coronavirus: સેનેટાઈઝર અને માસ્કના કાળા બજાર કરતાં વેપારીઓ સાવધાન! તંત્ર એક્સનમાં


Updated: March 19, 2020, 7:35 PM IST
coronavirus: સેનેટાઈઝર અને માસ્કના કાળા બજાર કરતાં વેપારીઓ સાવધાન! તંત્ર એક્સનમાં
પ્રતિકાત્મક તસવીર

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કામગીરી શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી રહેલી છે. કોરોના વાયરસના હાઉથી ગભરાયેલા માણસોને માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સ સરળતાથી ઉંપલબ્ધ થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા દ્વારા ગુજરાતના માસ્ક તથા હેડ સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે બેઠક કરી તેઓને 24 x 7 ઉત્પાદન ચાલુ રાખવાનો આદેશ આપ્યા છે.

  • Share this:
ગાંધીગનરઃ CORONA Virusના સંક્રમણના કારણે તકેદારીના ભાગરૂપે અને મોટા ભાગના કિસ્સામાં ખોટા ભયના કારણે હાલમાં માસ્ક તથા સેનિટાઈઝરની (Masks and sanitizers) મોટા પ્રમાણમાં માર્કેટમાં માંગ ઉભી થયેલી છે. તથા આ પરિસ્થિતિમાં અમુક દવાના વેપારીઓ દ્વારા આ માસ્ક તથા સેનિટાઈઝરના વધુ ભાવ લઇને ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોવાની ફરિયાદી મોટા પ્રમાણમાં સામે આવી હતી.

ત્યારે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગની (Food and Drug Department of the state) 25  જેટલી ટીમો દ્વારા રાજ્યના મોટા શહેરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ ખાતે 355 જેટલી દવાઓની દુકાનોની તપાસણી કરતો તે પૈકી અમદાવાદ-30, સુરત-18, રાજકોટ- 15 અને વડોદરા-10 એમ કુલ 73 દવાઓની દુકાનોમાં માસ્ક અને હેડસેનિટાઇઝરની કાળા બજારીના કેસ સામે આવ્યા છે. જેની સામે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કાયદેસરની કામગીરી શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી રહેલી છે.

આ પણ વાંચોઃ-coronavirus: 22 માર્ચથી ઈન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર વિમાનોને ભારતમાં ઉતરવાની મંજૂરી નહીં

કોરોના વાયરસના હાઉથી ગભરાયેલા માણસોને માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝર્સ સરળતાથી ઉંપલબ્ધ થાય તે હેતુથી ફૂડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા દ્વારા ગુજરાતના માસ્ક તથા સેનેટાઇઝર્સનું ઉત્પાદન કરતાં ઉત્પાદકો સાથે બેઠક કરી તેઓને 24 x 7 ઉત્પાદન ચાલુ રાખવાનો આદેશ આપ્યા છે તેમજ તેઓને કોઇપણ તકલીફ પડે તો તંત્ર તરફથી દરેક પ્રકારની મદદ કરવાની અધિકારીઓને સૂચના આપેલી છે.

આ પણ વાંચોઃ-coronavirusના કારણે દુનિયામાં 2.5 કરોડ લોકોની નોકરીઓ પણ ખતરોઃ રિપોર્ટ

આ પણ વાંચોઃ-coronavirus effcet: બેન્કોનો ખુલવાનો અને બંધ થવાનો સમય બદલાશે, બીજી કંપનીઓને પણ મળશે રાહતઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસનો કહેર આખી દુનિયામાં દહેશત મચાવી રહ્યો છે. દુનિયાભરમાં કુલ 2 લાખથી વધારે લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે. જ્યારે 8953 લોકોના મોત થયા છે. સમાચાર એજન્સી પીટીઆઈએ એએફપીના હવાલેથી કહ્યું છે કે, ઈટાલીમાં બુધવારે કુલ 475 લોકોના મોત થયા છે. આ એક દિવસમાં કોરોના વાયરસથી મોતનો આંકડો દુનિયામાં સૌથી મોટો છે.
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर