Home /News /north-gujarat /ગાંધીનગરઃ કેનેડાથી મામાના લગ્નમાં આવ્યો ભાણો, કાર નીચે આવી જતાં મોત, શોકિંગ cctv video viral

ગાંધીનગરઃ કેનેડાથી મામાના લગ્નમાં આવ્યો ભાણો, કાર નીચે આવી જતાં મોત, શોકિંગ cctv video viral

અડાલજ પોલીસ સ્ટેશનની તસવીર

Gandhinagar accident cctv: કેનેડાથી (canada) મામાના લગ્ન માણવા માટે આવેલા ભાણેજનું કારની ટક્કરથી મોત નીપજતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી. જ્યારે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં (Adalaj police station) કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

વધુ જુઓ ...
ગાંધીનગરઃ રાજકોટમાં (Rajkot news) લગ્ન પ્રસંગે (Marriage) ગયેલા બાળક હોટલમાંથી (hotel) નીચે મોતને ભેટ્યાની ઘટના હજી તો તાજે ત્યારે ગાંધીનગરમાં (Gandhinagar) પણ એક બાળકનું કાર (car hit) નીચે આવી જતાં મોતને ભેટ્યો હતો. કેનેડાથી (canada) મામાના લગ્ન માણવા માટે આવેલા ભાણેજનું કારની ટક્કરથી મોત નીપજતાં લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ હતી. જ્યારે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં (Adalaj police station) કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથધરી હતી.

કરુણ ઘટના અંગે વાત કરીએ તો ગાંધીનગરના ઉવારસદ ટી.પી.-9 સ્વસ્તિક-42માં ગઈકાલે રવિવારે સોસાયટીના રહીશે પોતાની કાર બેદરકારી ભરી ચલાવીને ચાર વર્ષના બાળકને કચડ્યું હતું જેના પગલે બાળકનું મોત નીપજ્યું હતું. કેનેડાના ઓન્ટારિયો ખાતે રહેતા ધ્વનિલ જયેશભાઈ રાવલ રોયલ બેંન્ક ઓફ કેનેડામાં કામ કરે છે. તેમના પરિવારમાં પત્ની પૂજા અને ચાર વર્ષીય પુત્ર વિવાન હતો.

તેઓ કેનેડાની નાગરિકતા અને ભારતનો ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા પણ ધરાવે છે. આગામી 13મી ડિસેમ્બરના રોજ મામાના લગ્ન હોવાથી વિવાન તેની માતા પૂજા સાથે એક માસથી સ્વસ્તિક-42 ખાતે આવ્યો હતો. ધ્વનિલભાઈ ગઈકાલે સવારે કેનેડાથી લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા.

આ પણ વાંચોઃ-Ahmedabad crime news: ઠગ ગેંગે 3 કરોડની લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી, બે દિવસ માટે ખોલી આંગડિયા પેઢી

લગ્નની ખરીદી કરવાની હોવાથી ધ્વનિલભાઈ તેમની પત્ની પૂજા અને દીકરા સાથે બપોરના સમયે શ્રીજી રોડ જવા માટે નીકળ્યાં હતાં. આ માટે તેમણે ઉબેર ગાડી મગાવી હતી અને સોસાયટીના કમ્પાઉન્ડમાં ગાડીની રાહ જોઈને ઊભાં હતાં.

આ પણ વાંચોઃ-Ahmedabad news: હાઈ ટેક ચોર, youtube પર જોઈને ચોરી બનાવતા હતા ચોરીનો માસ્ટર પ્લાન

આ દરમિયાન વિવાન મેઇન ગેટ પાસે અંદરની સાઈડમાં રમી રહ્યો હતો. એ વખતે અત્રેની સોસાયટીમાં બી-602માં રહેતા જયરામ ભવાનભાઈ વામજા પોતાની આઈ-10 કાર લઈને સોસાયટીમાં પ્રવેશી રહ્યા હતા. ત્યારે તેમણે પોતાની કાર ગફલતભરી રીતે હંકારી ગેટ આગળથી ટર્ન માર્યો હતો અને વિવાનને ટક્કર મારી હતી.

આ પણ વાંચોઃ-હે રામ! અમદાવાદઃ સગી બહેને જ પરિણીત ભાઈને બીજે ગોઠવી આપ્યું, પત્નીએ કરી ફરિયાદ

આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતાં ધ્વનિલભાઈ પુત્રને લઈને આશકા હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં તબીબોએ સારવાર પણ શરૂ કરી હતી, પરંતુ થોડીવારમાં વિવાને દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં વિવાનનું કરુણ મોત થતાં મામાના લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. બીજી તરફ અડાલજ પોલીસે ધ્વનિલભાઈની ફરિયાદના આધારે જયરામ વામજા વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
First published:

Tags: Accident News, CCTV footage, Gandhinagar News, Latest viral video