BJPમાં નારાજગીનો ઉકળતો ચરૂ અમને ફાયદો કરાવશે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે : અર્જુન મોઢવાડિયા

News18 Gujarati
Updated: March 19, 2020, 1:26 PM IST
BJPમાં નારાજગીનો ઉકળતો ચરૂ અમને ફાયદો કરાવશે, કોંગ્રેસના બંને ઉમેદવાર જીતશે : અર્જુન મોઢવાડિયા
અર્જુન મોઢવાડિયાની ફાઇલ તસવીર

કોંગ્રેસના ધારાસભ્ય હવે નહીં તૂટે, ક્રોસ વોટિંગ પણ નહીં કરે, 'રિસોર્ટ રાજકારણ' ભાજપની દેન અને કોંગ્રેસની મજબૂરી : અર્જુન મોઢવાડિયા

  • Share this:
ગાંધીનગર : ગુજરાતની 4 રાજ્યસભા બેઠક (Gujarat Rajya Sabha Election) માટે ચૂંટણી જંગ જામ્યો છે. કોંગ્રેસ (Congress) પક્ષે બન્ને ઉમેદવાર યથાવત્ રાખવાની જાહેરાત કરી છે. ત્યારે ભાજપ (BJP) પણ ત્રણેય ઉમેદવાર જીતશે તેવો દાવો કરે છે. ત્યારે જોવાનું રહે છે કે આગાની 26 માર્ચ સુધીમાં શું નવા-જૂની થાય છે. શું હજુ પણ કોંગ્રેસના ધારાસભ્ય તૂટશે કે પછી ક્રોસ વોટિંગ કરશે? તેની પર સૌ નજર રાખી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણી જંગ પર ન્યુઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાનું મોટું નિવેદન આપતા કહ્યું કે, કોંગ્રેસને બન્ને બેઠક જીતનો આશાવાદ છે.

વધુમાં કોંગ્રેસ નેતા મોઢવાડિયાએ કહ્યું હતું કે રીસોર્ટ પોલિટક્સ કોંગ્રેસની મજબૂરી છે. ભાજપે ઊભી કરેલ નવી સંસ્કૃતિ ખરીદ-વેચાણ બનાવી છે. ભાજપના 'તોડોના વાયરસ'થી બચવા કોંગ્રેસના ધારાસભ્યોને જયપુર જવું પડ્યું છે. પૈસા ફેંકો અને ધારાસભ્ય-સાંસદ ખરીદવાની ઓપન નગ્ન સંસ્કૃતિ ભાજપે શરૂ કરી છે. કોંગ્રેસ પક્ષ પાસે વર્તમાન 68 ધારાસભ્ય અને એક અપક્ષ જિગ્નેશ મેવાણી સહિત 69 ધારાસભ્ય છે. જીત માટે અમારે 72 અંકગણિત જોઇએ છે. પરંતુ અમારા સહયોગી અમને મદદ કરશે. તે મુદ્દે દિલ્હી હાઇ કમાન્ડના ચર્ચા ચાલી રહી છે.

વધુમાં મોઢવાડિયા કહ્યું હતું કે ભાજપ ભલે જીતવો દાવો કરે પણ તેમની પાસે પણ ત્રીજા ઉમેદવારના જીતનું અંક ગણિત નથી. તેમ છતાંય ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનને ઉતાર્યા છે. હાલ કોંગ્રેસ કરતાં ભાજપમાં અસંતોષની જ્વાળા મોટી લાગી છે. ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજીએ ગૃહમાં નિવેદન આપી ભાજપમાં ચાલી રહેલા ઉકળતા ચરુનો સંકેત આપ્યો છે. એક પણ ધારાસભ્ય ક્રોસ વોટિંગ નહી કરે. ક્રોસ વોટિંગની કોઇ શક્યતા નથી. અમારા ધારાસભ્ય ગરીબ છે પણ વેચવા નથી. જે લોકો લાલચુ હતા અને ભાજપનો ભાવ સ્વીકાર્યું તે ગયા તેમને મુબારક. જે ધારાસભ્ય ગયા છે તેની હાલત ખરાબ છે. કોંગ્રેસ પાર્ટીને જીતવાનો આશાવાદ છે.

આ પણ વાંચો, રાજ્યસભા ચૂંટણીમાં અમારા ત્રણેય ઉમેદવારોની જીત નિશ્ચિત છે : CM રૂપાણીનો દાવો

નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ જીતના ઉમેદવાર તરીકે શક્તિસિંહ ગોહિલને ઉતાર્યા છે. બીજા નંબરે ભરતસિંહ સોલંકી છે. આથી પ્રથમ ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ જીતી શકે છે પણ ભરતસિંહ સોલંકીને જીત માટે ૩ મત વધુ જોઇએ છે. આથી ભરતસિંહ સોલંકીના હાર નિશ્ચિત માનવામાં આવે છે. તેમ છતાંય કોંગ્રેસ પક્ષ હજુ પણ મેદાન છોડવા માંગતી નથી. અને આશાવાદ રાખી રહી છે કે ભાજપમાંથી કોંગ્રેસ તરફ વોટિંગ થઇ શકે છે. તો બીજી તરફ સીએમ વિજય રૂપાણી ભાજપની ત્રણેય બેઠક જીત છે તેવો દાવો કર્યો છે.

આ પણ વાંચો, Railwayએ આજે 524 ટ્રેનોને કેન્સલ કરી, સ્ટેશન જતાં પહેલા ચૅક કરી લો યાદી
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर