Big news: સોમવારે 5 એપ્રિલથી રાજ્યમાં 1થી 9 ધોરણનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવા આદેશ

Big news: સોમવારે 5 એપ્રિલથી રાજ્યમાં 1થી 9 ધોરણનું ઓફલાઈન શિક્ષણ બંધ કરવા આદેશ
પ્રતિકાત્મક તસવીર

થોડા સમય અગાઉ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યા હતો. અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલું પણ કરી દેવામાં આવ્યું હતું.

  • Share this:
ગાંધીનગરઃ કોરોનાના (corona) દૈનિક કેસોમાં આજે ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે (Indian) પહોંચી જવા પામ્યું છે . ત્યારે ગુજરાતમાં (Gujarat) પણ દિવસેને દિવસે સ્થિતિ વધુ બેકાબુ બની રહી છે. તેવા સમયે સતત વધી રહેલા કોરોના સંક્રમણને કારણે રાજ્ય સરકારે (Government) આજે મોડી સાંજે ધોરણ- 1થી 9 તમામ શાળાઓ (school closed) બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

સરકાર દ્વારા આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી તમામ શાળાઓ બંધ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના (CM vijay rupani) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.



થોડા સમય અગાઉ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યા હતો. અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલું પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રાજયની સંખ્યાબંધ શાળાઓમાં વિધાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થતાં સરકાર અને વાલીઓની ચિંતામાં વધારો થયો હતો.

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

આ પણ વાંચોઃ-કચ્છઃ ગુજસીટોકના આરોપી નિખિલ દોંગાને પોલીસે ફરી દબોચી લીધો, 4 અધિકારી અને કર્મચારી સસ્પેન્ડ

એક સપ્તાહથી વાલીઓ પણ પોતાના બાળકોને શાળાએ મોકલવાના બંધ કર્યા હતા. તો કેટલાક કિસ્સામાં શિક્ષકો ખુદ બાળકોને સલામતી માટે ઘરે રહેવા મૌખિક સુચના આપી રહ્યા હતા.

આ પણ વાંચોઃ-સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને સગીર પુત્રીની કરી હતી હત્યા, કોર્ટે બંનેને ફટકારી ફાંસીની સજા, શું હતી આખી ઘટના?

આ પણ વાંચોઃ-રાજકોટઃ વ્યાજના વિષ ચક્રમાં યુવક જબરો ફસાયો, મમ્મીના 20 તોલા દાગીના સામે 10 ટકા વ્યાજે લીધા પૈસા

ચોમેરથી શાળાઓ બંધ કરવાની ઉઠી રહેલી માંગ વચ્ચે આજે રાજ્ય સરકારે ધોરણ -1થી 9ની સરકારી તેમજ ખાનગી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હજુ પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.



ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ નિર્ધારિત સમયે યોજાશે તે અંગે પણ વાલીઓ અને વિધાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે.  હાલ ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ બંધ કરાયુ છે પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.
Published by:ankit patel
First published:April 03, 2021, 21:08 pm

ટૉપ ન્યૂઝ