રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો : 24 કલાકમાં 19નાં મોત, 226 વધુ પોઝિટિવ કેેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાએ ભરડો લીધો : 24 કલાકમાં 19નાં મોત, 226 વધુ પોઝિટિવ કેેસ નોંધાયા
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના કહેર યથાવત, અમદાવાદમાં 164 નવા કેસ નોંધાયા, રાજ્યમાંથી 40 દર્દીઓને આજે સાજા થવાના કારણે રજા અપાઈ

 • Share this:
  ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. રાજ્યમાં 28મી એપ્રિલે રાત્રે 8.00 વાગ્યાની સ્થિતિ મુજબ 226 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 24 કલાકમાં અમદાવાદમાં 164 વધુ કેસ નોંધાતા રાજ્યમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. રાજ્યમાં કોરોના વાયરની સારવાર લઈ રહેલા 40 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજયમાં કોરોનાની સારવાર લઈ રહેલા 3125 દર્દીઓની હાલત સ્થિર છે.  24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસની સારવાર લઈ રહેલા 19 દર્દીઓનાં મોત થતા હાહાકાર મચી ગયો છે.

  આજે સાંજ સુધી છેલ્લા 24 કલાક દરમ્યાન રાજ્યમાં નવા કુલ 226 કેસ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ અમદાવાદમાંથી 164, સુરતમાં 14, વડોદરામાં 15, ગાંધીનગરમાં 6, આણંદમાં 9, ભરૂચમાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 6, રાજકોટમાં 9 કેસ નોંધાયા છે. અમદાવાદ ગુજરાતનું કોરોનાનું કેન્દ્ર બની ગયું છે. અહીં કોરોનાને કાબુમાં લેવો એક પડકાર બની ગયો છે.  આ પણ વાંચો :  ડાંગ : કોરોનાના કહેરની વચ્ચે પાણી માટે વલખાં, આદિવાસી બહેન-દીકરીઓની તસવીરો હચમચાવી નાખશે

  24 કલાકમાં તમામ મોત અમદાવાદમાં થતા હાહાકાર, કુલ મોત 128

  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના કારણે 19 લોકોનાં મોત થયા છે. આ તમામ મોત અમદાવાદમાં નોંધાયા હોવાના કારણે હાહાકાર મચી ગયો છે. અમદાવાદ શહેર રાજ્યનું કોરોનાનું અગત્યનું હોટસ્પોટ બની રહ્યું છે. એક બાજુ સરકારે આપેલા લૉકડાઉનની મુદત સમાપ્ત થવામાં માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે આ કેસો નોંધાતા સૌથી વધુ ગંભીર સ્થિતિ અમદાવાદની છે.

  રાજ્યમાં 28મી એપ્રિલે સાંજે 5.00 વાગ્યા સુધી નોંધાયેલા કેસની વિગતો


   લક્ષણો ન ધરાવતા દર્દીઓને ઘરે આઇસોલેશનમાં રખાશે

  રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યું કે રાજ્યમાં હવેથી કેન્દ્રીની સૂચના મુજબ જે પોઝિટિવ દર્દીઓમાં લક્ષણો નહીં હોય તેમને શરતોને આધીન પોતાના ઘરે જ આઇસોલેશનમાં રાખવામાં આવશે. આ સુવિધાનો પણ ગુજરાતમાં પ્રારંભ કરવામાં આવશે.

  આ પણ વાંચો :  સુરત : લૉકડાઉનમાં થયેલા ઝઘડામાં યુવકની હત્યા, માતાનો વિલાપ 'મારા જીગરનો ટૂકડો લઈ લીધો'

  અમદાવાદમાં 2543 પોઝિટિવ કેસ, 241 ડિસ્ચાર્જ

  રાજ્યમાં કોરોનાના હોટસ્પોટ સમાન અમદાવાદ જિલ્લામાં અત્યારસુધીમાં 2573 સંક્રમિતો કોરોનાના ચોપડે ચઢી ગયા છે જ્યારે 241 દર્દીઓ આ સંક્રમણમાંથી મુક્ત થઈને ઘરે પણ જતા રહ્યા છે. કોરોનાના આ કહેર વચ્ચે રાજ્યમાં નોંધાયેલા કેસોમાંથી અમદાવાદ શહેરમાં 128 લોકોનાં મોત પણ થઈ ગયા છે.
  Published by:News18 Gujarati
  First published:April 28, 2020, 19:40 pm

  ટૉપ ન્યૂઝ