ગાંધીનગર: CM નિવાસસ્થાને કોરોનાના દસ્તક, રસોઈયા મહારાજ થયા કોરોના સંક્રમિત

ગાંધીનગર: CM નિવાસસ્થાને કોરોનાના દસ્તક, રસોઈયા મહારાજ થયા કોરોના સંક્રમિત
મુખ્યમંત્રી વિજય રૂપાણી (ફાઇલ તસવીર)

Gujarat Coronavirus Cases: સીએમ હાઉસના રસોઈયા મહારાજના પુત્રનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો, મહારાજને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા.

  • Share this:
    ગાંધીનગર: રાજ્યમાં કોરોના (Coronavirus Cases)ના કહેર ચાલી રહ્યો છે. હવે કોરોનાએ રાજ્યના મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે દસ્તક દીધા છે. મળતી માહિતી પ્રમાણે સીએમ નિવાસસ્થાન (CM House) ખાતે કામ કરી રહેલા રસોઈયા (Cook) મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. સંજય મહારાજ (Sanjay Maharaj) નામના રસોઈયા કોરોના સંક્રમિત થયા છે. મહારાજનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ મહારાજના પુત્રનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે.

    પાટનગરમાં ગાંધીનગરમાં કોરોના વિસ્ફોટ?



    રાજ્યના પાટનગર ગાંધીનગર (Coronavirus Cases in Gandhinagar)માં કોરોનાની સ્થિતિ ગંભીર બની હોવાની ચાડી ખાતી એક તસવીર વાયરલ (Viral Photo) થઈ છે. સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થયેલા તસવીર પ્રમાણે એક જ એમ્બ્યુલન્સમાં ચાર કોરોનાગ્રસ્ત મૃતદેહ લઈ જવામાં આવી રહ્યા છે. બીજી તરફ છેલ્લા ત્રણ દિવસમાં સરકારી ચોપડે ગાંધીનગરમાં કોરોનાથી એક પણ મોત નોંધાયું ન હોવાની માહિતી મળી છે. આ તસવીર વાયરલ થયા બાદ અનેક સવાલો ઊભા થયા છે. આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે.

    નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

    અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. વધતા કેસોની સાથે આરોગ્ય તંત્રની ચિંતા પણ વધી છે. આ સમયે ગાંધીનગરની એમ્બ્યુલન્સમાં ચાર મૃતદેહ લઈ જવા મામલે વાયરલ થયેલા ફોટા મામલે આરોગ્ય મંત્રી નીતિન પટેલે તપાસના આદેશ આપ્યા છે. આ સાથે ખોટા સમાચાર વાયરલ કરનારાઓને નોટિસ આપવાની સૂચના પણ તેઓએ આપી છે. ગાંધીનગર ખાતે કોરોનાના કેસની વાત કરવામાં આવે તો અહીં અત્યાર સુધી કુલ 6,347 કેસ નોંધાયા છે. જિલ્લામાં કુલ 99 લોકોનાં મોત થયા છે. 5,566 લોકોને સારવાર બાદ હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

    આ પણ જુઓ-

    ગુજરાતમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લાગે: વિજય રૂપાણી

    ગુજરાતમાં ફરીથી લૉકડાઉન કે પછી કર્ફ્યૂ લગાવવાની સંભાવના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નકારી કાઢી છે. ગાંધીનગર ખાતે મીડિયાને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, "હાલ ચાર મહાનગરમાં રાત્રી કર્ફ્યૂ ચાલી રહ્યો છે. કોરોનાની મહામારીને રોકવા માટે સરકાર કટિબદ્ધ છે. ગુજરાતમાં પરિસ્થિતિ એટલી ખરાબ નથી, માટે લોકોએ ડરવાની જરૂર નથી. લોકો બહાર નીકળતી વખતે અવશ્ય માસ્ક પહેરે અને અન્ય માર્ગદર્શિકાનું પાલન કરે તે જરૂરી છે. આ ઉપરાંત લોકો લૉકડાઉન અંગે ફરી રહેલી અફવાઓ પર ધ્યાન ન આપે. રાજ્યમાં લૉકડાઉન કે કર્ફ્યૂ નહીં લગાવવામાં આવે."
    Published by:Vinod Zankhaliya
    First published:November 26, 2020, 16:45 pm