Coronavirus Threat : કોરોના વાયરસના ખતરાને પગલે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ શરૂ કરવા સૂચના

Coronavirus Threat : કોરોના વાયરસના ખતરાને પગલે જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ શરૂ કરવા સૂચના
તસવીર : સુરત એરપોર્ટ ખાતે પ્રવાસીઓનું સ્ક્રિનિંગ

ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે આ મુદ્દે તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને કોરોના વાયરસને લઈને એક્શન પ્લાન બનાવવાની સૂચના આપી છે.

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસે ગુજરાતમાં (Coronavirus Cases in Gujarat) પ્રવેશ કરતા આરોગ્ય વિભાગ (Gujarat Health Department) સહિત રાજ્યનું વહીવટી તંત્ર દોડતું થયું છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમે (Chief Secretary Anil Mukim) આ મુદ્દે તમામ જિલ્લા કલેક્ટર (Collector) અને મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) સાથે વીડિયો કૉન્ફરન્સ કરીને કોરોના વાયરસને લઈને એક્શન પ્લાન (Action Plan for Coronavirus) બનાવવાની સૂચના આપી છે. આ કામગીરીનો દૈનિક રિપોર્ટ મુખ્ય સચિવને કરવાના આદેશથી રાજયનું વહીવટી તંત્ર કોરોનાની કામગીરીમાં લાગી ગયું છે.

રાજ્ય સરકાર દ્વારા કોરોના સામે બાથ ભીડવાની જવાબદારી આરોગ્ય,  શિક્ષણ, મહેસૂલ, ગૃહ તેમજ પંચાયત વિભાગના માથે નાખવામાં આવી છે. ગુજરાતમાં આ રોગનો શંકાસ્પદ કેસ નોંધાયો છે પરંતુ, વિધિવત કોઇ કેસ નોંધાયો નથી. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ દ્રારા રાજયના તમામ જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરોને કોરોના વાયરસને લઈને એલર્ટ રહેવા સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે.



જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ તાત્કાલિક આરોગ્ય સંકલન સમિતિની બેઠક બોલાવી કોરોના વાયરસ અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવા જણાવ્યું છે. જિલ્લા અને કોર્પેારેશન કક્ષાએ આવેલ તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલનું મેપિંગ કરી આ તમામ હૉસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ શરુ કરવાની સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોના વાયરસ ઇફેક્ટ : BAPSનો આંતરરાષ્ટ્રીય વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ બંધ રખાયો

આઇસોલેશન વોર્ડમાં આઇસોલેશન બેડ, વેન્ટિલેટર, સહિતના સાધનો, પી.પી.કીટ અને લેયર માસ્ક વગેરે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવાના રહેશે. જિલ્લા અને કોર્પેારેશન કક્ષાએ 24 કલાક કંટ્રોલરૂમ શરુ કરવાા તેમજ એક હેલ્પલાઇન નંબર જાહેર કરવા પણ જણાવાયું છે.

એરપોર્ટ, ઇમિગ્રેશન દ્વારા આપવામાં આવતી યાદી પૈકી આરોગ્ય વિભાગે મુસાફરોનું ફોલોઅપ આરોગ્યની ટીમો દ્રારા કરાવાનું રહેશે. શિક્ષણ વિભાગ દ્રારા શાળા અને કોલેજોના વિધાર્થીઓને કોરોના વાયરસ રોગ અંગે શું કરવું? અને શું ન કરવું? તે બાબતે આરોગ્ય વિભાગના સંકલનમાં રહીને માહિતી પૂરી પાડવાની રહેશે. જેમાં વારંવાર હાથ ધોવા, નમસ્તેની મુન્દ્રામાં અભિવાદન કરવું, ગમે ત્યાં થૂંકવું નહીં અને શરીરની સ્વછતા અંગે શિક્ષણ આપવા સૂચના આપી છે.

 

આ પણ વાંચો :  કોરોના વાયરસનો ભય : અમદાવાદ સહિતના એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રિનિંગ શરૂ કરાયું

મહેસૂલ અને ગૃહ વિભાગ અસરગ્રસ્ત દેશમાંથી આવેલા પ્રવાસીઓ આઇસોલેશન માટે સરળતાથી તૈયાર થાય તે અંગે જરુરી કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગની મદદ કરશે. પંચાયત વિભાગ દ્રારા સામાન્ય જનતામાં ભય ન ફેલાય તે રીતે કોરોના વાયરસની સાચી જાણકારી માટે લોક જાગૃતિ અભિયાન હાથ ધરાશે. જિલ્લા અને મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે રોજે રોજ દૈનિક સ્થિતિની સમિક્ષા કરવામાં આવશે.
Published by:News18 Gujarati
First published:March 05, 2020, 11:53 am