ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 73, પાંચ દર્દીઓને રજા અપાઇ

News18 Gujarati
Updated: March 31, 2020, 12:35 PM IST
ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ 73, પાંચ દર્દીઓને રજા અપાઇ
ગુજરાતમાં હાલ અમદાવાદ, વડોદરા, સૂરત, ભાવનગર અને રાજકોટને હોટસ્પોટમાં મૂકવામાં આવ્યા છે. સાથે જ ગુજરાતના પાટમને ક્લસ્ટર વિસ્તારની શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ગુરુવારે નવા 105 કેસ સામે આવ્યા છે. અને આ સાથે જ કુલ 871 કેસ થયા છે.

આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે.

  • Share this:
ગાંધીનગર: આજે ગુજરાતમાં કોરોના વાયરસનાં નવા બે કેસ સામે આવ્યાં છે. જેથી રાજ્યમાં કુલ કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 73 થઇ છે. આમાંથી 6 લોકોનાં મોત નીપજ્યા છે. આજે સારા સમાચાર એ પણ છે કે, કોરોનાનાં પાંચ દર્દીઓને રજા આપવામાં આવી છે. જેમાંથી ત્રણ દર્દીઓ 60 વર્ષની ઉપરનાં છે.

રાજ્યમાં કોરોનાની અસરને આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે, રાજ્યમાં જે નવા કેસ સામે આવ્યાં છે તે બંન્ને લોકલ ટ્રાસ્મિશનનાં કેસ છે. એટલે આ બંન્નેની વિદેશની હિસ્ટ્રી નથી પરંતુ સ્થાનિક રીતે ચેપ લાગ્યાનું તારણ છે. આમાં એક 5 વર્ષનાં પુરૂષ છે અને અન્ય 32 વર્ષની મહિલા છે. રાજ્યમાં કુલ 73 દર્દીઓ છે તેમાંથી બે જણને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જ્યારે અન્ય દર્દીઓની સ્થિતિ સામાન્ય છે.

આ પણ વાંચો - લૉકડાઉનમાં ખાખીની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હજી નથી જુલાવ્યો હિંંચકો

તેમણે વધુમાં જણાવ્યું કે, રજા અપાયેલા દર્દીઓમાંથી 3 દર્દીઓની ઉંમર 60 વર્ષની ઉપર છે. જેમને રજા આપી દેવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, રાજ્યમાં 6 કરોડથી વધુ લોકોનો સર્વે ફોન દ્વારા કે લોકો દ્વારા કરવામાં આવ્યો છે. કુલ જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી 32 દર્દી વિદેશની હિસ્ટ્રી ધરાવે છે, 4 દર્દી આંતરરાજ્યનાં છે જ્યારે 37 દર્દીઓ ચેપગ્રસ્ત બન્યા છે. રાજ્યમાં કુલ 19 હજાર લોકો ક્વૉરન્ટાઇન છે. સાથે આપણે કોરોના સામે લડવા માટે વિવિધ ટીમો પણ બનાવી છે અને જરૂરી મેડિકલ સાધનોનો સ્ટોક પણ મંગાવી લીધો છે.

આ વીડિયો પણ જુઓ - 
First published: March 31, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading