ગાંધીનગર : કોરોના વાયરસનો (coronavirus) કહેર ગુજરાતમાં (Gujarat) અને તેમાં પણ અમદાવાદમાં ધીરે ધીરે વધી રહ્યો છે. જોકે, લૉકડાઉનમાં (Lockdown) તમામ ફ્લાઇટ બંધ છે જેના કારણે વિદેશથી આવતા પ્રવાસીઓ આવી નથી રહ્યાં. જેથી વિદેશ હિસ્ટ્રીથી કોરોનાનું જોખમ ટળ્યું છે. પરંતુ બીજી બાજુ કોમ્યુનિટી ટ્રાન્સમિશનનો (Community Transmission) ખતરો વધી રહ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના જે નવા કેસ નોંધાઇ રહ્યાં છે તેમાં લોકલ ટ્રાન્સમિશન અને આંતરરાજ્યમાંથી આવેલા લોકોનો ખતરો વધી રહ્યો છે. સરકારે સામાન્ય જનતાને અપીલ કરી છે તે પ્રમાણે ઘરમાં નહીં રહે તો આ ખતરો ક્યારે કહેરમાં ફેરવાઇ જશે તેની ખબર જ નહીં રહે. અમેરિકા અને ઇટલીમાં જે રીતે કોરોનાને કારણે મરી રહ્યાં છે તેમના આપણું પણ નામ આવી શકે છે.
રાજ્યમાં 5 એપ્રિલ 2020ના દિવસે કુલ 20 પોઝિટિવ કેસો પ્રકાશમાં આવ્યા છે. આમ ગુજરાતમાં કુલ 128 દર્દીઓ થઈ ગયા છે. રવિવારે સવારે સવારે 14 કેસ સામે આવ્યા બાદ આજે બપોર બાદ જામનગર અને મોરબીમાં પહેલો પોઝિટિવ કેસ નોંધાયો છે. તેમજ ભાવનગરમાં 2, સુરતમાં એક અને ભૂજમાં 1 કેસ નોંધાયો છે. આમ કોરોના હવે રાજ્યના 15 જિલ્લામાં પહોંચી ગયો છે. મળતી માહિતી પ્રમાણે, 33 વિદેશ પ્રવાસના, 17 આંતર રાજ્ય પ્રવાસ અને સૌથી વધુ 72 લોકલ ટ્રાન્સમિશનના કેસ સામે આવ્યાં છે. 22મી માર્ચે તમામ ફ્લાઈટો બંધ કરી દેવાઈ હતી. જેને પણ હવે 14 દિવસ પૂરા થઈ ગયા છે. કોરોના વાયરસ 14 દિવસ શરીરમાં રહેતો હોય છે એટલે જ સીધા વિદેશ પ્રવાસનો એકેય નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં જે પણ કેસ નોંધાયા છે તેમા લોકલ ટ્રાન્સમિશનના કેસ વધારે છે. રાજ્યના આરોગ્ય વિભાગે પણ જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવ લોકો તો એવા છે જેમને ખ્યાલ જ નથી કે તેમને ચેપ ક્યાંથી લાગ્યો છે.
આ પણ વાંચો : Statue Of Unity 30,000 કરોડમાં વેચવાનું છે, જાહેરાત કરનાર સામે ફરિયાદ
રાજ્યમાં જે પોઝિટિવ દર્દીઓને કઇરીતે આ ચેપ લાગ્યો તેમા રાજકોટમાં સાડીના વેપારીના માતા, અમદાવાદના ગોમતીપુરના ભંગારના વેપારી, નવરંગપુરા અને આંબાવાડીના બે વૃધ્ધો, સુરતમાં રાંદેરના લોન્ડ્રી સંચાલક, ડિમાર્ટના કર્મચારી અને રવિવારે સવારે સુરતમાં મૃત્યુ પામેલા 61 વર્ષના મહિલાનો સમાવેશ થાય છે. જેમની ટ્રાવેલ હિસ્ટ્રી નથી. તો આપણે ઘરમાં રહીને જ આ ચેપથી દૂર રહી શકીએ છીએ.
આ વીડિયો પણ જુઓ-