મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનીંગ સ્કીમને (Three Town planing schemes) મંજૂરી આપી છે મુખ્યમંત્રી રુપાણીએ આ ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી આપતાં સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ 1 લાખ 21 હજાર 324 ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે. તેમણે રાજકોટની (Rajkot)પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. 26 (મવડી) (Rajkot Mavadi TP) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી 106 (વસ્ત્રાલ રામોલ) (Ahmedabad Ramo-vastral TP) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. 64 (ત્રાગડ)ને (Ahmedabad Tragad TP) મંજૂરી આપી છે. તેમજ, રાજકોટની ટી.પી સ્કીમમાં 59,060 ચો.મીટર, અમદાવાદની વસ્ત્રાલ-રામોલ ટી.પી સ્કીમમાં 40,019 ચો.મીટર અને ત્રાગડની ટી.પી સ્કીમમાં 22,245 ચો.મીટર જમીન આવા આવાસ બાંધકામ માટે મળશે.
મુખ્યમંત્રીએ મંજૂર કરેલી રાજકોટની ટી.પી 26 (મવડી) અંદાજે 125 હેકટર્સની છે અને તેના પરિણામે સત્તામંડળને કુલ 67 પ્લોટ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે. આ પ્લોટસનું કુલ ક્ષેત્રફળ 2,23,947 ચો.મીટર છે. આ ટી.પી.માં વેચાણના હેતુ માટે 91,780 ચો.મીટર જમીન સત્તામંડળને
અપાશે. સીએમ. રૂપાણીએ 2020ના વર્ષમાં જ અત્યાર સુધીમાં 18 ડ્રાફટ ટી.પી સ્કીમ, 14 પ્રિલીમીનરી તથા 4 ફાયનલ એમ કુલ 36 ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર કરેલ છે.
મુખ્યમંત્રી રૂપાણીએ મંજૂર કરેલી ત્રણ ટી.પી સ્કીમ એટલે કે ટી.પી સ્કીમ 26 રાજકોટ(મવડી), અમદાવાદ પૂર્વની ટી.પી. 106 (વસ્ત્રાલ-રામોલ) અને અમદાવાદ પશ્ચિમની 64 ત્રાગડ એમ ત્રણેય ટી.પી.માં કુલ 88,761 ચો.મીટર જમીન જાહેર સુવિધાઓ માટે સત્તામંડળને મળશે.
અમદાવાદ પૂર્વની 123 હેકટર્સની ટી.પી-106 (વસ્ત્રાલ-રામોલ)માં અન્વયે સત્તામંડળને 4 લાખ 48 હજાર 405 ચો.મીટરના કુલ 54 પ્લોટસ જાહેર હેતુ અને વેચાણ માટે મળશે.
અમદાવાદ પશ્ચિમની 70 હેકટર્સની ટી.પી.નં. 64 ત્રાગડ અન્વયે 19 જેટલા પ્લોટની કુલ 1,12,743 ચો.મીટર જમીન સત્તામંડળને મળશે તેમાંથી જાહેર હેતુ અને વેચાણ માટે 53,484 ચો.મીટર જમીન પ્રાપ્ત થશે..
આ ત્રણેય ટી.પી.માં જાહેર સુવિધાના હેતુથી જે 88,761 ચો.મીટર જમીન સંબંધિત સત્તામંડળોને સંપ્રાપ્ત થશે તેમાં રાજકોટમાં 38,157 ચો.મીટર, વસ્ત્રાલ-રામોલમાં 40,780 ચો.મીટર અને ત્રાગડમાં 9,824 ચો.મીટર જમીન મળશે.
એટલું જ નહિ, આ ત્રણેય ટી.પી. સ્કીમમાં સમગ્રતયા કુલ મળીને 1 લાખ, 15 હજાર 399 ચો.મીટર જમીન બાગ-બગીચા અને ખૂલ્લી જમીનના હેતુથી સત્તામંડળોને ઉપલબ્ધ થશે.
બાગ-બગીચા માટે અને ખૂલ્લી જમીન તરીકે જે જમીનો આ ત્રણેય ટી.પી.માં ઉપલબ્ધ થવાની છે તેમાં રાજકોટ (મવડી)માં 34,950 ચો.મીટર, વસ્ત્રાલ-રામોલમાં 53,259 ચો.મીટર અને ત્રાગડમાં 27,190 ચો.મીટર જમીન સત્તામંડળને અપાશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર