કોરોના મચ્છર કરડવા કે ઠંડા પાણીથી નાહવાથી થાય છે? આવા પ્રશ્નોનાં WHOએ આપ્યાં જવાબ


Updated: April 7, 2020, 12:29 PM IST
કોરોના મચ્છર કરડવા કે ઠંડા પાણીથી નાહવાથી થાય છે? આવા પ્રશ્નોનાં WHOએ આપ્યાં જવાબ
વિશ્વસનીય સંસ્થા WHO એ કોરોના અંગેની માન્યતાનાં જવાબ આપ્યાં છે.

વિશ્વસનીય સંસ્થા WHO એ કોરોના માટે જે માન્યતા અથવા અફવાઓ ઊડી રહી છે એના માટે હકીકત જણાવતો એક રિપોર્ટ બહાર પડ્યો છે

  • Share this:
અમદાવાદ : કોરોનાને લગતી કેટલીક માન્યતા પ્રવર્તી રહી છે તો જાણો આ માન્યતાઓની હકીકત. વિશ્વસનીય સંસ્થા WHO એ કોરોના માટે જે માન્યતા અથવા અફવાઓ ઊડી રહી છે એના માટે હકીકત જણાવતો એક રિપોર્ટ બહાર પડ્યો છે તો વાંચો અને જાણો હકીકત.

માન્યતા 1તડકામાં કે 25 કરતાં વધારે તાપમાનમાં રેહવાથી તમને કોરોના નહીં થાય. 

હકીકત: કોરોનાને તડકા કે ગરમી સાથે કઈ લેવા દેવા નથી. ગમે તેટલી ગરમી કે તડકો પડે તમને કોરોના થવાની શક્યતામાં કોઈ ફરક પડતો નથી. બહુ તડકા પડતાં અને ગરમ પ્રદેશ અને દેશમાં પણ કોરોનાનાં આટલા જ કેસ નોધાયેલા છે. બચવા માટે તમારા હાથ વારંવાર અને સારી રીતે ધોવાનું રાખો તથા આંખ, મો અને નાકને અડવાનું ટાળો.

માન્યતા 2 : શ્વાસને 10 સેકંડ ખાંસી કે કફ વગર રોકી શકો તો તમે કોરોના પીડિત નથી અથવા ફેફસાની કોઈ બીમારી થી પીડિત નથી. 

હકીકત: કોરોનાનાં સાવ સમાન્ય લક્ષણો છે સૂકો કફ, ખાંસી અને થાક. વધારે ખતરનાક રીતે સંપડાયેલા દર્દીમાં ન્યુમોનિયા પણ જોવા મળેલ છે. તમને કોરોના છે કે નહીં એ જાણવાનો સાવ સીધો રસ્તો છે લેબ ટેસ્ટ. કોઈ શ્વાસ લેવાની કસરત કરવાથી તમને કોરોના કે ફેફસાની કોઈ બીમારી નથી એવું કહી શકાય નહીં.

માન્યતા 3: દારૂ કે આલ્કોહોલનું સેવન કરવાથી તમે કોરોનાથી બચી શકો છો.હકીકત: વારંવાર અને સતત દારૂ અથવા આલ્કોહોલ નું સેવન તમારી તબિયત વધારે બગડી શકે છે. આવું કરવાથી તમે કોરોનાથી તો બચી નહીં શકો પણ વધારે ખતરામાં પડી શકો છો.

માન્યતા 4: કોરોના ગરમ અને ભેજવાળા વાતાવરણમાં વધારે ફેલાઈ છે. 

હકીકત: એવી સાબિતી મળી છે કે, કોરોના વાયરસ બધા જ પ્રદેશો અને વાતાવરણમાં ફેલાઈ શકે છે. ગરમ અને ભેજવાળા વાતાવરણમાં પણ. વાતાવરણનો વિચાર કર્યા વગર જો તમે કોરોના પીડિત પ્રદેશમાં ટ્રાવેલ કર્યું હોય કે વ્યક્તિના સંપર્ક માં આવ્યા હોય તો કાળજી લેવાનું ચાલુ કરી દો.

