આનંદો! 31 ડિસેમ્બર સુધી ઘરમાં પાણીનું કનેક્શન, દિવાળી સુધી રોડ થશે 'માખણ' જેવા

આનંદો! 31 ડિસેમ્બર સુધી ઘરમાં પાણીનું કનેક્શન, દિવાળી સુધી રોડ થશે 'માખણ' જેવા
પ્રતિકાત્મક તસવીર

વહીવટી તંત્ર અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પધાધિકારીઓ વચ્ચે મતભેદ ટાળવા માટે સંકલનની નિયમિત બેઠક બોલાવવા માટે સીએમએ અધિકારીઓને સૂચના આપી.

  • Share this:
ગાંધીનગરઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (CM Vijay Rupani) રાજયમાં ચોમાસા (monsoon) દરમિયાન ધોવાઈ ગયેલા તમામ રસ્તાઓનું (roads) રીપેરીંગ અને રિસરફેઈસની કામગીરી દિવાળી પહેલા પૂર્ણ કરી દેવા માટે અધિકારીઓને સૂચના આપી છે. એટલુંજ નહિ માત્ર 500 રૂપિયામાં નલ સે જળ યોજના (Nal se jal yojana) હેઠળ તમામ ઘરોમાં પાણીના કનેક્શનની (water Connection) કામગીરી 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા આદેશ કર્યો છે. રાજ્ય સરકારે નલ સે જળ યોજનાના ભાગ રૂપે 31 ડિસેમ્બર સુધીમાં 500 રૂપિયામાં ઘર માટે પાણીનું કનેક્શન પુરી પાડવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી મહાનગરો-રિજીયોનલ મ્યુનિસિપાલીટીઝ કમિશનરો સાથે યોજી વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે કોરોના સંક્રમણ નિયંત્રણની કામગીરી સાથે રોજબરોજના કામો-વિકાસકામોને પણ પ્રાધાન્ય આપવા માટે સૂચના આપી હતી તેમણે વધુમાં કહ્યું હતું કે રસ્તાઓના રીપેરીંગ અને નવીનીકરણ નું કામ પૂર્ણ કરવા માટે આયોજન કરવા માટે સૂચના આપી હતી તેમણે રિયુઝડ વોટરનો વધુમાં વધુ ઉપયોગ કરવા પર ભાર મુક્યો હતો.નાગરિક કેન્દ્રીત સેવાઓ ઓનલાઇન ફેઇસ લેશ કરવાની વ્યવસ્થાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સમયાનુકુલ માંગ મુજબ આયોજન કરવામાં આવે જેથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની સેવાઓ માટે ઓફિસમાં આવવાની જરૂર ન પડે.

રાજ્યના તમામ નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધીમાં માત્ર રૂ. પ૦૦ની નજીવી ફિ લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવા માટે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ-પત્નીએ પ્રેમી સાથે મળીને 20 વર્ષ મોટા પતિની કરી હત્યા, આત્મહત્યાની રચી કહાની

આ ઉપરાંત રાજય ના તમામ નગરો-શહેરો-મહાનગરોમાં ખાનગી ઝૂંપડપટ્ટીઓને પાણીના જોડાણોની માંગણી થયેથી નિયમાનુસાર ધોરણે નળ જોડાણ-કનેકશન આપી દેવાશે. વરસાદને કારણે રોડ-રસ્તાને જે નાનુ-મોટું નુકશાન થયું હોય તે માટે રિપેરીંગ-રિસરફેસીંગની તૈયારીઓ માસ્ટર પ્લાન સાથે કરી દેવાય અને ઊઘાડ નીકળતાં જ તે દુરસ્તી કામો હાથ ધરાય તેવી સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.

આ પણ વાંચોઃ-ધરમ કરતા ધાડ પડી': સુરતમાં કારને ટક્કર મારનાર રીક્ષા ચાલકને ગરીબ સમજી જવા દેવો વેપારીને પડ્યું ભારે

આ પણ વાંચોઃ-કેરળઃ ગર્ભવતી હાથણીના મોતની ઘટનાના બાદ ગર્ભવતી ભેંસની હત્યા, છ લોકોની ધરપકડ

આગામી દિવાળી પહેલાં આવા તમામ માર્ગો રસ્તાઓ રિસરફેઈસ કરવા ની કામગીરી પૂર્ણ કરવા માટે આદેશ કર્યો છે. જે રીતે ટી.પી સ્કીમ નો ડ્રાફ્ટ મંજૂર થાય એટલે તરતજ અમલીકરણ ની કામગીરી વહીવીટી તંત્ર દ્વારા શૂર કરી દેવામાં આવે .ખાસ કરીને રસ્તાની જમીન ના સત્તા મંડળ લઇ લે અને આંતર માળખાકીય સુવિધા ના કામો ઝડપ થી પુરા કરવામાં આવે.

વીડિયોમાં જુઓ ગુજરાત અને દેશભરના મુખ્ય સમાચાર

આ બેઠકમાં શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મૂકેશ પૂરી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, કમિશનર ઓફ મ્યુનિસીપાલિટીઝ એડમિનીસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Published by:ankit patel
First published:August 22, 2020, 18:22 pm

ટૉપ ન્યૂઝ