મોકળું મેદાન : આંતર રાજ્ય અને જિલ્લા વચ્ચેની 200થી વધારે પોલીસ ચેક પોસ્ટો બંધ કરવા આદેશ

News18 Gujarati
Updated: December 24, 2019, 10:03 AM IST

આ નિર્ણયની અમલવારી કરાતા રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વાહનચેકિંગ સહિતનાં પોઇન્ટ હટાવી લેવામાં આવશે.

  • Share this:
અમદાવાદ : રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુજરાત રાજ્યની તમામ આંતરરાજ્ય અને આંતર જિલ્લા પોલીસ ચેકપોસ્ટ તાત્કાલિક અસરથી બંધ કરવાનાં આદેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયની અમલવારી કરાતા રાજ્યનાં મોટાભાગનાં જિલ્લાઓમાં વાહનચેકિંગ સહિતનાં પોઇન્ટ હટાવી લેવામાં આવશે.

અહીં ફરજ બજાવતા પોલીસ કર્મીઓને સ્થાનિક કામગીરીમાં મુકાશે

આ સાથે અહીં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓને જે તે શહેરનાં -જિલ્લાની અન્ય કામગીરીમાં મુકી દેવામાં આવશે. જોકે, આ નિર્ણયને કારણે આંતરરાજ્ય ચેકપોસ્ટ બંધ થઇ જશે તો અન્ય રાજ્યોમાંથી થતી ગેરકાયદેસર હેરાફેરી, દારૂની હેરાફેરી પર અંકુશ રાખવાનું મુશ્કેલ બની શકે છે.

તાત્કાલિક અસરથી રાજ્ય-આંતર રાજ્ય અને જિલ્લાની ચેકપોસ્ટ  બંધ

રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ 23 ડિસેમ્બરે એટલે ગઇકાલે રાજ્યનાં તમામ પોલીસ કમિશનર, તમામ જિલ્લા અધિક્ષક, એટીએસ તથા કોસ્ટલ સિકયુરીટીના વડા સહિતના અધિકારીઓને ફેકસ મેસેજ કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તાત્કાલિક અસરથી ગુજરાતને જોડતી મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર ઉપરાંત દરિયાઈ પોલીસ ચેકપોસ્ટ હટાવી લેવા આદેશ આપ્યો હતો. આ ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ કર્મચારીને સ્થાનિક કક્ષાની કાયદો અને વ્યવસ્થાને આનુસંગિક ડયુટીમાં તહેનાત કરી દેવા સૂચના આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ખેડૂતો આનંદો! CM રૂપાણીએ કહ્યું, 'માવઠાથી થયેલ નુકસાનીનું વળતર 25મી ડિસેમ્બરથી ચુકવાશે'ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ કઇ રીતે મેળવાશે?

રાજ્યમાં આંતર જિલ્લા વચ્ચે અંદાજે 200થી વધુ ચેકપોસ્ટ છે. જેમાં 5000થી વધારે કર્મીઓ સંકળાયેલા છે. આ નિર્ણય અંગે સામાન્ય માણસમાં તો અનેક સવાલો ઉભા થા છે કે, રાજસ્થાન, મધ્યપ્રદેસશ અને મહારાષ્ટ્રની દારૂની હેરાફેરી કરનારાને કઇ રીતે ઓળખીને અંકુશમાં રાખી શકાશે? દરિયાઇ માર્ગે આવતા અસામાજિક તત્વોને કઇ રીતે રોકવામાં આવશે. મહત્વનું છે કે, પહેલા અનેકવાર દરિયાઇ માર્ગથી આતંકવાદીઓ આવ્યાં છે. ગુનાહિત પ્રવૃત્તિઓ કઇ રીતે રોકી શકાશે.

આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલમાં મુલાકાતીઓની સુરક્ષા માટે તૈનાત રહેશે પોલીસનો ચાંપતો બંદોબસ્ત

 
First published: December 24, 2019, 7:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading