સાંસદ અભય ભારદ્વાજનું અવસાન થતાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી, જાણો કૉંગ્રેસ-BJPના સમીકરણો

સાંસદ અભય ભારદ્વાજનું અવસાન થતાં રાજ્યસભાની વધુ એક બેઠક ખાલી, જાણો કૉંગ્રેસ-BJPના સમીકરણો
ફાઇલ તસવીર

અહેમદ પટેલ અને  અભય ભારદ્વાજ ખાલી પડેલા રાજસભા બેઠકની ચૂંટણી આગામી ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે.

  • Share this:
કૉંગ્રેસ નેતા અહેમદ પટેલ અને ભાજપ નેતા અભય ભારદ્વાજના  નિધન બાદ રાજ્યમાં ફરી બે બેઠકોની રાજ્યસભાની ચૂંટણી આવશે. અહેમદ પટેલ અને  અભય ભારદ્વાજ ખાલી પડેલા રાજસભા બેઠકની ચૂંટણી આગામી ડિસેમ્બર માસના બીજા સપ્તાહમાં આવે તેવી શક્યતાઓ હાલ જણાઈ રહી છે.

રાજ્યસભના સાંસદ અહેમદ પટેલ અને  અભય ભારદ્વાજનું કોરોના વાયરસનાં સંક્રમણ બાદ નિધન થયું છે. અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું દુ:ખદ નિધન બાદ રાજ્યમાં રાજકીય સમીકરણો બદલાઈ રહ્યા છે. અહેમદ પટેલ રાજ્યસભાના સાંસદ હતા અને વર્ષ 2017માં થયેલી ચૂંટણીમાં તેમનો વિજય થયો હતો. જોકે, તેમના નિધનથી આ બેઠક ખાલી પડી છે અને ફરીથી રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે, સંખ્યાબળની દૃષ્ટીએ જોઈએ તો આ બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય તેવી શક્યતાઓ હતી. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ છે. હવે ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ નિધન થતા હવે રાજકીય સમીકરણો બદલાયા છે. હવે સભ્ય સંખ્યા બળ પ્રમાણે બન્ને પક્ષો પોતાના એક એક ઉમેદવારને  રાજ્યસભામાં મોકલી શકે તેવી વાત જાણકારો જણાવી રહ્યા છે.અમદાવાદમાં કોરોનાનો હાહાકાર: ચીફ ફાયર અધિકારી દસ્તુર કોરોના સંક્રમિત થયા

ગુજરાત વિધાનસભાની હાલની સ્થિતિ

વિધાનસભામાં હાલમાં ભાજપ પાસે પેટાચૂંટણી જીત્યા બાદ 111 બેઠક છે, જ્યારે કૉંગ્રેસ પાસે 65, બીપીટી પાસે 2, એનસીપી 1 અપક્ષ અને 1 ખાલી છે. આમ 181 ધારાસભ્યોના મતદાનમાં ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે. આ સંજોગોમાં ચૂંટણીના સમીકરણોમાં ભાજપનું પલડું ભારે છે.

આદિત્ય નારાયણ અને શ્વેતા લગ્નના બંધનમાં બંધાયા, Viral થઇ રહ્યાં છે Photosડિસેમ્બરના બીજા સપ્તાહમાં ચૂંટણી થવાની શક્યતા

આ ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે. સંભવત: ડિસેમ્બરના બીજા અઠવાડિયામાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. અહેમદ પટેલના નિધન બાદ તેવું લાગતું હતું કે, ભાજપે અહેમદ પટેલની ચૂંટણી વખતે કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા બળવંતસિંહ રાજપૂતને જ રાજ્યસભામાં મોકલી અને ખાતું સરભર કરી શકે છે. પરંતુ હવે અભય ભારદ્વાજનું નિધન થતા એક જ ઉમેદવારને જો રાજ્યસભામાં મોકલી શકે તો ભાજપ પોતાના વફાદાર કાર્યકર્તાઓને રાજી રાખવા કોઈ જૂના કાર્યકર્તાને ટિકિટ આપે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

અમદાવાદની BOI બેંકમાં લાગી આગ, શોર્ટ સર્કિટને કારણે સર્જાઇ દૂર્ઘટના

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે આ પેૈકીની સૌથી વધુ 7 બેઠકો હાલ ભારતીય જનતા પાર્ટીના ખાતે છે. જ્યારે બાકીની બેઠકો હાલમાં કૉંગ્રેસના ખાતે છે. ભાજપમાંથી પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, નરહરિ અમીન, અભય ભારદ્વાજ, રમીલા બારા, ડૉ.એસ.જયશંકર અને જુગલજી ઠાકોર સાંસદ છે.

કૉંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ, અમીબેન યાજ્ઞિક, નારણસિંહ રાઠવા સાંસદ છે અને અહેમદ પટેલ સાંસદ હતા. હવે, આ સ્થિતિમાં ભાજપ વધુ એક બેઠક જીતવાનો પ્રયાસ કરશે.
Published by:Kaushal Pancholi
First published:December 02, 2020, 12:25 pm