Home /News /north-gujarat /

StayHome: ગુજરાતમાં એપ્રિલ મહિનાનાં 6 દિવસમાં જ કોરોનાનાં કેસ ડબલ થયા

StayHome: ગુજરાતમાં એપ્રિલ મહિનાનાં 6 દિવસમાં જ કોરોનાનાં કેસ ડબલ થયા

પ્રતિકાત્મક તસવીર

માર્ચ મહિનામમાં 19થી 31 માર્ચ સુધી એટલે કે 13 દિવસમાં 73 કેસ નોંધાયા હતાં.

    અમદાવાદ : રાજ્યમાં (Gujarat) દિવસેને દિવસે કોરોના વાયરસનાં (coronaavirus) કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ 146 કેસ છે જેમાંથી 73 કેસ એપ્રિલ માસનાં (April) પ્રથમ દિવસોમાં જ નોંધાયા છે. મહત્વનું છે કે, રાજ્યમાં 19 માર્ચે પહેલો કોરોનાનો કેસ (corona first case) નોંધાયો હતો.

    ગુજરાતમાં માર્ચ મહિનાનાં મધ્યથી કોરોનાનો પ્રકોપ શરૂ થયો છે. આ પછી માર્ચ મહિના દરમિયાન કોરોનાનાં કેસ વધવાનું પ્રમાણ સામાન્ય રહ્યું હતું. માર્ચ મહિનામમાં 19થી 31 માર્ચ સુધી એટલે કે 13 દિવસમાં 73 કેસ નોંધાયા હતાં. એટલે ટકાવારી પ્રમાણે જોવા જઇએ તો રોજનાં 5.61 ટકા કેસ નોંધાતા હતા. માર્ચ મહિનામાં સૌથી વધુ કેસ 23 તારીખે 11 કેસ નોંધાયા છે. જે બાદ એપ્રિલમાં 6 જ દિવસમાં 13 દિવસ જેટલા કેસ નોંધાઇ ગયા. હાલ લોકલ ટ્રાન્સમિશનને કારણે કોરોનાનાં કેસ વધતા જઇ રહ્યાં છે. એપ્રિલમાં દરરોજ સરેરાશ 12 કેસ નોંધાઇ રહ્યાં છે.

    આ પણ વાંચો  : StayHome : રાજ્યમાં કોરોનાનાં નવા કેસ હિસ્ટ્રી વગરનાં, લોકલ ટ્રાન્સમિશનનો ખતરો?

    આ પણ વાંચો  : ગુજરાતમાં વધી રહ્યો છે લોકલ ચેપનો ખતરો, આંકડા છે ચોકાવનારા, ચાર જિલ્લા વધુ પ્રભાવિત

    ત્યારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ 146 કેસ છે જેમાંથી 87 કેસ લોકલ ટ્રાન્સમિશનનાં છે. મહત્વનું છે કે, તંત્ર વારંવાર જનતાને અપીલ કરી રહ્યું છે કે ઘરમાં જ રહો અને સ્વસ્થ રહો. પરંતુ સામાન્ય જનતાને આ વાત મગજમાં નહીં ઉતરે તો આપણો પણ હાલ અમેરિકા કે ઇટલી જેવો થતા કોઇ જ નહીં રોકી શકે. છેલ્લા 3 દિવસની વાત કરવામાં આવે તો, 4 થી 6 એપ્રિલમાં કુલ 51 લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. એક એહેવાલ પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં કરવામાં આવેલા 311 ટેસ્ટમાંથી 269ના પરીક્ષણ જાહેર થઇ ગયા અને 32ની વિગત આવવાની બાકી છે.

    આ પણ જુઓ - 
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Coronavirus, COVID-19, Local transmission, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन