તોફાનો પાછળ કૉંગ્રેસ જ છે, તે જ હિંસા કરાવે છે : CM વિજય રૂપાણી

News18 Gujarati
Updated: December 21, 2019, 1:50 PM IST
તોફાનો પાછળ કૉંગ્રેસ જ છે, તે જ હિંસા કરાવે છે : CM વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસવીર

કૉંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિત 13 આરોપીને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ યુ.એન.સીંધીએ છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો

  • Share this:
અમદાવાદ : નાગરિકતા ધારા સુધારા અને એનસીઆરના વિરોધમાં શાહઆલમ વિસ્તારમાં ગત ગુરુવારે થયેલા પથ્થરમારા અને પોલીસ સામે થયેલી હિંસાની ઘટનામાં આખરે ઈસનપુર પોલીસે 5000ના ટોળાં સામે જાહેરસભાની પરવાનગી આપવામાં ન આવતાં લોકોએ ષડ્યંત્ર રચી પોલીસની હત્યાના પ્રયાસરૂપે પથ્થરમારો કરી, પોલીસ વાહનોમાં તોડફોડ કરી, જાહેર મિલકતોને નુકસાન પહોંચાડી રાયોટિંગ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ગુરુવારે બંધના એલાન દરમ્યાન શાહઆલમમાં તોફાની તત્વોએ પથ્થરમારો કરીને પોલીસ અધિકારી અને કર્મચારીઓને ઈજા પહોંચડાવવાના મામલે ચાર મહિલા સહિત 49 જણાની ધરપકડ કરી હતી. જે પૈકી કૉંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન સહિત 13 આરોપીને એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ યુ.એન.સીંધીએ છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો. જયારે બાકીનાં 36 આરોપીને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.

સીએમ રૂપાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

આ અંગે સીએમ વિજય રૂપાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, સરકારે જાહેર કર્યું છે કે જે લોકોએ તોફાનો કર્યાં છે, સીસીટીવી કેમેરા સહિત અન્ય પુરાવા એકત્ર કરીને બધાને સજા થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે. તેમણે કૉંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, 'તોફાનોમાં જે પણ કોઇ પકડાયા છે તે કોણ છે? કૉંગ્રેસ પાર્ટીનાં કોર્પોરેટર છે કે નહીં. કૉંગ્રેસ જ હિંસા કરી રહી છે અને હિંસા પાછળ છે જ.'

આ પણ વાંચો : અમદાવાદમાં ઘર્ષણ મામલે ઉશ્કેરણીજનક વીડિયો પોસ્ટ કરનાર વોન્ટેડ આરોપીની ધરપકડ

સોશિયલ મીડિયામાં ઉશ્કેરણીજનક નિવેદનો ફરતા થયા હતા

અમદાવાદમાં CAA અને NRCનો વિરોધ કરવા માટે શાહ આલમ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થયા હતા. આ વિરોધ પ્રદર્શન બાદ કૉંગ્રેસના કોર્પોરેટર શહેજાદ પઠાણે એક અખબાર સાથેની વાતચીતમાં કબૂલ્યું હતું કે, મારી ધરપકડ બાદ તોફાનો ફાટી નીકળ્યા. મહત્વનું છે કે, આ કેસમાં સરકારી વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, એમ.એસ.સોશિયલ મિડીયા સમિતિ નામના વોટ્સએપગ્રુપનો ડેટા મળ્યો હતો. જેમા મેસેજ ફરતા કર્યા હતા. મિલ્લતનગર ચાર મિનાર હોલ પાસે મળેલી મિટીગમાં મુફીસ અહેમદ અને શહેઝાદખાને લોકોને સંબોધન કર્યુ હતુ અને નમાજ બાદ બેનરો સાથે હાજર રહેવુ અને પોલીસ રોકટોક કરે તો મુસ્લીમ સમાજ શુ છે તે સરકારને બતાવી દેઈશુ તેવી ઉશ્કેરણીજનક ભાષણ આપ્યુ હતુ.આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પોલીસને મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવાની સત્તા આપી

 
First published: December 21, 2019
વધુ વાંચો
अगली ख़बर