ગાંધીનગર: કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરોનાં મોત

News18 Gujarati
Updated: January 22, 2020, 6:10 PM IST
ગાંધીનગર: કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા ચાર મજૂરોનાં મોત
ગાંધીનગમાં નવી બની રહેલી બિલ્ડીંગ પર કામ કરી રહેલા 4 મજૂરોનું મોત

કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, આ સમયે અચાનક ભેખડ ઘસી પડતા ચાર મજૂર માટીમાં દટાઈ ગયા હતા

  • Share this:
રાજ્યમાં વધુ એક આકસ્મિક ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં એક કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ઘસી પડતા ચાર મજૂર દટાતા, જેમાં ચારે મજૂરના કરૂણ મોત નિપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીનગરમાં એક નવી બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, આ સમયે કન્સ્ટ્રક્શન સાઈટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા, આ સમયે અચાનક ભેખડ ઘસી પડતા ચાર મજૂર માટીમાં દટાઈ ગયા હતા. તુરંત કન્સ્ટ્રક્શન સાઈટ પર હાજર રહેલા અન્ય મજૂર અને લોકો દ્વારા તુરંત તેમને બચાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ સાથે તંત્રને પમ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

જેસીબી અને સ્થાનિક મજૂરોની મદદથી માટીમાંથી ચારે મજૂરને બહાર કાઢી 108ની મદદથી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જોકે, સારવાર મળે તે પહેલા જ ચારે મજૂરે દમ તોડી દીધો હતા. હોસ્પિટલમાં હાજર ડોક્ટરોએ ચારે મજૂરને મૃત જાહેર કર્યા છે.

આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી, પોલીસે લોકોની પૂછપરછ હાથધરી અકસ્માત કેવી રીતે સર્જાયો તે મુદ્દે પુછપરછ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ અનેક વખત મકાન ઉતારતા સમયે અથવા ખોદકામ સમયે માટીની ભેખડ ઢસી પડતા મજૂર દટાઈ મર્યા હોય તેવી ઘટનાઓ સામે આવી છે, હમણાં જ થોડા સમય પહેલા નવસારીના ઈટાળવા ગામમાં કેનાલનું ખોદકામ કરતા સમયે ભેખડ ઢસી પડતા બે મજૂરના મોત નિપજ્યા હતા, આ સિવાય બનાસકાંઠાનાના પાલનપુર પાસેના સાસમ ગામમાં પણ એક જુનું મકાન ઉતારવાનું કામ ચાલી રહ્યું હતું, તે સમયે મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા કામ કરી રહેલા ચાર મજૂર ઘરમાં જ દિવાલના કાટમાળ નીચે દટાઈ ગયા, જેમાં ત્રણ મજૂરના મોત થયા હતા.
First published: January 22, 2020, 5:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading