ગુજરાત કૉંગ્રેસ સંકટમાં, પાંચ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા

News18 Gujarati
Updated: March 15, 2020, 3:26 PM IST
ગુજરાત કૉંગ્રેસ સંકટમાં, પાંચ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા
પ્રતિકાત્મક તસવીર

આ અંગે હજી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. આવતીકાલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ આ નામોની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

  • Share this:
ગાંધીનગર : આગામી 26મી તારીખે રાજ્યસભાની ચૂંટણી (RajyaSabha Election) થવાની છે. તે પહેલા ગુજરાતના રાજકારણમાં (Politics) ભૂકંપ સર્જાયો છે. વિધાનસભાનાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ચાર ધારાસભ્યોએ કૉંગ્રેસમાંથી (Gujarat congress) રાજીનામું આપી દીધું છે. જ્યારે હજી વધુ કૉંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં (Gujarat BJP) આવી શકે છે. હાલ કૉંગ્રેસનાં 20 ધારાસભ્યોને રાજસ્થાનનાં એક રિસોર્ટમાં (Rajasthan resort) મોકલી દેવામાં આવ્યા છે. હાલ મળતી માહિતી પ્રમાણે, કોંગ્રેસનાં પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેમાં ગઢડાનાં ધારાસભ્ય પ્રવિણ મારુ, અબડાસાનાં ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ, ધારીનાં ધારાસભ્ય જે.વી.કાકડિયા અને ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતનાં નામ ચર્ચાની ચકડોળે ચઢ્યા છે. આ અંગે હજી કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. આવતીકાલે વિધાનસભા ગૃહમાં અધ્યક્ષ આ નામોની સત્તાવાર જાહેરાત કરી શકે છે.

ન્યૂઝ18ગુજરાતીનાં સંવાદાતાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા (Kunvarji Bavaliya)  સાથે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, 'રાજ્યસભાની ચૂંટણી જાહેર થયા બાદ કૉંગ્રેસનાં ધારાસભ્યો જે અમારા સંપર્કમાં હતા તે બધામાં કૉંગ્રેસ પ્રત્યે ઘણી જ નારાજગી છે. હજી કેટલાક ધારાસભ્ય જેમનો સંપર્ક થઇ શકતો નથી તે પણ કંઇનવા જુની કરવાનાં મૂડમાં છે. આવા ધારાસભ્યો થોડા સૌરાષ્ટ્રમાં અને મધ્ય ગુજરાતમાં પણ છે. કૉંગ્રેસમાં જે ધારાસભ્યોની કોઇ નોંધ લેવાતી નથી તેઓ ઘણાં જ નારાજ છે. કૉંગ્રેસ હાઇકમાન્ડે પણ જેમનો સંપર્ક કર્યો નથી તેવા ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. તેઓ થોડા સમયમાં કંઇ નવાજૂની કરી અને ભાજપમાં સામેલ થશે.'

આ પણ વાંચો : રાજ્યસભાની ચૂંટણીનો મોટો ઘડાકો, કોંગ્રેસ પ્રવક્તાનો દાવો, BJPના 3 નારાજ ધારાસભ્યો અમારી સાથે રિસોર્ટમાં

આ સાથે તેમણે જણાવ્યું કે, બે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે અને વધારે ધારાસભ્યનાં રાજીનામાની વાત ચાલી રહી છે. જ્યારે સોમાગાંડા પટેલને પત્રકારોનાં પ્રશ્નમાં તેમણે કહ્યું કે, પહેલા પણ સાથે હતા અને પાર્ટી ઇચ્છશે તો ભવિષ્યમાં પણ સાથે હોઈશું.'

આ પણ વાંચો : સરકાર મારી શરતો માની લેશે તો હું BJPમાં જોડાઇશ : કૉંગ્રેસનાં પ્રદ્યુમનસિંહ જાડેજા

તો બીજીબાજુ ભાજપનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું કે 'કૉંગ્રસનાં એક પણ નારાજ ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીના છ ધારાસભ્યો નારાજ છે અને હાલ તેઓ અમારા કેમ્પમાં છે. જયરાજસિંહે જણાવ્યું કે ભાજપ એ નારાજ ધારાસભ્યોને શોધી બતાવે. ભાજપે ક્યાં ધારાસભ્યને રાજ્યસભામાં મૂક્યા છે અને તે ક્યાં ગામના છે? તે ભાજપ તપાસ કરાવે છે.આ વીડિયો પણ જુઓ : 
First published: March 15, 2020, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading