રુપાણી સરકારનો મોટો નિર્ણય: પહેલી મેથી 18વર્ષ કે તેથી વધુ વયના લોકોને મફતમાં કોરોના વેક્સિન અપાશે 

રુપાણી સરકારનો મોટો નિર્ણય: પહેલી મેથી 18વર્ષ કે તેથી વધુ વયના લોકોને મફતમાં કોરોના વેક્સિન અપાશે 
ફાઈલ તસવીર

વેક્સિન કોર કમિટીની બેઠકમાં લેવાયો મહત્વનો નિર્ણય લેવાયો. 1લી મેથી બીજા તબક્કાના રસીકરણમાં 18 કે તેથી વધુ વયના લોકોને મફતમાં રસી મૂકવામાં આવશે.

  • Share this:
ગાંધીનગરઃ કોરોના વેક્સિનના રસીકરણના (corona vaccination campaign) ત્રીજા તબક્કામાં 18 કે તેથી વધુ વયના લોકોને રસી આપવામાં આવશે . ત્રીજા તબક્કાના રસીકરણને લઈને ગુજરાતની રૂપાણી સરકારે (rupani Governmen) એક મહત્વનો અને મોટો નિર્ણય કર્યો છે , કે આગામી 1લી મેથી બીજા તબક્કાના રસીકરણમાં 18 કે તેથી વધુ વયના લોકોને મફતમાં રસી મૂકવામાં આવશે. કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે.

રાજ્ય સરકાર દ્વારા આ હેતુસર કોરોના વેક્સિન ડોઝ અન્વયે પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી  કોવિશિલ્ડ વેક્સિન ના 1 કરોડ ડોઝ તેમજ હૈદરાબાદ ની ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન રસી ના 50 લાખ ડોઝ  મેળવવા માટે ઓર્ડર આપી દેવામાં  આવ્યો છે અને રસી મેળવવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 6000 જેટલા સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો મારફતે  આરોગ્ય કર્મીઓ, ફ્રન્ટ લાઈન વર્કર્સ અને 45 થી વધુની વયના નાગરિકોના રસીકરણ માં ગુજરાત અગ્રેસર છે.અત્યાર સુધીમાં રાજ્યમાં રાજ્યમાં 1 કરોડ 13 લાખ જેટલા વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ આ આર્યુવેદિક દવાથી સિવિલમાં 8000 કોરોના દર્દીઓએ મેળવી રાહત, ફટાફટ તમે પણ જાણી લો

આ પણ વાંચોઃ-જામનગરઃ અનૈતિક સંબંધોનો કરુણ અંજામ, ભાભીને છરીના ઘા મારી દીયરે પણ પોતાના શરીર ઉપર ઘા મારતા મોત

આવા 18 થી 45 વર્ષની વયના લોકો એ રસીકરણ માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલ થી કરાવી શકશે  અને તેના આધાર ઉપર તેમને રસીકરણ અંગેની જાણ થયેથી રસીકરણ કરાવવાનું રહેશે.

આ પણ વાંચોઃ-રાજકોટઃ કર્ફ્યૂ દરમિયાન બર્થડે સેલિબ્રેશન કરવું ભારે પડ્યું, પોલીસપુત્ર રિઝવાન સહિત તમામ યુવકો ઝડપાયા

આ પણ વાંચોઃ-ચેતવણીરૂપ કિસ્સો! 29 વર્ષીય બહેને પોતાના નાના ભાઈના બાળકને આપ્યો જન્મ, નવજાતને કચરામાં ફેંક્યું

ઉલ્લેખનીય છે કે, અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોનાનોઆતંક વધી રહ્યો છે. ત્યારે રોજ કોરોના નવો રેકોર્ડ તોડી રહી છે. ત્યારે આજે રવિવારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 14,296 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 157 દર્દીઓના મોત નીપજ્યા છે. જ્યારે આજે 6727 દર્દીઓ કોરોનાને મ્હાત આપી હતી.રસી લેવા માટે આપે આ સ્ટેપ અનુસરવાના રહેશે

વેક્સિન ના રજિસ્ટ્રેશન માટે ના સ્ટેપ નીચે મુજબ છે.
https://selfregistration.cowin.gov.in
આ લિંક ઓપન કરી રજિસ્ટ્રેશન પોટૅલ પર જઈ રજિસ્ટ્રેશન નો વિકલ્પ પસંદ કરો.
2) તમારો મોબાઈલ નંબર આપીને ગેટ OTP પર ક્લિક કરો.
3) તમારા મોબાઈલ નંબર પર OTP આવશે, જે 180 સેકન્ડમાં સબમિટ કરવાનો રહેશે.
4) OTP સબમિટ કરતા જ નવું પેજ ખુલશે, જેમાં તમારી વિગતો ભરવાની રહેશે.
5) ફોટો આઇડી માટે આધાર ઉપરાંત ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, પાસપોર્ટ, પેન્શન પાસબુક, એનપીઆર સ્માર્ટ કાર્ડ કે વોટર આઇડી પણ માન્ય રહેશે.
6) તેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી આઇડી નંબર આપો.
7) નામ, જાતિ, જન્મ તારીખ જણાવવાની રહેશે.
8) ત્યારબાદ નજીકનું કોવિડ વેક્સિનેશન સેન્ટર પસંદ કરવાનો વિકલ્પ મળશે.
9) સેન્ટર સિલેક્ટ કર્યા બાદ તમને અનુકૂળ સમય નો સ્લોટ પસંદ કરી શકો છો.
Published by:ankit patel
First published:April 25, 2021, 23:50 pm

ટૉપ ન્યૂઝ