ગાંધીનગર: કોરોના સામેની (coronavirus) લડાઈમાં દેશભરમાં રસીકરણની (corona vaccination) શરૂઆત થઈ છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM vijay rupani) આજના દિવસને ઐતિહાસિક ગણાવ્યો હતો. તેઓએ જણાવ્યું કે કોરોના સામે ખૂબ આતુરતાથી રાહ જોવાતી હતી તે વેકસીન લગાવાનું કામ સમગ્ર ભારતમાં થયું છે. જોકે વેકસીન નો વિરોધ કરી રહેલા કોંગ્રેસને તેઓએ જણાવ્યું કે બુરી નજર વાલે તેરા મુહ કાલા. કોંગ્રેસના લોકો તેમની આદત મુજબ વેકસીન નો પણ વિરોધ કરવા નીકળ્યા છે. તેઓની આદત પુરાણી છે.
ગાંધીનગરમાં ગુડા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત EWS-2 પ્રકારના 2100 આવસોનું ખાત મુહૂર્ત મુખ્યમંત્રી વિજય રૂપાણી ના હસ્તે થયું. આ ઉપરાંત સૂએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્ટોર્મ વોટર પ્રોજેક્ટના 323 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કરાયું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વેકસીનનો વિરોધ કરી રહેલી કોંગ્રેસને આડે હાથ લીધી હતી. વેકસીનેશન મામલે તેઓએ જણાવ્યું કે પ્રથમ દિવસે ગુજરાતમાં પણ લગભગ 16 હજાર લોકોને વેકસીન લાગ્યા છે.
આ પણ વાંચોઃ-
ગુજરાતમાં પણ લગભગ 16 હજાર લોકોને વેકસીન લાગ્યા. હજુસુધી કોઈને તકલીફ પડયાના સમાચાર નથી. પ્રથમ તબકકમાં 10લાખ લોકોને વેકસીન લાગશે. જોકે વેકસીનનો વિરોધ કરવો કોંગ્રેસની પુરાની આદત છે. જ્યારે ભારતે એર સ્ટ્રઆઈક કરીને દુશમનો ને જડબા તોડ જવાબ આપ્યો ત્યાં પણ સવાલો ઉઠાવ્યા હતા. રામમંદિર મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા અને ચૂંટણીઓમાં EVM પર સવાલો ઉઠાવ્યા છે એટલે આ લોકો સુધરવાના નથી.
આ પણ વાંચોઃ-
ભારત સરકારે બધી ચકાસણી કર્યા પછી વેકસીનેશન શરૂ કર્યું છે રાજ્યમાં 161જગ્યાએ 16 હજાર વેકસીન આપી છે. આ વેકસીન લેવામાં કોરોનાના ફ્રન્ટ લાઈન વોરિયર નામી ડોકટરોએ પણ વેકસીન લીધી છે.
મહત્વનું છે કે મહત્વનું છે કે દેશભરમાં કોરોના વેકસીનનું મહાઅભિયાન શરૂ થઈ ચૂક્યું છે ને સૌથી પહેલા દેશભરમાં 1 કરોડ ફ્રન્ટલાઈન વોરિયરને વેકસીન આપવાની છે. જેના પ્રથમ દિવસે ગુજરાતમાં 16 હજાર ફ્રન્ટલાઈન વોરિયરનું રસીકરણ થયું છે.