કોરોના વાયરસ vs ગુજરાત: સોમવારથી covid-19નો હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાશે


Updated: March 22, 2020, 11:02 PM IST
કોરોના વાયરસ vs ગુજરાત: સોમવારથી covid-19નો હાઉસ ટુ હાઉસ સર્વે હાથ ધરાશે
ફાઈલ તસવીર

આ માટે રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે દ્વારા જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જાહેરનામું બહાર પાડવા સૂચના આપવા આવી છે.

  • Share this:
ગાંધીનગરઃ ગુજરાતમાં (Gujarat) દિવસેને દિવસે વધી રહેલા કોરના વાયરસના પોઝિટીવ કેસના પગલે હવે રાજ્યના આરોગ્ય વિભાગ (health Department) દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વે (House to House Survey) કરવા હાથ ધરવામાં આવશે. આ માટે રાજ્યના આરોગ્ય કમિશનર જય પ્રકાશ શિવહરે દ્વારા જિલ્લા કલેકટર, મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા વિકાસ અધિકારીને પત્ર લખી જાહેરનામું બહાર પાડવા સૂચના આપવા આવી છે.

covid-19 અંતર્ગત તેના અટકાયત માટે ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેમાં તારીખ 23.03.2020, સોમવારથી હાઉસ ટુ હાઉસ સર્વે કરવામાં આવનાર છે. સદર સર્વે ટેકો એપ મારફતે કરવાનો રહેશે. જેમાં નીચેની સૂચનાઓ ધ્યાનમાં રાખવાની રહેશે.

આપની ટેકો પ્લસ એપ અપડેટ કરવાની રહેશે.  ટેકો પ્લસ એપમાં આઈ.ડી.એસ.પીનો આઇકોન દેખાશે. કેવી રીતે સર્વે કરવો તથા એન્ટ્રી કરવી તે માટે guideline તથા વીડિયો સામેલ છે. સર્વેમાં સૌપ્રથમ વિદેશથી આવેલ વ્યક્તિઓને અગ્રતા આપવાની રહેશે અને પછી તમામ વસ્તીનો સર્વે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વિદેશી આવેલ વ્યક્તિઓની યાદી જિલ્લામાં ડેશબોર્ડ અને ફિલ્ડ વર્કર્સના મોબાઇલમાં ઉપલબ્ધ છે. અને તે અંતર્ગત કરવાની કામગીરીની guideline પણ સામેલ છે.

તમામ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા તથા કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ દ્વારા સર્વે માટે માઈક્રો સર્વેમાં બે વ્યક્તિઓની એક ટીમ રાખવાની રહેશે જેમાં એક કર્મચારી પેરામેડિકલ સ્ટાફ તથા એક કર્મચારી નોન પેરા મેડિકલ સ્ટાફ લખવાના રહેશે.

પેરામેડિકલ સ્ટાફ માં FHW, MPHW તથા આશા પ્લાનિંગ કરવાનું રહેશે.
બહેનો નો સમાવેશ થાય છે, નોન પેરા મેડિકલ સ્ટાફ કર્મચારીમાં શિક્ષણ સ્ટાફ, આંગણવાડી વર્કર અથવા અન્ય વિભાગના કર્મચારીને રાખવાના રહેશે.દરેક જિલ્લામાં કલેકટરશ્રી તથા કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા આ કાર્યક્રમનું કોઓર્ડિનેશન કરવાનું રહેશે. સર્વે દરમિયાન મળેલ શંકાસ્પદ કેસોનો મેડિકલ ઓફિસર દ્વારા ઓપીડી મોડ્યુલમાં એન્ટ્રી કરવાની રહેશે.
First published: March 22, 2020
વધુ વાંચો
अगली ख़बर