કોરોના vs ગુજરાતઃ મેડિકલ સ્ટાફને N-95 માસ્ક મફતમાં અપાશે, 10 સરપંચો સાથે CM એ વાત કરી ચિતાર મેળવ્યો


Updated: April 4, 2020, 9:36 PM IST
કોરોના vs ગુજરાતઃ મેડિકલ સ્ટાફને N-95 માસ્ક મફતમાં અપાશે, 10 સરપંચો સાથે CM એ વાત કરી ચિતાર મેળવ્યો
સીએમ રૂપાણીની તસવીર

રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા માટે કાર્યરત રહેલા ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

  • Share this:
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-19ની વર્તમાન સ્થિતિમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM vijay rupani) આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા માટે કાર્યરત રહેલા ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 ગામના સરપંચો સાથે વાતચિત કરીને સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.

જે અંતર્ગત કોરોના વાયરસના દરદીઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા સરકારી તબીબો, આરોગ્ય રક્ષાકર્મીઓ, પેરામેડિકલ અને નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે. આવા સેવા કર્મીઓને પોતાના આરોગ્યનું કોઇ જોખમ ઊભું ન થાય તે માટે મુખ્યમંત્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા સરકારી તબીબી, મેડિકલ સ્ટાફ વગેરેની આરોગ્ય સુરક્ષાના પુરતો પ્રબંધ કરાવેલો છે. હવે, રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કર્યો છે કે, પ્રવર્તમાન સ્થિતિમાં પોતાના દવાખાના-કલિનિક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દરદીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ N-95 માસ્ક વિના મૂલ્યે આપવામાં આવશે.

આ પણ વાંચોઃ-lockdown: સુરતમાં 11 માળની બિલ્ડિગ ઉપર ભજીયા પાર્ટી કરતા લોકો ઝડપાયા, પોલીસે કરી કાર્યવાહી

આ નિર્ણય મામલે મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના દિશાનિર્દેશો અનુસાર ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર રપ હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડયા છે મુખ્યમંત્રીએ કોરોના વાયરસથી સંક્રમિત કે સંભવિત સંક્રમિત દરદીઓની સારવાર દરમ્યાન ખાનગી તબીબોની હેલ્થ સેફટી જળવાઇ રહે અને પ્રવર્તમાન સ્થિતીમાં તેમની સેવાઓ પણ સમાજને મળતી રહે તેની અગત્યતા ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ-અમેરિકામાં કોરોના વાયરસનો હાહાકાર! corona પોઝિટિવ પતિ-પત્નીએ માત્ર છ મિનિટમાં તોડ્યો દમ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને કાર્યરત કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેંટરના જન સંવાદ કેન્દ્રના માધ્યમથી રાજ્યના 10 જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના નાંદેજ કુનરિયા વડગામ ખોરસા ગઢકા ચંદાવાડા પરિયા ચિખલવાવ સિમલી અને ટીમના ગામના સરપંચોને તેમના ગામમાં લોકડાઉનની હાલની સ્થિતિમાં રેશનની દુકાનો પર પૂરતો અનાજનો પુરવઠો છે કે નહિ..આરોગ્ય સેવાઓ યોગ્ય મળે છે કે કેમ. ગામમાં સફાઈની વ્યવસ્થા તેમજ દૂધ શાકભાજી કરિયાણું જેવી આવશ્યક ચીજ વસ્તુઓ નિયમિત મળે છે કે કેમ તે અંગે ઊંડાણ પૂર્વક વાતચીત કરી ફીડ બેંક મેળવ્યા હતા.આ પણ વાંચોઃ-કોરોના વચ્ચે કરુણ કહાની! મહિલાએ કૂતરા પાસેથી રોટલી ઝૂંટવી; ત્રણ દિવસ સુધી ભુખી રહી ત્રણ બહેનો

મુખ્ય મંત્રીએ આ સરપંચો ને તેમના ગામોમાં કોરોના વાયરસ સામે જન જાગૃતિ લોકો દાખવે સોશીયલ ડિસ્ટન્સ જાળવે ગામમાં ભેગા ના થાય અને ઘરમાં જ રહી ને આ વાયરસ ના સંક્રમણ થી બચે તેની કાળજી લેવા પણ તાકીદ આ વાતચીત દરમ્યાન કરી હતી.

ગામોના સરપંચો એ મુખ્ય મંત્રી એ તેમની સાથે સીધી વાતચીત કરી ગામની પરિસ્થિતિ ની રજેરજ માહિતી મેળવી તેની આગવી સંવેદનશીલતા ની અનુભૂતિ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા દરેક ગામમાં લેવાઈ રહેલા સૌના આરોગ્ય સુખાકારી ના પગલાંઓ અનાજ નો પૂરતો જથ્થો સાફ સફાઈ વગેરે અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
First published: April 4, 2020, 9:27 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading