'અમે આંદોલન કરીશું, ગોળી મારવી હોય તો મારી દે' : BTPએ રાજ્યસભા ચૂંટણી માટે મતદાન ન કર્યું

News18 Gujarati
Updated: June 19, 2020, 4:57 PM IST
'અમે આંદોલન કરીશું, ગોળી મારવી હોય તો મારી દે' : BTPએ રાજ્યસભા ચૂંટણી માટે મતદાન ન કર્યું
મહેશ વસાવા, છોટુભાઈ વસાવા.

અમે હવે ઘરે જઈને આંદોલન કરીશું. આ લોકો એવું કહેવા માંગે છે કે આદિવાસીઓ આ દેશના જ નથી, અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે અહીંના જ છીએ.

  • Share this:
ગાંધીનગર : બીટીપીના છોટુભાઈ વસાવા (Chootubhai Vasava) અને મહેશ વસાવા (Mahesh Vasava)એ મતદાન શરૂ થયું ત્યારે આપેલી ચીમકી પ્રમાણે રાજ્ય સભાની ચૂંટણી માટે વોટિંગ (BTP not Cast vote for RS Election) નથી કર્યું. બંને ધારાસભ્યોએ વોટિંગ ન કરતા તેનો સીધો ફાયદો ભાજપ (BJP)ને થયો છે. બંને ધારાસભ્યો જો કૉંગ્રેસ (Congress) પક્ષમાં વોટિંગ કરતા અને ભાજપનો કોઈ વોટ રદ થતો તો તેનો ફાયદો કૉંગ્રેસ ઉમેદવાર ભરતસિંહને મળી શકતો હતો. બંને ધારાસભ્યોએ વોટિંગ ન કરતા હવે વોટિંગનું ગણિત બદલાયું છે. જે પ્રમાણે ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થાય તે નક્કી છે. જ્યારે કૉંગ્રેસમાંથી ભરતસિંહની હાર નક્કી છે. બીટીપીએ મતદાન ન કરવાની જાહેરાત કરીને પોતે આંદોલન કરવા માટે ઘરે જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે બંને પાર્ટીઓએ ફક્ત વચનો આપ્યા છે, કામ નથી કર્યું.

અમારી માંગણી નથી સંતોષાઇ : છોટુભાઈ વસાવા

રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન નહીં કરવાની જાહેરાત બાદ છોટુભાઈ વસાવાએ પોતાના ઘરે પ્રેસ કૉન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યુ હતું કે, "અમારી માંગણી સંતોષાઈ નથી અને એ લોકો સંતોષી શકે તેમ પણ નથી. અમે કહ્યું હતું કે તમારું જ્યાં જ્યાં શાસન છે ત્યાં શિડ્યૂલ 5 લાગૂ કરો. એ લોકો નથી કરી રહ્યા એટલે અમે મતદાન ન કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત અમને જરા પણ એવું નથી લાગતું કે આ લોકો અમારા પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ માટે જ મત નથી આપતા. ભાજપા કહે છે કે અમે બીટીપી સાથે છીએ પરંતુ જો સાથે હોય તો અમારું કામ કેમ નથી કરતા? ભાજપ અને કૉંગ્રેસ અમારા લોકોનો બળદ તરીકે ઉપયોગ કરે છે."

આ પણ વાંચો : મારા તરફથી વિવાદ પૂર્ણ, હું માફી માંગનાર અને આપનાર છું : મોરારિબાપુ

આદિવાસીઓના પ્રશ્ને આંદોલન કરીશું

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું કે, "ચૂંટણી હોય એટલે બધા લોકો સંપર્ક કરે છે. અમે હવે ઘરે જઈને આંદોલન કરીશું. આ લોકો એવું કહેવા માંગે છે કે આદિવાસીઓ આ દેશના જ નથી, અમે એવું કહેવા માંગીએ છીએ કે અમે અહીંના જ છીએ. આ માટે આંદોલન કરીશું. અમે ભૂતકાળમાં ભાજપ અને કૉંગ્રેસ બંનેને વોટ આપ્યા છે દર વખતે કામ કરવાના પ્રલોભનો આપાયા છે. વર્ષોથી આવું ચાલે છે. અમારા લોકોને જ્યાં જ્યાં અન્યાય થશે ત્યાં આંદોલન કરીશું. સરકારે ગોળી મારવી હોય તો મારી દે. અમને હટાવવાનો પ્રયાસ કરશે તો અમે નહીં હટીએ. કેવડિયાના બાળકો પણ અમારા જ છે."મતદાન ન કરવાથી તેનો સીધો ફાયદો ભાજપને થતો હોવા અંગે પૂછાયેલા સવાલના જવાબમાં છોટુભાઈએ કહ્યું હતું કે, અમારા મતદાન ન કરવાથી ભાજપને ફાયદો થતો હોય તો ભલે થાય પરંતુ અમને નુકસાન થાય છે.

શું ભાજપે છોટુભાઈ મતદાન ન કરે તે માટે સમજાવ્યા?

છોટુભાઈ વસાવાના મનાવવા માટે આજે કૉંગ્રેસ તરફથી ત્રણ વખત અને ભાજપ તરફથી બે વખત તેમના નિવાસસ્થાને જઈને મતદાન કરવા માટે સમજાવવામાં આવ્યા હતા. જોકે, તેઓ માન્યા ન હતા. છેલ્લો પ્રયાસ ભાજપ તરફથી કરવામાં આવ્યો છે. ત્યારે એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભાજપના ઉમેદવારની જીત નક્કી જ હતી ત્યારે કૉંગ્રેસના ઉમેદવારને કોઈ ફાયદો ન મળે તે માટે ભાજપે તેમને મતદાન ન કરવા માટે સજાવ્યા હોઈ શકે છે. જોકે, આવી કોઈ વાતનો છોટુભાઈએ ઇન્કાર કરી દીધો હતો.

આ પણ વાંચો : મોરબી : કારખાનેદારે યુવતી સાથે બોગસ લગ્ન કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું
First published: June 19, 2020, 4:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading