કોરોના વાયરસના સંક્રમણની પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ને સહાયરૂપ બનવા રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોએ તેમનો એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહત નિધિમાં જમા કરાવવાનો નિર્ણય લીધો છે આ શિક્ષકો એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45. 34 કરોડની રકમ જમા કરાવશે.
રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત નગરપાલિકાઓ હસ્તકની પ્રાથમિક શાળાઓના અંદાજે 2.13 લાખ પ્રાથમિક શિક્ષકો તેમના એક દિવસના પગાર ની રૂપિયા 34.20 કરોડની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં જમા કરાવશે.
જ્યારે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 63,000 શિક્ષકો એક દિવસના પગાર પેટે રૂપિયા 11.16 કરોડ સાથે કુલ રૂપિયા 45 .34 કરોડની રકમ મુખ્યમંત્રીશ્રીના રાહત નિધિમાં જમા કરાવશે .
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ શિક્ષક સમુદાયને એક દિવસના પગારની રકમ મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવી સહાયરૂપ બનવા ની સંવેદના દર્શાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.