Home /News /north-gujarat /Corona Effect: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધો.1થી 9ના વર્ગો 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

Corona Effect: ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધો.1થી 9ના વર્ગો 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન શિક્ષણ અપાશે

આવી સ્થિતિમાં રજાઓનો સદુપયોગ કરવા અને વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે  વિદ્યાર્થીઓને ગીતાના અધ્યાય શીખવવાનું નક્કી કર્યું છે. વધુમાં કહયું હતું કે  આ માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને તેમાં વિદ્યાર્થીઓને જોડવામાં આવી રહ્યા છે. રજાઓ શરૂ થતાની સાથે જ ઓનલાઈન પ્લેટફોર્મ પર દરરોજ એક કલાક વર્ગો ચલાવવામાં આવશે અને ગીતાના પાઠ ભણાવવામાં આવશે. પ્રતિકાત્મક તસવીર

Gujarat Education news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM bhupedra Patel) સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી9ના વર્ગોમાં (1 to 9 class) આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન (Off line education) બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

વધુ જુઓ ...
    ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના (coronavirus case) કેસોમાં ઘટાડો નોંધાયો છે. જોકે, મુખ્યમંત્રીના (Gujara CM) અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM bhupedra Patel) સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ 1થી9ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ (1to 9 online education) એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

    રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

    આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે.

    કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

    આ પણ વાંચોઃ-Crime News: પરિણીત મહિલાને રાતે મળવા પહોંચ્યો યુવક, લોકેએ માર મારી આંખમાં નાંખ્યું તેજાબ

    ગુજરાતમાં કોરોના કેસોમાં ઘટાડો નોંધાયો
    ગુજરાતમાં રહેતા લોકો માટે રાહતના સમાચાર આવી ગયા છે. કોરોના વાયરસના કેસોમાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 6679 કેસ નોંધાયા હતા. જ્યારે મોતની સંખ્યામાં વધારો થઈને આજે કુલ 35 લોકોના મોત નીપજ્યા હતા. 24 કલાકમાં 14171 દર્દીઓ સાજા થયા છે આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 91.88 ટકા નોંધાયો હતા.

    આ પણ વાંચોઃ-Ahmedabad news: ઐયાશી પતિની કરતૂતોથી બીજી પત્ની પણ કંટાળી, હરકતો જાણી લાગશે નવાઈ

    રાજ્યમાં વિવિધ જિલ્લા અને મહાનગરપાલિકાઓમાં કોરોના આંકડાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2350 કેસ, વડોદરા કોર્પોરેશનમાં 809, રાજકોટ કોર્પોરેશનમાં 602, ગાંધીનગર કોર્પોરેશનમાં 288, સુરત કોર્પોરેશનમાં 277 વડોદરામાં 236, કચ્છમાં 211, રાજકોટમાં 175, પાટણમાં 146, મહેસાણામાં 144, સુરતમાં 141, મોરબી 135, જામનગર કોર્પોરેશનમાં 113, ગાંધીનગરમાં 104, બનાસકાંઠા 96, નવસારીમાં 89 કેસ નોંધાયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: Coronavirus, Covid-19 Case, Gujarati news, Online Education

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन