ગાંધીનગર: કોરોનામાંથી લોકોને ઉગારતા ડોકટરની આપવીતી, સરકારને અનેક રજૂઆત કરી છતાં...

ગાંધીનગર: કોરોનામાંથી લોકોને ઉગારતા ડોકટરની આપવીતી, સરકારને અનેક રજૂઆત કરી છતાં...
પ્રતિકાત્મક તસવીર

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 27 ફેબ્રુઆરીએ  ગાઈડલાઈન આપી જાહેર કર્યું હતુ. તેમછતાં, રાજય તથા કેન્દ્ર સરકાર આ બાબતે કોઈપણ કાર્યવાહી કરી નથી.

  • Share this:
ગાંધીનગર : કોરોના જે વિશ્વવ્યાપી  મહામારી છે તેને નોવલ કહેવામાં આવે છે. કારણ કે આ મહામારી માનવજાતમાં પહેલી વખત જોવા મળી છે. આ મહામારી સામે લડવા માટે તમામ દેશોની પરિસ્થિતિનું વૈજ્ઞાનિક રીતે પૃથક્કરણ કરીને  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (who) સમયાંતરે દિશાનિર્દેશનો જાહેર કરે છે. જેમા આપવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર, પસૅનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ(PPE) જેમાં મેડીકલ માસ્ક, રેસીપેટર, ગાઉન, ગોગ્લસ, ગ્લોઝ, N-95 માસ્ક, જે ડોકટર/હેલ્થ કેર વકૅસ, સ્વયંમસેવકો જે કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા હોય તેમને પુરતા પ્રમાણમાં જે તે દેશની સરકારે આપવાનું હોય છે. આ અંગે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને 27 ફેબ્રુઆરીએ  ગાઈડલાઈન આપી જાહેર કર્યું હતુ. તેમછતાં, રાજય તથા કેન્દ્ર સરકાર આ બાબતે કોઈપણ કાર્યવાહી કરી નથી.

ગુજરાત રાજ્યની સરકારી હોસ્પિટલમાં કામકર્તા ડોકટરે નામ ન જણાવાની શરતે જણાવ્યું હતું કે, તમામ ડોકટરોએ તથા તેમના એસોસિએશને સરકારને રજુઆત કરી છે. જેમાં પુરતી માત્રામાં પસૅનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ (PPE) પુરા પાડવા રજુઆત કરી છે. તેમછતાં કોઈ પગલા સરકાર તરફથી નહી લેવાતા જે ડોકટર તરીકે ફરજ બજાવતા હોય તથા તેમની સાથે મદદમાં રહેતા સ્ટાફ માટે પસૅનલ પ્રોટેકટીવ ઈકવીપમેન્ટ(PPE) પુરતા નહી હોવાથી ઈમેઈલ મારફત રાજય તથા કેન્દ્ર સરકારને રજુઆત કરી છે. વધુમાં માંગણી કરી છે કે, જે ડોકટર/હેલ્થ કેર વર્કર, સ્વયંમસેવકો, તેમની ફરજ પુરી કરીને ઘરે જવાના બદલે અન્ય કોઈ જગ્યાએ ક્વૉરન્ટાઇનની વ્યવસ્થા કરી આપવામાં આવે. જેથી તેમના ઘરના સભ્યો કોરોનાથી સુરક્ષિત રાખી શકે.આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના કેસ વધીને 53 થયા, મહેસાણામાં પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો

ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરના વાઇરસનાં દર્દીઓની સારવાર કરતા ડોકટરો અને પેરામેડીકલ સ્ટાફ માટે ચોક્કસ ગાઈડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં N 95  માસ્ક અને PPE કીટ ફરજીયાત પહેરવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ આઇસોલેટેડ વોર્ડ સિવાઈના પણ ડોકયરો દિવસના હજારો દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જે જોતા આ ડોકટરોને પણ  કોરોનાનો ચેપ લાગે તેવી શક્યતાઓ છે. ત્યારે  આ ડોકટરોને પણ N-95 માસ્ક પૂરતા પ્રમાણમાં મળે તેવી ડોકટરો સરકાર પાસે આશા રાખી રહ્યા છે. લૉકડાઉનનાં પગલે મેડિકલ કોલેજ અને હૉસ્પિટલની કેન્ટીન બંધ થતાં અનેક રેસિડેન્ટ ડૉકટરોનું દૈનિક ભોજનની પણ સમસ્યાઓ સામે આવી છે. ત્યારે હવે રાજ્યના આરોગ્ય વિભાગે ચોકસ કોઈ સિનિયર તબીબી અધિકારીને સાથે રાખી કોરોના સામે જંગ લડતા સિપાહી એવા ડોક્ટરો અને નર્સીગ સ્ટાફના પ્રશ્નોનું નિરાકરણ લાવવુ જોઈએ.

આ પણ જુઓ : 
Published by:Kaushal Pancholi
First published:March 28, 2020, 12:42 pm

टॉप स्टोरीज