ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત માત્ર અફવા : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત માત્ર અફવા : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા
મનસુખ માંડવિયા

ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત પર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ, 'કોરોનાથી જ નહીં,અફવાઓથી પણ બચો'

 • Share this:
  ગાંધીનગર : હાલ દેશ અને દુનિયા કોરોના વાયરસ (Coronavirus)ના સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં કોરોનાને કારણે હાલત ખૂબ ખરાબ છે. આવા કપરા સમયે ગુજરાત (Gujarat CM)માં નેતૃત્વ પરિવર્તનની અફવા ફેલાઈ હતી. એવા અહેવાલો વહેતા થયા હતા કે ગુજરાત સરકાર જે રીતે કોરોનાને નાથવામાં નિષ્ફળ રહી છે ત્યારે તેના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. એવી પણ હવા ચાલી કે ગુજરાતમાંથી ભાજપના રાજ્યસભાના સાંસદ (Rajya Sabha MP)અને મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)ને કેન્દ્રના હાઇકમાન્ડે બોલાવ્યા છે. હવે આ મામલે ખુદ મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું કહ્યું છે.

  મનસુખ માંડવિયાએ ટ્વીટમાં શું લખ્યું?  કેન્દ્રીય મંત્રીએ ટ્વિટર પર લખ્યું છે કે, "આજે માનવતા કોરોના સામે લડાઈ લડી રહી છે અને ગુજરાત પણ માનનીય મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp જીનાં નેતૃત્વ હેઠળ મક્કમતાપૂર્વક લડાઈ લડી રહ્યું છે, ત્યારે નેતૃત્વ પરિવર્તનની અફવાઓ ફેલવાવીએ ગુજરાતનાં હિતોને નુકશાન કરવાનું કૃત્ય છે. નાગરિકોને વિનંતી કે કોરોનાની સાથે અફવાથી પણ બચે."

  આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્ર જવા STના બુકિંગ માટે ચાર કિલોમીટર લાંબી લાઇન લાગી

  નેતૃત્વ પરિવર્તનની હવા બાદ ખુલાસો

  નરેન્દ્ર મોદીના ગૃહરાજ્ય એવા ગુજરાતમાં કોરોના વાયરસનો ફેલાવો સતત વધી રહ્યો હોવાથી છેલ્લા એક બે દિવસથી એવી હવા ચાલી કે ગુજરાતમાં હવે નેતૃત્વ પરિવર્તન નક્કી છે. આ માટે મુખ્યમંત્રીની રેસમાં નરેન્દ્ર મોદી નજીક રહેલા મનસુખ માંડવિયાનું નામ મોખરે છે. જોકે, આજે ખુદ કેન્દ્રીય મંત્રીએ આ અંગે ફોડ પાડતા અફવાના ગુબ્બારાની હવા કાઢી નાખી છે.

  નોંધનીય છે કે અમદાવાદમાં બેકાબૂ બની ગયેલા કોરોનાને નાથવા માટે છેલ્લા બે દિવસથી થોડા ફેરફાર કરાયા છે. જે પ્રમાણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા હોમ ક્વૉરન્ટીન થયા છે. જોકે, કૉંગ્રેસ પાર્ટીએ એવો આક્ષેપ લગાવ્યો છે કે વિજય નહેરા સારું કામ રહી રહ્યા હોવાથી તેમને સાઇડલાઇન કરવામાં આવ્યા છે. વિજય નહેરાનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત અમદાવાદ માટે એક ખાસ અધિકારી રાજીવ ગુપ્તાને નિમવામાં આવ્યા છે. અમદાવાદમાં આવા ફેરફાર બાદ ગુજરાતમાં પણ નેતૃત્વ પરિવર્તન થઈ રહ્યાની અફવાઓ ઉડવા લાગી હતી.
  Published by:News18 Gujarati
  First published:May 07, 2020, 18:04 pm

  ટૉપ ન્યૂઝ