રાજ્યસભાની ચૂંટણી : કોંગી ધારાસભ્ય કોટવાલનો દાવો, 'મને પણ ભાજપે ઓફર કરી હતી'

News18 Gujarati
Updated: February 25, 2020, 5:53 PM IST
રાજ્યસભાની ચૂંટણી : કોંગી ધારાસભ્ય કોટવાલનો દાવો, 'મને પણ ભાજપે ઓફર કરી હતી'
અશ્વિન કોટવાલનો દાવો છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા ધારાસભ્યો પ્રજા વચ્ચે જઈ નથી શકતા

રાજ્યમાં આગામી 26મી માર્ચના રોજ રાજ્યસભાની ચાર બેઠકોમાં મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પહેલાં જ રાજ્યમાં રાજકારણની સોગઠીઓ ખેલાવા લાગી છે

  • Share this:
ગાંધીનગર : રાજ્યમાં આગામી 26મી માર્ચના રોજ રાજ્યસભાની ચાર બેઠકોમાં મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાશે. આ ચૂંટણી પહેલાં જ રાજ્યમાં રાજકારણની સોગઠીઓ ખેલાવા લાગી છે. ભાજપના ત્રણ અને કોંગ્રેસના એક સાંસદની ટર્મ પૂર્ણ થતા યોજાવાની ચૂંટણી પહેલાં કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે દાવો કર્યો છે કે 'ભાજપે મને પણ ઓફર કરી હતી પરંતુ હું જોડાયો નથી.'

કોંગ્રેસના મુખ્ય દંડક અશ્વિન કોટવાલે જણાવ્યું, 'આ વખતે રાજ્યસભાની ચાર બેઠકોમાંથી બે બેઠકો કોંગ્રેસના ભાગે આવે છે. બીજી વાત કહેવામાં આવે છે કે કોંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થશે પરંતુ હું માનતો નથી કે ભાજપમાં ગયેલા ધારાસભ્યોને ગુજરાતની પ્રજા સ્વીકારતી નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા લોકોના મંત્રીઓના કામો પણ થતા નથી. આ વખતે રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો એક પણ ધારાસભ્ય ખરીદી શકાશે નહીં. કોંગ્રેસ છોડી ગયેલા ધારાસભ્યો પણ કોઈને આવવા માટે ના પાડે છે. હું માનતો નથી કે આ વખતે 72માંથી કોઈ પણ ધારાસભ્ય જશે નહીં

'મને ઓફરો મળે જ છે'


હું જ્યારથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું ત્યારથી મને પણ ઓફરો આવે છે પરંતુ હું કોંગ્રેસમાં જ રહેવાનો છું અને કોંગ્રેસમાંથી ક્યાંય જવાનો નથી. કોંગ્રેસ અને મારા સમાજ સાથે છું અને રહીશ. અમારા સમાજના અનેક પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં પુરા થયા નથી.

આ પણ વાંચો :  અમદાવાદ : સોનામાં આગઝરતી તેજી વચ્ચે ખરીદી માટે ગ્રાહકોનો જુગાડ જાણી ચોંકી જશો!ભાજપ એક પણ સાંસદને રીપિટ ન કરે તેવી શક્યતા

દરમિયાન રાજ્યસભામાં હાલ ભાજપના ત્રણ સાંસદ શંભુનાથજી ટુડિયા, ચુનીભાઈ ગોહેલ અને લાલસિંહ વડોદિયાની ટર્મ સમાપ્ત થઈ રહી છે. ભાજપ તેમના એક પણ સાંસદને રીપિટ નહીં કરે તેવું સૂત્રો જણાવી રહ્યા છે. આ તરફ કોંગ્રેસના સાંસદજ મધુ સુદન મિસ્ત્રીની પણ ટર્મ પૂર્ણ થઈ રહી છે.

આ પણ વાંચો :  મોરબી : ઉદ્યોગપતિની આંખમાં મરચું છાંટી ધોળે દિવસે 18 લાખ રૂપિયાની લૂંટ, લૂંટારૂઓ CCTVમાં કેદ

ભાજપના બે સાંસદ બિનહરિફ ચૂંટાઈ શકે છે

દરમિયાન ગુજરાતમાં હાલમાં વિધાનસભામાં ભાજપના 103 ધારાસભ્યો છે જ્યારે કોંગ્રેસના 73 અને બીપીટીના 2 અને એનસીપીના 1 તેમજ 1 અપક્ષ ધારાસભ્ય છે. આ સંખ્યાબળ મુજબ ભાજપ 2 બેઠકો પર બિનહરિફ ચૂંટાઈ શકે છે જ્યારે ત્રીજી બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાઈ છે.
First published: February 25, 2020
વધુ વાંચો
अगली ख़बर