ગાંધીનગર : ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલનો મુખ્યમંત્રીને પત્ર વરુણ પટેલે પોતાના આ પત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ને જણાવ્યું છે કે, કોરોનાના કપરા કાળમાં ગુજરાતની પ્રજાએ આપના સંવેદના સભર નિર્ણય જોયા. ખાસ કરીને આરોગ્ય ને લગતા નિર્ણયોમાં પ્રજાના સારા પ્રતિભાવો પણ મળ્યા. શિક્ષણની બાબતમાં પણ નિર્ણય સંપૂર્ણ સંવેદનશીલ હોવાને પ્રતિભાવ મળ્યા છે. પરંતુ શૈક્ષણિક સંસ્થાઓ વાલીઓને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી અને ફી વસૂલવાનો પ્રયત્ન કરે છે.
તેમણે વધુમાં કહ્યું કે, અમુક વાલીઓ સાથે અને વાલી મંડળના આગેવાનો સાથે ચર્ચા થયા પ્રમાણેની વાત હું આપના ધ્યાને મૂકવા માંગું છે. વાલીઓના કહેવા પ્રમાણે, અત્યારે હાલ પૂરતું જયારે પ્રથમ સત્રમાં ઓનલાઇન એજ્યુકેશન ચાલે છે ત્યારે સ્કૂલના શિક્ષકોનો પગાર સિવાયના તમામ ખર્ચ જેવા કે વાહન વ્યવહાર, વીજળી, મેઇન્ટેનન્સ, સ્ટેશનરી, વિગેરે ખર્ચ બંધ છે. વાલીઓએ વ્યક્ત કરેલી લાગણી અનુસાર, ઓનલાઇન એજ્યુકેશન એ નાના બાળકો માટે ફાયદા કરતાં નુકસાન કારક વધારે છે. દરેક પરિવાર પાસે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઈન્ટરનેટની પણ વ્યવસ્થા હોતી નથી.
આ પણ વાંચો - અમદાવાદ : મેયર બીજલ પટેલે જે કન્ટેનમેન્ટ ઝોનમાં છોડ વિતરણ કર્યા ત્યાંના કોર્પોરેટરને કોરોના થયો
તેમણે વધુમાં લખ્યું છે કે, શૈક્ષણિક સંસ્થાઓએ ઓનલાઇન એજ્યુકેશનને શિક્ષણના માધ્યમ કરતા વધારે ફી ઉઘરાવવામાં માધ્યમ બનાવી દીધું હોય એવી લાગણી પણ પ્રવર્તે છે. આ વિષય પણ ફરી એક વાર વિચાર માંગી લે તેવો છે. શિક્ષણ એ સેવા તરીકે ચાલતું કાર્ય છે તો જ્યારે આ શૈક્ષણિક સંસ્થા ને જે 65% જેટલો ખર્ચ બચે છે. આ આર્થિક રીતે ખરાબ સમયમાં ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ અને વાલીઓને આનો લાભ મળે અને તેમની પાસે થી 35% જેટલી જ ફી વસૂલવામાં આવે તેવી આપની સમક્ષ અરજી છે.
આ પણ જુઓ -
તેમણે આર્થિક રીતે મજબૂર વિદ્યાર્થીઓની વાત કરતા લખ્યું કે, દરેક શૈક્ષણિક સંસ્થાઓએ ફી રેગ્યુલેશન કમિટિ સમક્ષ પોતાના ખર્ચ રજુ કરી ને જ ફી નક્કી કરેલ છે. તો સરકાર ફી રેગ્યુલેશન કમિટિમાં સંસ્થાઓએ દર્શાવેલ ખર્ચનો અભ્યાસ કરી આ સત્રની ફી નક્કી કરે તેવી વાલીઓની માંગણી છે.
અત્યારે આર્થિક રીતે મજબુર વિધાર્થી અને વાલીઓ પ્રત્યે સંવેદનશીલતા વ્યક્ત કરી તેમના હિતમાં નિર્ણય લેવા વિનંતી છે.