માન્યતા 5: ઠંડા અને બરફ વાળા વાતાવરણમાં કોરોના વધારે ફેલાઈ છે. 

હકીકત: કોરોનાને વાતાવરણ ના તાપમાન સાથે કોઈ જ લેવા દેવા નથી, આ બધા જ વાતાવરણમાં નોધાયેલ છે.

માન્યતા 6: ગરમ પાણીમાં નાહવાથી કોરોનાથી બચી શકાય છે.

હકીકત: માનવ શરીરનું સમાન્ય તાપમાન 36.5થી 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે એના કરતાં વધારે તાપમાન ખાલી તાવ જણાવે છે જે કોરોનાનું એક લક્ષણ છે, પણ ગરમ વાતાવરણમાં ગરમ કે ઉકળતા પાણીથી નાહવાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે.  આવું કરવાથી તમે બચી તો નહીં શકો પણ નુકશાન કરી શકો છો.

માન્યતા 7: મચ્છર કરડવાથી કોરોના થાય છે.

હકીકત: અત્યાર સુધીમાં એવી કોઈ માહિતી કે સાબિતી મળી નથી કે કોરોના મચ્છર કરડવાથી ફેલાય શકે છે.  કોરોના એક શ્વસન તંત્રને લાગતો વાયરસ છે જે કોરોના પીડિત વ્યક્તિના છીંક, ખાંસી, શ્વાસ, ગશફા અને લાળ દ્વારા ફેલાઈ છે.

માન્યતા 8: હૅન્ડ ડ્રાયર વાપરવાથી કોરોનાથી બચી શકાય છે.

હકીકત: ના, હૅન્ડ ડ્રાયર કોરોના વાયરસને મારવા માટે કારગત નથી. સાબુથી હાથ ધોયા બાદ હૅન્ડ ડ્રાયર વાપરી શકો પણ ડ્રાયરનો ઉપયોગ કરો કે ના કરો કોઈ અસર કોરોના પર થશે નહીં.

માન્યતા 9: UV લાઇટ ચામડી પર કોરોના વાઇરસને મારી નાખે છે. 

હકીકત: UV લાઇટની કોરોના પર ચોક્કસ અસર જણાઈ નથી પણ UV લાઇટ સ્કીન પર ખરાબ અસર કરે છે. જેથી તેનો ઉપયોગ સ્કીન પર ના કરવો જોઈએ એ ખતરનાક સાબિત થઈ શકે છે.

માન્યતા 10: આલ્કોહોલ કે ક્લોરીન ને શરીર પર છાંટવાથી કોરોના વાઇરસ મારી જશે.

હકીકત: ના, આલ્કોહોલ કે ક્લોરીનને શરીર પર છાંટવાથી જે પેહલાથી તમારા શરીરમાં પ્રવેશી ચૂકયો છે એ વાયરસને મારી શકાય નહિ. આવા દ્રવ્યો છાંટવા એ તમારા કપડાં અને આંખ, નાક, કાન જેવા અંગને નુકશાન પણ કરી શકે છે. આલ્કોહોલ અને ક્લોરીન ખાલી ઘરની કે બીજી કોઈ સપાટી ને ડિસઇનફેક્ટ કરવા વાપરી શકાય છે પણ એમાં તકેદારી રાખવી જરૂરી છે.

માન્યતા 11: ન્યુમોનિયા  કે મલેરિયાની દવા કોરોના થી બચાવે છે.

હકીકત: ના , ન્યુમોનિયાની રસી જેવી કે pneumococoal vaccine કે haemophilus influenza type B (HIB)  vaccine કોરોના સામે રક્ષણ આપતું નથી. અને જો તમે કોરોનાથી પીડતા નથી તો મલેરિયાની દવા લેવાથી કોરોનાથી બચી શકાતું નથી. પણ જો ભવિષ્યમાં કોરોનગ્રસ્ત થાઓ છો તો સારવારમાં મુશ્કેલી આવવાની શકયતા રહેલી છે. આથી આગોતરી તૈયારી સ્વરૂપે મલેરિયાની દવા લેવાનું જોખમી બની શકે છે.

