'મોટા ઉપાડે આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી, પરંતુ બેન્કોએ વેપારીઓને ફોર્મ આપવાનું જ બંધ કરી દીધુ'


Updated: June 12, 2020, 4:37 PM IST
'મોટા ઉપાડે આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી, પરંતુ બેન્કોએ વેપારીઓને ફોર્મ આપવાનું જ બંધ કરી દીધુ'
પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નિશિત વ્યાસ

તેમણે વધુમાં કહ્યું હતું કે, સહકારી બેંકોને લૉન ધારકો લૉન પરત કરશે કે કેમ તેને લઈ આશંકિત હોવાથી ફોર્મ આપતી નથી.

  • Share this:
ગાંધીનગર : કોરોનાની મહામારીને રોકવા માટે લોકડાઉનનો સમગ્ર દેશમાં અમલ કરાયો હતો. જેને પરિણામે સમગ્ર રાજ્યના ઉદ્યોગ ધંધાને અસર થઈ હતી. જેને ઉગારવા માટે રાજ્ય સરકારે 14 હજાર કરોડનું આર્થિક સહાય પેકેજ જાહેર કર્યું હતું. જેમાં નાના વ્યવસાયકારોને 25 હજારથી 1 લાખ રૂપિયાની લૉન સહકારી બેંકો, ક્રેડિટ સોસાયટીઓના માધ્યમથી આપવામાં આવશે.

જોકે અમદાવાદમાં એડીસી બેન્ક દ્વારા અત્યાર સુધી 36000 ફોર્મનું વિતરણ કરાયું છે. અત્યારે એડીસી બેન્ક દ્વારા અમદાવાદમાં આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ બંધ કરી દેવાયું છે, એમ પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી નિશિત વ્યાસે કહ્યું હતું .તેમણે વધુમાં કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા મોટા ઉપાડે આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી દેવાઈ છે, પણ સહકારી બેંકોને લૉન ધારકો લૉન પરત કરશે કે કેમ તેને લઈ આશંકિત હોવાથી ફોર્મ આપતી નથી.

રાજ્યમાં સહકારી બેંકો દ્વારા માત્ર 2 ટકાના નજીવા દરે નાના વ્યવસાયકારો અને નોકરિયાતો માટે 25 હજારથી લઈ 1 લાખ રૂપિયાની લૉન આપવામાં આવશે, તેવી જાહેરાત સરકાર દ્વારા કરાઈ હતી. એટલું જ નહીં જામીન વગર લૉન મળશે. જાહેરાત બાદ .મોટી આશાઓ સાથે લોકોએ રાજ્યની સહકારી બેંકોમાં વહેલી સવારથી જ લાઈનો લગાવી હતી. અમદાવાદમાં એડીસી બેન્કની 200 જેટલી બ્રાન્ચ દ્વારા 36 હજાર જેટલા ફોર્મનું વિતરણ કરાયું છે. મહત્વની વાત તો એ છે કે, સહકારી બેંકોએ બહાર પાડેલ ફોર્મમાં મિલકત ધરાવતા બે જામીન દારો, પે સ્લીપ, પાન કાર્ડ, આધાર કાર્ડ સહિત આવકના પુરાવાઓ માંગ્યા હતા.

આત્મનિર્ભર યોજનાના ફોર્મ મળતા ન હોવા બાબતે ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક અને એડીસી બેન્કના ચેરમેન અજય પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો. જેમાં તેમણે ફોર્મ બાબતે જવાબ આપ્યો ન હતો. આ ઉપરાંત રાજ્યની સહકારી બેંકોએ કેટલા ફોર્મનું વિતરણ કર્યું કેટલા લોકોના ફોર્મ પરત આપ્યા કેટલા લોકોને લૉન આપી સહિતના પ્રશ્નો બાબતે સરકાર જવાબ આપશે મને કંઈ ખબર નથી. ત્યારે નોંધનીય છે કે, 31 ઓગસ્ટ સુધીમાં આત્મનિર્ભર યોજનાના ફોર્મ ભરીને પરત કરવાની અંતિમ તારીખ છે, પણ અત્યારથી જ સહકારી બેંકોએ નાના વ્યસાયકારોને લૉન ના આપવી પડે તે માટે ફોર્મ આપવાનું બંધ કરી દીધું છે. જેનો બેન્કના ચેરમેન અજય પટેલ પાસે જવાબ નથી.
First published: June 12, 2020, 4:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading