કોરોના સામે લડવા ગુજરાતનું સફળ મોડલ : કેન્દ્રની ટીમ ધન્વંતરિ રથની કામગીરીની સમીક્ષા કરશે

કોરોના સામે લડવા ગુજરાતનું સફળ મોડલ : કેન્દ્રની ટીમ ધન્વંતરિ રથની કામગીરીની સમીક્ષા કરશે
રાજ્યમાં અંદાજે 925થી વધુ ધન્વંતરિ રથ કાર્યકર.

ધન્વંતરિ રથની સફળતાને પગલે હવે અન્ય રોગની ઋતુમાં પણ આ રથ ચાલુ કરવા માટે વિજય રૂપાણી સરકારે તમામ કોર્પોરેશનને સૂચના આપી.

  • Share this:
ગાંધીનગર : કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને રાજ્યમાં હાલ અંદાજે 925થી વધુ ધન્વંતરિ રથ (Dhanvantari Rath)કાર્યરત છે. અત્યાર સુધીમાં આ રથ થકી અંદાજે 1.25 લાખ લોકો પ્રાથમિક આરોગ્ય તપાસ (Primary Health Checkup and Treatment) અને સારવારનો લાભ લઇ ચૂક્યા છે. ગુજરાત સરકારના આ સફળ મોડેલને અનુસરવા કેન્દ્ર સરકાર તેમજ સુપ્રીમ કોર્ટે (Supreme Court) પણ અન્ય રાજ્યોને સૂચન કર્યું છે. કેન્દ્રની ચાર સભ્યોની એક ટીમ પણ અમદાવાદ -સુરતમાં કોરોના સંક્રમણની સ્થિતિ સાથે ધન્વંતરિ રથની કામગીરીની સમીક્ષા કરવા ગુજરાત આવી રહી છે.

શરુઆતમા આ રથ માત્ર અમદાવાદ કોર્પોરેશન વિસ્તારોમાં ફેરવવાની ભલામણ આરોગ્ય વિભાગ દ્વારા કરવામા આવી હતી. પ્રાયોગિક ધોરણે આ રથને અમદાવાદમાં સફળ બનાવવા અમદાવાદ કોર્પોરેશનની ચૂંટાયેલી પાંખે ઘણી જહેમત ઉઠાવી હતી. ખાસ કરીને કન્ટેન્ટમેન્ટ ઝોન કે જયાં વધુ કેસો હતા ત્યાં ધન્વંતરિ રથોને સ્થળ પર મોકલી યોગ્ય સારવાર મળે છે કે કેમ તેનું સતત મોનિટરિંગ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ જાતે કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના વિશ્વાસુ પ્રતિનિધિ તરીકે ધન્વંતરિ રથના યોગ્ય સંચાલનની જવાબદારી અધિકારીઓના માથે નહીં પણ અમૂલ ભટ્ટના માથે નંખાઇ હતી. જે નિભાવવામાં તેઓ બખૂબી સફળ પણ રહ્યા છે. અમદાવાદના કન્ટેન્ટમેન્ટ ઝોન્સમાં ધન્વંતરી રથ દ્વારા મળતી સારવારના કારણે જે ઝડપી પરિણામો મળ્યા તેને લઇને રાજ્યના અન્ય ભાગોમાં પણ આ રથો અમલી કરાયા છે.

આ પણ વાંચો : દેશમાં કોરોના પોઝિટિવનો આંકડો 10 લાખને પાર, 24 કલાકમાં 34,956 નવા કેસ

કોરોના સિવાય સામાન્ય તાવ, ખાંસી, શરદીની દવા અને સ્થળ પર જ યોગ્ય સારવાર આ રથ થકી મળતા દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક સફળ થયા તેમ ગુજરાતમાં પણ ધન્વંતરિ રથ સફળ અને લોકપ્રિય બન્યા છે. આની નોંધ છેક દિલ્હી સુધી લેવાઇ છે. એટલું જ નહી સુપ્રીમ કોર્ટે પણ આ મોડેલની સરાહના કરીને અન્ય રાજ્યોને આ મોડેલ અનુસરવા સૂચન પણ કર્યું છે.આજે કેન્દ્રમાંથી ચાર સભ્યોની એક વિશેષ ટીમ ગુજરાત આવી રહી છે. જે અમદાવાદ-સુરતમાં કેરોના સંક્રમણની સ્થિતિનો અભ્યાસ કરશે સાથે સાથે
ધન્વંતરિ રથની કામગીરીની સમીક્ષા કરશે. આ સાથે અન્ય રાજ્યોમાં આ મોડેલનું કેવી રીતે અમલીકરણ થઇ શકે તે માટે સૂચનો પણ મેળવશે. ગુજરાતમાં હવે કોરોનાની સ્થિતિ સિવાય અન્ય રોગોની ઋતુમાં પણ ધન્વંતરિ રથ ચાલુ રાખવાનું સૂચન રાજ્ય સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને કરવામાં આવ્યું છે. આ રીતે ધન્વંતરિ રથ રુપી એક સફળ આરોગ્યલક્ષી પ્રયોગ રાજ્યની જનતા માટે આગામી સમયમાં વધુ કલ્યાણકારી બનશે.
Published by:Vinod Zankhaliya
First published:July 17, 2020, 11:06 am

ટૉપ ન્યૂઝ