Home /News /north-gujarat /CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ કર્યો રદ

CM રૂપાણીનો મહત્વનો નિર્ણય, coronaને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ કર્યો રદ

આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે.

    ગાંધીનગરઃ કોરોના વાયરસનો (coronavirus) પ્રકોપ સમગ્ર ગુજરાત (Gujarat) ઉપર યથાવત રહ્યો છે. આવી સ્થિતિ વચ્ચે આગામી સમયમાં આવનારો પવિત્ર થહેવા અને યુવા હૈયાઓનો મનગમતો તહેરા નવરાત્રી 2020 યોજાશે કે નહીં એ અંગે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. જો કે, આ વચ્ચે આગામી 17મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર દરમિયાન આવનારી નવરાત્રીનો (Navratri 2020) મહોત્સવ નહીં યોજવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. આગામી રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ (Navratri Festival) નહીં ઉજવવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Vijay Rupani) કર્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

    નવરાત્રી અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેલૈયા નવરાત્રીની કાગડોળે રાહ જોતા હોય છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રી રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે. તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે. સરકાર કોવિડ 19ની ગાઈડલાઈન પ્રમાણે નવરાત્રીમાં છૂટછાટ આપવા અંગે વિચારી કરી રહી છે.

    વધુ મળતી માહિતી પ્રમાણે સમગ્ર ગુજરાતમાં જેની નામના છે એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી યોજાશે નહીં. ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ થોડા દિવસ પહેલા આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, કોરોનાનું સંક્રમણ હજુ યથાવત છે, આવનારા સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચૂસ્ત પાલન અનિવાર્યપણે કરવાનું છે. આવા સંજોગોમાં નાગરિકોની સલામતી એ આપણી પ્રાથમિકતા છે અને એટલે ગાંધીનગર કલ્ચરલ ફોરમે આ વર્ષે નવરાત્રી મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે.

    આ પણ વાંચોઃ-અમદાવાદમાં ચાંદીના ભાવમાં થયો મોટો સુધારો, ફટાફટ જાણી લો આજના સોના-ચાંદીના નવા ભાવ

    આ સાથે રાજકોટમાં કોરોના સંક્રમણ વધવાના કારણે તાજેતરમાં જ શહેરના બે અર્વાચીન રાસ ગરબા સંચાલકોએ આ વર્ષે આયોજન રદ કરવાની જાહેરાત કરી છે. રાજકોટ મોટા ગણાતા સહિયર અને સરગમ ગ્રુપના સંચાલકો દ્વારા નવરાત્રી રદની જાહેરાત કરી છે.

    આ પણ વાંચોઃ-બારડોલીઃ corona દર્દીનું મોત થતાં પરિવારજનોએ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે માર માર્યો, જુઓ live મારામારીના દ્રશ્યો

    આ પણ વાંચોઃ-પતિ અને બાળકોને નશીલો પદાર્થ ખવડાવી રોજ રાત્રે ડોક્ટર પ્રેમી સાથે કરતી હતી રંગરલીયા, ભાંડો ફૂટતા થઈ જોવાજેવી

    ઉલ્લેખનીય છે કે રાજ્યમાં (Gujarat)કોરોના વાયરસના (Coronavirus)ના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1417 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1419 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 13 દર્દીઓના મોત થયા છે.

    " isDesktop="true" id="1029273" >


    રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3409 થયો છે. 24 કલાકમાં સૌથી વધુ સુરતમાં (SURAT Coronavirus updates) 297 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસ 131808 છે. જેમાંથી એક્ટિવ કેસ 16,490 છે. આજે રાજ્યમાં કુલ 61,865 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજો થવાનો દર 84.90 ટકા છે.
    First published:

    विज्ञापन