બજેટ સત્ર: વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યો પ્રથમ વખત ઉગ્ર જોવા વળ્યા

બજેટ સત્ર: વિધાનસભામાં કૉંગ્રેસના ધારાસભ્યો પ્રથમ વખત ઉગ્ર જોવા વળ્યા
ઋત્વિક મકવાણા, અમિત ચાવડા (ફાઇલ તસવીર)

કૉંગ્રેસ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને અમિત ચાવડાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછેલા પ્રશ્ન મામલે ઉગ્ર જણાય હતા.

  • Share this:
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર (Budget session) દરમિયાન આજે પહેલી વખત વિધાનસભા ગૃહમાં કૉંગ્રેસ પક્ષના ધારાસભ્યો (Congress MLAs) ઉગ્ર થયેલા જોવા મળ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં મળેલી કારમી હાર બાદ કૉંગ્રેસના ધારાસભ્યો વિધાનસભામાં બિલકુલ નીરસ જણાતા હતા પરંતુ આજે બજેટ સત્રમાં કૉંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Rutvik Makwana) અને અમિત ચાવડા (Amit Chavda)ના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન પૂછેલા પ્રશ્ન મામલે ઉગ્ર જણાય હતા.

કૉંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ગ્રાન્ટ ઇન એઇડના છાત્રાલયોમાં પગાર વધારાના અંગે પ્રશ્નો પૂછતાં મંત્રી અને ધારાસભ્ય વચ્ચે ગૃહમાં શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. આ સમયે ઋત્વિક મકવાણાએ સાવરકર અંગ્રેજીકાળ દરમિયાન અંગ્રેજો પાસે 60 રૂપિયા લઈ દલાલી કરતાનું વિવાદિત નિવેદન કર્યું હતી. જે બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષને ઋત્વિક મકવાણાનું નિવેદન રેકોર્ડ પરથી દૂર કરવા અને માફી માંગવાની દરખાસ્ત કરી હતી.આ પણ વાંચો: Explained: શેરબજારમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે તમારો પોર્ટફોલિયો કેવો હોવો જોઈએ?

નાયબ મુખ્યમંત્રીનું કહેવું હતું કે વીર સાવરકરે સ્વતંત્ર સેનાની હતા. તેમનું અપમાન ચલાવી ન લેવામાં આવે. વિધાનસભા અધ્યક્ષ આ શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવા અને ઋત્વિક મકવાણીને લેખિતમાં જવાબ અને માફી માંગવા પણ સૂચન કર્યું હતું. આ મામલે કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહે પણ ગૃહમાં કહ્યું કે, વીર સાવરકર એવા સ્વતંત્ર સેનાની હતા. જેમને બે-બે વખત ફાંસી આપવાનો અંગેજોએ નિર્ણય લીધો હતો. તેમનું અપમાન સહન ન થઈ શકે.

આ પણ વાંચો: ગુજરાતમાં રસીકરણ વધારીશું, લોકો બિનજરૂરી બહાર ન નીકળે: વિજય રૂપાણી

આણંદ જિલ્લામાં સરકારી હૉસ્પિટલ મામલે કૉંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડાએ આરોગ્ય મંત્રી નીતિન પટેલેને શાબ્દિક ઈશારો કરતા કહ્યું કે, આણંદ છેલ્લા 25 વર્ષથી ટૂંકા માણસોની લાંબી દ્રષ્ટિ જોઈ રહ્યું છે. તેમણે ખાતમુહૂર્ત તો કર્યું પણ હજુ સુધી આણંદ જેવા વિકસિત જિલ્લામાં હૉસ્પિટલ નિર્માણના ઠેકાણા નથી. તેનો જવાબ આપતા નીતિન પટેલે કહ્યું કે, અમિત ચાવડા ગપ્પા મારે છે. દાદા વખતથી ગપ્પા મારે છે. મેં આણંદ જિલ્લાની કોઈ હૉસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું જ નથી.

આ પણ વાંચો: ભાવનગર: યુવકે ધોરણ-12ની વિદ્યાર્થિનીને ફસાવી દુષ્કર્મ આચર્યું, 10 તોલા ઘરેણા પણ પડાવી લીધા

અમિત ચાવડાના દાદા અંગે વ્યક્તિગત ટિપ્પણી કરવામાં આવતા કૉંગ્રેસના તમામ ધારાસભ્યોએ વેલમાં આવી ગયા હતા અને નારેબાજી કરી હતી. જે બાદમાં ધાનસભા અધ્યક્ષે બજેટ સત્ર પહેલી વખત ગૃહને 12 મિનિટ મુલતવી કરવું પડ્યું હતું. ત્યાર બાદ કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં મુલાકાત કરી હતી. જે બાદમાં ગૃહ ચાલુ થતા વિધાનસભા અધ્યક્ષે દાદા શબ્દ અસંસદીય ગણીને રેકર્ડ પરથી કાઢી નાખવા સૂચન કર્યું હતું.

વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલ મર્યાદા ચૂક્યા છે તેવું નિવેદન કર્યું હતું. સાથે જ તેમણે કહ્યુ હતુ કે, તેમણે માફી માંગવી જોઈએ. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ગૃહમાં જવાબ આપતા જણાવ્યું કે, તમારી આગલી પેઢીએરાજ કર્યું છે એમ કહ્યું છે. કોઇના દાદાનું નામ આપીને નથી કહ્યું.
Published by:Vinod Zankhaliya
First published:March 18, 2021, 14:29 pm

ટૉપ ન્યૂઝ