માન્યતા 12: વારંવાર સલાઇનથી નાક સાફ કરવાથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે. 

હકીકત: ના, આવા કોઈ પુરાવા મળ્યા નથી પણ સમાન્ય શરદી દરમિયાન આવી રીતે કરવાથી જલ્દી સાજા થઈ શકાય છે પણ બિનજરૂરી આવું કરવાથી કોરોના સામે રક્ષણ મળતું નથી.

માન્યતા 13: લસણ વધારે ખાવાથી કોરોના સામે રક્ષણ મળી શકે છે. 

હકીકત: લસણની ગણતરી હેલ્ધી ખોરાકમાં થાય છે અને તેમાં સુક્ષમ જીવાણુઓ મારી નાખવાની ક્ષમતા પણ રહેલી છે. પણ ના, એવા કોઈ પુરાવા મળ્યા નથી કે લસણથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય છે.

માન્યતા 14: કોરોના વૃદ્ધ અને બાળકો ને જ અસર કરે છે.

હકીકત: કોરોના બધી જ ઉમરની વ્યક્તિને અસર કરે છે, મોટી ઉમરની વ્યક્તિ અગાઉથી જ મોટે ભાગે કોઈ બીમારીથી પીડાતા હોય છે. જેમ કે, ડાયાબિટીસ , હૃદયરોગ કે અસ્થમા જેથી કરીને તેઓ ને આ બીમારી ની અસર સમાન્ય કરતાં થોડી વધારે અને ખતરનાક થાય છે. WHO બધી જ ઉમર ની વ્યક્તિ ને તકેદારી રાખવાની સલાહ આપે છે.

માન્યતા 15: એન્ટિ બાયોટિક્સ લેવાથી કોરોનાથી રક્ષણ મળે છે.

હકીકત: ના, એંટિબાયોટિક્સ ખાલી બેક્ટેરિયા સામે જ રક્ષણ આપે છે જ્યારે કોરોના એ એક વાઇરસ છે અને એની સામે એંટિબાયોટિક્સ જરાય અસર કરતાં નથી . જો કે તમે કોરોનાગ્રસ્ત હોવ અને હોસ્પિટલ માં હોય તો કોરોના ના કારણે થયેલા બીજા ઇન્ફેકશન ને રોકવા માં કારગત નીવડે છે.

માન્યતા 16: કોરોના સામે લડવા માટેની દવા શોધાઈ ગઇ છે.

હકીકત: ના, કોરોના માટે કોઈ ખાસ દવા હજી સુધી શોધાઈ નથી. જોકે અમુક દવાનાં કોમ્બિનેશન કોરોનાગ્રસ્ત વ્યક્તિમાં સારવારમાં ઉપયોગમાં લેવાય છે પણ એ દવાનો ઉપયોગ કોરોના સામે રક્ષણ મેળવવા ના કરી શકાય. રક્ષણ મેળવવા માટે રસીના સંશોધનો હાલમાં ચાલી રહ્યા છે.

માન્યતા 17: તમને કોરોના થવાનો મતલબ છે તમે મૃત્યુને ભેટવાના છો.

હકીકત : મોટા ભાગના કોરોના પીડિત વ્યક્તિ સાજા થઈ જાય છે અને વાયરસથી મુક્તિ મેળવી શકે છે. જો તમને કોઈપણ લક્ષણો જણાય તો તેની સારવાર તરત જ લેવી જોઈએ. ટાઢ, તાવ, શરદી, ખાસી અને શ્વાસ લેવામાં તકલીફ જાણતા તરત જ ડોક્ટર નો સંપર્ક સાધો. મોટા ભાગનાં દર્દી સપોરટીવ સારવારથી જ સાજા થયા છે.
Published by: Kaushal Pancholi
First published: April 7, 2020, 12:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading