કોંગ્રેસ નેતાનો આક્ષેપ, 'Covid-19થી પ્રજાને બચાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ, 6.50 કરોડ ગુજરાતીના જીવ જોખમમાં'


Updated: May 23, 2020, 6:39 PM IST
કોંગ્રેસ નેતાનો આક્ષેપ, 'Covid-19થી પ્રજાને બચાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ, 6.50 કરોડ ગુજરાતીના જીવ જોખમમાં'
કોંગ્રેસ નેતા શૈલેષ પરમાર

રાજ્યના નાગરિક લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી રહ્યા છે, તો પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા એ દેશના અન્ય રાજ્યો કરતા પ્રમાણમાં વધુ, સરકારની કામગીરી સામે કાર્યવાહી થવી જોઈએ

  • Share this:
ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના વિપક્ષના ઉપનેતા શૈલેષ પરમારે કોરોના મહામારીમાં સાડા છ કરોડ ગુજરાતી નાગરિકોને મોતમાં મુખમાં ધકેલતી અને આરોગ્ય ક્ષેત્રે નિષ્ફળ રાજ્ય સરકાર સામે માનવ અધિકાર ભંગ બદલ પગલા લેવા બાબતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે ગુજરાત માનવ અધિકાર આયોગને કોરોના કાળમાં રાજ્ય સરકાર દ્વારા થયેલી કામગીરી અંગે યોગ્ય કાર્યવાહી કરવા પત્ર લખ્યો છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નામ લખેલા પત્રમાં શૈલેષ પરમારે આક્ષેપ લગાવ્યો છે કે કોરોના મહામારી ના પગલે કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં lockdown આપેલું છે જેનો રાજ્યના નાગરિક સંપૂર્ણ પાલન કરી રહ્યા છે, ગુજરાત રાજ્યમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા એ દેશના અન્ય રાજ્યો કરતા પ્રમાણમાં વધુ છે. ગુજરાતમાં કોરોના દર્દીઓનો મૃત્યુ આંક એ મહારાષ્ટ્ર રાજસ્થાન દિલ્હી તમિલનાડુ કરતા વધુ છે.

તો કોરોના ટેસ્ટમાં પણ ગુજરાત એ દિલ્હી તમિલનાડુ રાજસ્થાન અને મહારાષ્ટ્ર પછી આવે છે આમ ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગનો દર સૌથી ઓછો અને મૃત્યુદર સૌથી વધારે છે ત્યારે ગુજરાતની સાડા છ કરોડ જનતાનો જીવ જોખમમાં છે, જેની રક્ષા કરવી એ રાજ્ય સરકારની નૈતિક ફરજ છે પરંતુ રાજ્ય સરકાર તમે સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત રાજ્ય સરકાર સામે માનવ અધિકારના ભંગ બદલ ના પગલા લેવાવા જોઇએ.

શૈલેષ પરમાર ના આ પત્રના પર કાર્યવાહી કરતા રાજ્યપાલ દેવ વ્રતે માનવ અધિકાર આયોગ ગુજરાત ને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું છે.
First published: May 23, 2020, 6:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading