનાનો ભોગ બની ચૂક્યા છે . કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા પણ સંક્રમિત થયા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ કોરોના સંક્રમિત થયા છે અને તેમણે સારવાર માટે યુએન મહેતામાં દાખલ કરાયા છે . તેમનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ડોક્ટરની સલાહ બાદ દાખલ થયા છે . તેમણે પોતાના સંપર્કમાં આવનારા તમામને પણ ટેસ્ટ કરાવી લેવા માટે વિનંતી કરી છે .
Published by:Jay Mishra
First published:April 14, 2021, 23:43 pm

ટૉપ ન્યૂઝ