રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ

News18 Gujarati
Updated: February 26, 2020, 11:55 AM IST
રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ
અમિત ચાવડા અને પરેશ ધાનાણીની ફાઇલ તસવીર.

'વર્ષ 2012માં ગુજરાતમાં તમામને પાકુ મકાન મળશે તેવી રીતે સર્વે કરાયો હતો, ફોટા પડાયા હતાં.'

  • Share this:
ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે. નાણામંત્રી નીતિન પટેલ આજે સતત આઠમીવાર બપોરે 1.15 કલાકે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ત્યારે વિપક્ષનાં નેતાઓએ ભાજપની સરકારને આડે હાથ લઇને પ્રજા માટે અને સકારાત્મક બજેટ આપવાની અપિલ કરી છે.

વિપક્ષ પ્રદેશ અધ્યક્ષ, અમિત ચાવડાએ આજના બજેટ પહેલા જણાવ્યું કે, 'ગુજરાતની સરકાર મહોત્સવો, ઉત્સવો અને તાયફાઓ પાછળ પૈસા ખર્ચવાનું બંધ કરે, સરકાર કરકસર કરે અને ગુજરાતની પ્રજાનાં માથા પર દેવું ન વધારે. સાથે સાથે ખેડૂતોનાં દેવા માફ થાય, દિવસે વીજળી મળે, દેવું નથી ચૂકવાતુ તો તેના માટે પણ ગંભીર બને. મોંઘવારી કૂદકે અને ભૂદકે વધી રહી છે. તો સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરનો કર ઓછો કરે.' વર્ષ 2012માં ગુજરાતમાં તમામને પાકુ મકાન મળશે તેવી રીતે સર્વે કરાયો હતો, ફોટા પડાયા હતાં. આજેપણ ગરીબોનાં માથા પર પાકુ મકાન નથી તો તેના માટે અપેક્ષા છે. રાજ્યમાં શિક્ષણ સારૂં, સસ્તુ અને ગુણવત્તાયુક્ત બને તથા કથળેલી આરોગ્ય સેવાઓ સારી બને. બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળે.

ટ્રમ્પનાં આવકાર પાછળ થયેલા ખર્ચ અંગે તેમણે કહ્યું કે, 'પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે તેનો હિસાબ જવાબ આપો. હાલમાં જ ટ્રમ્પ આવ્યાં તો 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો. આ રકમ ક્યાંથી આવી અને કોના માધ્યમથી ખર્ચ થઇ અને ક્યાં ખર્ચ થઇ તેનો આજદિન સુધી ક્યાંય જવાબ નથી મળતો. તે જ રીતે સરકાર આજે સ્પષ્ટ કરે કે નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે.'

આ પણ વાંચો : નીતિન પટેલે કહ્યુ, રાજ્યની 6.30 કરોડ જનતાને પસંદ પડે તેવું બજેટ હશે

ખંભાતમાં અજંપાભરી સ્થિતિ અંગે બોલતા તેમણે જણાવ્યું કે, 'આયોજનબધ્ધ રીતે ખંભાતમાં આ કાવતરૂં થયું છે. એકબાજુ ટ્રમ્પ આવે અને બધા પોલીસને અહીં બોલાવી દેવામાં આવે. ત્યારે ખંભાતમાં લેખિતમાં આપ્યું હતું તે છતાં ત્યાં ધ્યાન ન આપ્યું એટલે આવું થયું છે. તટસ્થરીતે આ અંગેનાં જવાબદારો સામે પગલા લેવાય તેવી અમારી માંગણી છે. પહેલા જેવી જ ખંભાતમાં શાંતિ અને સુરક્ષા સ્થાપાઇ તેવી સરકાર પાસે અપેક્ષા છે.'

વિપક્ષનાં નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, 'ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળ નીતિઓનાં કારણે આજે વેપાર ધંધા ભાંગીને ભુક્કો થઇ ગયા છે. રાજ્યની 42 ટકા કરતા વધુ કરની આવકો ઘટી રહી હોય તેવા આંકડા સામે આવી રહ્યાં છે. ત્યારે કુવામાં જ કાંઇ હોય તો હવેડામાં આવે તેવી હાલત છે. અમને અપેક્ષા રાખીએ કે, નાણામંત્રીનો માત્ર ભાષણનો ભંડાર ન ખુલે પરંતુ વાસ્તિવિકતાનો સ્વીકાર થાય. મંદી, મોંઘવારી, રાજ્યનાં પ્રશ્નો, બેરોજગારીનાં પ્રશ્નો નિરાકરણ થાય. સરકાર પર દબાણ બનાવીને પ્રજાનાં પ્રશ્નોનું સકારાત્મક હલ થાય તેવો અમે પ્રયત્ન કરીશું.'આ વીડિયો પણ જુઓ : 

 
First published: February 26, 2020, 11:55 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading