જરૂરી સૂચના! ગુજરાત સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, હવે ઘરે બેઠા જરૂરી વસ્તુ મંગાવી શકાશે


Updated: March 26, 2020, 6:29 PM IST
જરૂરી સૂચના! ગુજરાત સરકારે જાહેર કર્યા હેલ્પલાઈન નંબર, હવે ઘરે બેઠા જરૂરી વસ્તુ મંગાવી શકાશે
પ્રતિકાત્મક તસવીર

લોકડાઉન(Lock down)ના સમયગાળા દરમિયાન રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ વિનાવિઘ્ને નાગરિકોને મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે

  • Share this:
ગાંધીનગર : કોરોનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્નારા હાલ સમગ્ર દેશમાં લોકડાઉનના આદેશ છે. અને જેઓ જયા છે ત્યાજ રહેવાની સૂચના છે. રાજ્યમાં પણ સ્થાનિક પોલીસની મદદથી લોક ડાઉનનો કડકાઇ ભર્યો અમલ કરાવાઇ રહ્યો છે.

કોરોના વાયરસ (coronavirus)ની સ્થિતિને પગલે જીવન જરુરિયાતની વસ્તુઓની ખરીદી માટે પણ બહાર નહી નિકળવા અને ટોળામાં એકઠાના થવા રાજ્ય સરકાર જણાવી રહી છે. અને તમામ વસ્તુઓ ઘરેજ ઉપલબ્ધ થાય તેના પ્રયાસો કરવા રાજ્ય સરકાર તત્પર છે.

લોકોની મુશ્કેલીઓ કેવી રીતે ઓછી થાય અને સગવડો કેવી રીતે વધારી શકાય તે માટે રાઉન્ડ ધી કલોક સીએમ અને ડેપ્યુટી સીએમના અધ્યક્શ સ્થાને બેઠકો ચાલી રહી છે. અને બેઠકોના અંતે આજે લોકડાઉન(Lock down)ના સમયગાળા દરમિયાન રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ વિનાવિઘ્ને નાગરિકોને મળી રહે તે માટે હેલ્પલાઇન જાહેર કરવામાં આવી છે.

આ પણ વાંચો - ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, 60 લાખ પરિવારને Freeમાં ચોખા, દાળ, ખાંડ અપાશે

હેલ્પલાઇન ૧૦૭૦ – ૦૭૯-ર૩ર૫૧૯૦૦ પર નાગરિકો સંપર્ક સાધી શકશે

- આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે.- તદ્દઅનુસાર, અમદાવાદ-મહાનગરમાં પ્રશાંત પંડયા હેલ્પ લાઇન નંબર- ૧૫૫૩૦૩,

આ પણ વાંચો - મોદી સરકારની મોટી જાહેરાત! 80 કરોડ લોકોને મળશે 2 રૂપિયે કિલો ઘઉં, 3 રૂપિયે કિલો ચોખા

- સુરત- આર. સી. પટેલ–૯૮૨૪૩૪૫૫૬૦,

- વડોદરા-ક્રિષ્ણાબહેન સોલંકી–૦૨૬૫-૨૪૫૯૫૦૨

- રાજકોટ- ચેતન ગણાત્રા ૦૨૮૧-૨૪૭૬૮૭૪,

- જામનગર- એ. કે. વસ્તાની ૦૨૮૮–૨૫૫૩૪૧૭,

- ભાવનગર- ડી. એમ. ગોહિલ ૦૨૭૮-૨૪૨૪૮૧૪-૧૫

- ગાંધીનગર– અમિત સિંઘાઇ ૯૯૦૯૯૫૪૭૦૯

- જુનાગઢ- હિતેશ વામજા – ૯૮૯૮૧૪૬૮૬૫નો સંપર્ક સાધી શકાશે.

સીએમ વિજયભાઇ રૂપાણીએ જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ ઘરે બેઠા મળી રહે તે માટે આ અધિકારીઓને સંકલન સાધવા સૂચનાઓ આપી છે.
First published: March 26, 2020
વધુ વાંચો
अगली ख़बर