કોરોના : અમદાવાદમાં નવા 61 સાથે ગુજરાતમાં 94 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2272

કોરોના : અમદાવાદમાં નવા 61 સાથે ગુજરાતમાં 94 કેસ નોંધાયા, કુલ સંક્રમિતોની સંખ્યા 2272
રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે.

રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે.

 • Share this:
  ગાંધીનગર :  રાજ્યમાં  આજે નવા 94 કેસ  નોંધાયા છે. જ્યારે 5 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે આજે રાજ્યમાં કોરોનાનાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા 2272 થઇ ગઇ છે. અત્યાર સુધી કુલ 95 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે રાજ્યમાં સ્ટેબલ દર્દીઓની સંખ્યા 2020 છે અને 13 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.

  અમદાવાદમાં સૌથી વધુ કેસ નોંધાયા  રાજ્યનાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું કે, ગઇકાલ સાંજ પછી શહેર પ્રમાણે નવા કેસની વાત કરીએ તો, અમદાવાદમાં 61, સુરતમાં 17, વડોદરામાં 8, અરવલ્લીમાં 5, બોટાદમાં 2 અને રાજકોટમાં 1 પોઝિટિવ કેસ નોંધાયા છે.

  પાંચ પુરુષોનાં મોત નીપજ્યાં

  કોરોનાને કારણે રાજ્યમાં મૃતકોની વાત કરીએ તો વલસાડમાં 21 વર્ષનાં પુરુષનું મોત થયું છે. જેમને મગજની બીમારી પણ હતી. આ ઉપરાંત અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં દાખલ ચાર પુરુષનાં મોત નીપજ્યાં છે. જેમાંથી એક પુરુષને લીવરની બીમારી હતી. આ ચાર લોકોની ઉંમર 52થી 60 વર્ષની અંદર હતી.

  જિલ્લાવાર સચોટ વિગતો   

  આ પણ વાંચો - Pics : અમદાવાદનું આ શાકમાર્કેટ જોઇને બધાએ સોશિયલ ડિસ્ટન્સિંગની લેવી જોઇએ પ્રેરણા

  આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવાની સલાહ

  આ સાથે આરોગ્ય અગ્ર આરોગ્ય સચિવે જણાવ્યું કે, દરેક ગુજરાતીએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જોઇએ અને તેમાંથી માહિતી મેળવતા રહેવી જોઇએ. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં જ્યાં પણ કોરોનાનાં સેન્ટર છે ત્યાં દર્દીઓની ઇચ્છા હશે તો આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા પણ આપવામાં આવશે. જો તમારા ઘરમાં કોઇને પણ કોરોના વાયરસનાં લક્ષણો જણાય તો તરત જ 104 કે 108 પર ફોન કરીને તેમનું નિદાન અને સારવાર કરાવવી જોઇએ.

  આ વીડિયો પણ જુઓ - 
  Published by:News18 Gujarati
  First published:April 22, 2020, 10:53 am

  ટૉપ ન્યૂઝ