ગાંધીનગર : કૉંગ્રેસના MLAએ ઓક્સીજન અને વેન્ટિલેટર માટે માંગી 25 લાખની ગ્રાન્ટ, કલેક્ટરને લખ્યો પત્ર

ગાંધીનગર : કૉંગ્રેસના MLAએ ઓક્સીજન અને વેન્ટિલેટર માટે માંગી 25 લાખની ગ્રાન્ટ, કલેક્ટરને લખ્યો પત્ર
સીજે ચાવડાની ફાઇલ તસવીર

MLA ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા રજૂઆત કરી, ગાંધીનગર સિવિલ ખાતે કોરોના પેશન્ટ માટે ઓક્સિજનની સગવડ અને નવા વેન્ટીલેટર માટે રૂ 25 લાખ ફાળવી આપવા જણાવ્યું 

  • Share this:
ગાંધીનગર : ગાંધીનગર (Gandhinagar) ઉત્તરના કોંગી ધારાસભ્ય (Congress MLA) ડૉ.સી.જે.ચાવડાએ (Dr. C.J. Chavada) ગાંધીનગર કલેક્ટર કુલદીપ આર્યને એક પત્ર લખ્યો છે .અને  વર્ષ 2021-22ની MLA ગ્રાન્ટમાંથી સરકાર પાસે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની (MLA Grant) ફાળવણી કરવા પત્ર લખી રજૂઆત કરી છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાએ માઝા મૂકી દીધી છે . તબીબી સારવાર મેળવવા માટે હોસ્પિટલો આગળ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે .કોરોનાનું સંક્રમણ વધતા વધુને વધુ લોકો કોવિડના ટેસ્ટ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે.

નગરજનોને પૈસા ખર્ચે પણ જરૂરી તબીબી સારવાર તેમજ આરટીપીસીઆરના રિપોર્ટ સમયસર મળી રહ્યા નથી.ત્યારે ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય ડૉ . સી . જે . ચાવડા એગાંધીનગર કલેક્ટરને પત્ર લખ્યો છે . જેમા વર્ષ  2020-22ની MLA ગ્રાન્ટમાંથી સરકાર પાસે 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. તેમણે ગાંધીનગર સિવિલ ખાતે કોરોના પેશન્ટની સારવાર માટે ઓક્સિજનની સગવડ અને નવા વેન્ટીલેટર માટે રૂ. 25 લાખ ફાળવી આપવા જણાવ્યું છે.આ પણ વાંચો : સુરત : સરથાણામાં અસામાજિક તત્વો વચ્ચે ધીંગાણું, મારામારીનો CCTV વીડિયો થયો Viral

ગાંધીનગરમાં દિવસેને દિવસે સંક્રમણના કેસ નવા રેકોર્ડ સ્થાપી રહ્યા છે . હોસ્પિટલો તેમજ લેબોરેટરી અને દવાની લાઈનોમાં લોકોને કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી રહી હોવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી બીજી તરફ શહેરના મુક્તિધામમાં પણ મૃતદેહોની અંતિમવિધિ માટે ટોકન આપતા હોવાથી મૃતદેહોને મુક્તિ મેળવવા માટે પણ કતારમાં લાગી જવાની ફરજ પડી છે.

કોરોના રસી લેવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર પણ કતારો લાગતા નગરજનો રસી લેવા માટે પણ ફફડી રહ્યા છે . કોરોનાની  રસી લેવા જતા કોરોનાનું સંક્રમણ ઘરે લઈને ના પહોંચી જઈએ તેવી બીક લોકોમાં ફેલાઈ ગઈ છે .જેના કારણે તંત્રના અથાગ પ્રયત્ન હોવા છતાં રસીકરણ અભિયાનને જોઈએ તેવી સફળતા મળી રહી નથી.

આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

આવા સંજોગો વચ્ચે ગાંધીનગર ઉત્તરના કોંગી ધારાસભ્ય ડૉ . સી જે ચાવડાએ ગાંધીનગર કલેક્ટરને પત્ર લખ્યો છે . ને જાહેર જનતાને સહાયરુપ થવા માટેએમએલએ ગ્રાન્ટ ફાળવવા વિનંતી કરી છે.
Published by:Jay Mishra
First published:April 20, 2021, 00:17 am

ટૉપ ન્યૂઝ