coronavirus: 22 માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ


Updated: March 19, 2020, 10:31 PM IST
coronavirus: 22 માર્ચે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાતી તમામ પરીક્ષાઓ મોકૂફ
ફાઈલ તસવીર

કોરોના વાયરસ સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર, 22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર - સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રખાયેલી છે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસને (coronavirus) પગલે રાજ્ય સરકારના (Gujarat Government) વિવિધ વિભાગો દ્વારા તડામાર તૈયારી કરી દેવામાં આવી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કોરોના ને પગલે જુદા જુદા આદેશ આપવામાં આવી રહ્યા છે.

આમ કોરોના વાયરસ સામેની સાવચેતીના ભાગરૂપે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી રવિવાર, 22 માર્ચના રોજ આયોજિત એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર - સિવિલ તથા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર - ઇલેક્ટ્રિકલ સંવર્ગની પરીક્ષાઓ હાલ મોકૂફ રખાયેલી છે. જ્યારે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી 22 માર્ચે યોજાનાર 13 જિલ્લાની 17 તાલુકા પંચાયત બેઠકો અને 29 નગર પાલિકની બેઠકોની પેટા ચૂંટણી પણ રદ કરવામાં આવી છે.

જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ (Department of Health) દ્વારા રાજયના તમામ જિગ્નેશિયમ, વોટરપાર્ક, ઓડીટોરીયમ, એમ્યુઝમેન્ટ પાર્ક, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, લગ્ન વાડી, ગેમ ઝોન, રીક્રીએશનલ ક્લબ તાત્કાલિક અસરથી સંપુર્ણપણે 31 માર્ચે સુધી બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

તો ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા રાજ્યના તમામ હોટેલ, રેસ્ટોરેન્ટ માટે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા ગ્રાહકોને જમવા માટેના 2 ટેબલ વચ્ચે ઓછામાં ઓછું 1 મિટરનું અંતર રાખવું ફરજીયાત છે. આ સિવાય તેઓની હોટલ-રેસ્ટોરન્ટમાં ગ્રાહકોની ભીડ ન થાય તે રીતની વ્યવસ્થા કરવાની રહેશે. સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ કોરોના વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં બે કેસ પોઝિટીવ નોંધાયા છે. ગુજરાતના સુરત અને રાજકોટમાં કોરોના વાયરસના બે કેસ પોઝેટીવ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં બે કેસ પોઝેટીવ આવતાની સાથે લોકોમાં ભયનો માહોલ વર્તાય એ સ્વાભાવિક છે.

આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું કે, રાજકોટ અને સુરતના બે શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યો છે. અમારી ટીમ ક્વોરેન્ટાઈન સહિતના જરૂરી પગલાંઓ ભરી રહી છે. આ અંગે રાજ્યના અગ્ર આરોગ્ય સચિવ જયંતી રવિએ સત્તાવાર જાહેરાત કરી છે.હાલ બન્ને દર્દીઓની હાલત સ્થિર છે. સુરતની યુવતી ન્યૂયોર્કથી આવી હતી જ્યારે રાજકોટનો યુવક મક્કા મદીનાથી આવ્યો હતો. જ્યારે આ અંગે રાજ્યના આરોગ્યમંત્રી નીતિન પટેલે પણ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં કોરોનાના બે પોઝિટીવ કેસ નોંધાયા છે.
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर