ખોટી રીતે ચાર્જ વસૂલ કરતી ખાનગી હૉસ્પિટલોને કાયમ માટે બંધ કરી દેવાશે : નીતિન પટેલની ચેતવણી

News18 Gujarati
Updated: June 11, 2020, 4:59 PM IST
ખોટી રીતે ચાર્જ વસૂલ કરતી ખાનગી હૉસ્પિટલોને કાયમ માટે બંધ કરી દેવાશે : નીતિન પટેલની ચેતવણી
નીતિન પટેલની ફાઈલ તસવીર

રાજ્યમાં જેને પણ જરૂરિયાત હોય તેના કોરોના ટેસ્ટ કરવામાં આવી જ રહ્યા છે. રાજ્યની ખાનગી હોસ્પિટલના એમડી અને નિષ્ણાત ભલામણ કરે તો દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવી જ રહ્યા છે.

  • Share this:
ગાંધીનગર : કોરોના વાયરસથી રાજ્ય સહિત દુનિયાના તમામ દેશ પરેશાન છે. ત્યારે રાજ્યમાં કોરોનાના ટેસ્ટીંગનો વિવાદ વકર્યો છે. આ મામલે આજે રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલે ખૂલાસો કરવા પ્રેસ કોન્ફરન્સ યોજી કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે.

આરોગ્ય મંત્રી નીતિન પટેલે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે, રાજ્યમાં જેને પણ જરૂરિયાત હોય તેના કોરોના ટેસ્ટ કરવામાં આવી જ રહ્યા છે. રાજ્યની ખાનગી હોસ્પિટલના એમડી અને નિષ્ણાત ભલામણ કરે તો દર્દીનો કોરોના ટેસ્ટ કરવામાં આવી જ રહ્યા છે.

તેમણે કહ્યું કે, આ મહામારીના સમયમા જરૂરિયાત પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેતી હોય છે. 10 ડૉક્ટરોની કમિટીએ કરેલી ભલામણોને આધારે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ડોક્ટરની કોર કમિટી સાથે બેઠક થઇ હતી.

અમદાવાદના એમ.ડી ડોક્ટરો કે તેના ઉપરના ડોક્ટરો 1400 જેટલા ડોક્ટરો કે જેવો ખાનગી પ્રેક્ટિસ કરે છે. આવા ડોક્ટરોની ભલામણ કરવામાં આવશે તો આવા ડોક્ટરોની કોરોના ટેસ્ટિંગ કરી શકાશે. અમદાવાદના એમ.ડી જે કોઈપણ નાગરિક પોતાની શારીરિક ચકાસણી માટે કોરોના છે કેમ કે બીજા કોઈ લક્ષણો છે કેમ ડોક્ટરો જોશે, ત્યારબાદ તેમને લાગશે કે, ટેસ્ટ કરાવવો જરૂરી છે તેવા વ્યક્તિને ડોક્ટરની ભલામણને આધારે બીજી ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરી શકાશે.

આ સિવાય નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યમાં કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા કોરોનાની સારવારના નામે ખોટા બીલો બનાવવામાં આવે છે અને દર્દીઓ પાસે વધારાના ચાર્જ વસુલવામાં આવે છે. કોરોના દર્દીને જે ઈન્જેક્શન સરકાર દ્વારા સસ્તી કિંમતમાં આપવામાં આવે છે, તેનો ખાનગી હોસ્પિટલો દ્વારા વધારે ચાર્જ વસુલવામાં આવે છે. જે પણ હોસ્પિટલો વધારે ચાર્જ ઉઘરાવતી હશે, તે હોસ્પિટલો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, અને આવી હોસ્પિટલને કાયમી બંધ કરી દેવામાં આવશે.
First published: June 11, 2020, 4:01 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading