રાજ્યસભાની ચૂંટણી : બીજેપીના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ કરાયો


Updated: June 17, 2020, 9:39 AM IST
રાજ્યસભાની ચૂંટણી : બીજેપીના ધારાસભ્યોને ગાંધીનગર નહીં છોડવા આદેશ કરાયો
ભાજપ-કૉંગ્રેસના રાજ્ય સભાની ચૂંટણીના ઉમેદવારો.

મતદાનના દિવસ તમામ ધારાસભ્યોનું મેડિકલ ચેકઅપ કરીને તેમને મતદાન કરવા માટે જવા દેવામાં આવશે.

  • Share this:
ગાંધીનગર : રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) માટે ગુજરાત વિધાનસભા ખાતે 19મીએ મતદાન થનાર છે. જેને અનુસંધાને કેન્દ્રીય ચૂંટણી પંચ (Election Commission) દ્વારા સમગ્ર ચૂંટણી પ્રકિયા પર નજર રાખવામાટે ચૂંટણી નિરીક્ષકની નિમણૂક કરી દેવાઈ છે. સમગ્ર ચૂંટણી પ્રકિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. એટલું જ નહીં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર વેબ કાસ્ટિંગના માધ્યમથી કેન્દ્રીય ચૂંટણી પંચ નજર રાખશે. એટલું જ નહીં સીસીટીવી કેમેરા પણ સમગ્ર મતદાન મથક વિસ્તારમાં લગાવી દેવામાં આવ્યા છે.

એટલું જ નહીં, મતદાનના દિવસે તબીબોની ટીમ ધારાસભ્યોના આરોગ્યની ચકાસણી માટે તૈનાત કરવામાં આવશે. દરેક ધારાસભ્યોનું મેડિકલ ચેકઅપ કરીને મતદાન કરવા જવા દેવાશે. તમામ ધારાસભ્યોએ મતદાન વખતે માસ્ક પહેરીને આવવાનું રહેશે. બીજું મતદાન મથકના વિસ્તારને બે વખત સૅનેટાઇઝ કરવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત એ છે કે એક તરફ કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીને લઈ તમામ પ્રકિયા પૂર્ણ કરી દીધી છે ત્યારે બીજી બીજેપી-કૉંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આવી રહ્યો છે. કૉંગ્રેસ-બીજેપી દ્વારા તેમના ધારાસભ્યોની બેઠકો બોલાવીને કેવી રીતે મતદાન કરવું તેને લઈ માર્ગદર્શન આપશે.

રાજ્યસભાની ચાર બેઠકો માટે પાંચ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે ત્યારે આગામી 19 જૂનના રોજ ચૂંટણી યોજાનાર છે. પ્રદેશ બીજેપીના પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને આશિષ શેલારની ઉપસ્થિતિમાં સાંજે 5 વાગ્યે ગાંધીનગર ઉમા હોલ ખાતે ધારાસભ્યોની બેઠક મળશે. આ બેઠકમાં બીજેપીના ધારાસભ્યોને મતદાન કેવી રીતે કરવું તેના માટે માર્ગદર્શન અપાશે. આ બેઠકમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ બીજેપીના અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચો :  પહેલીવાર અમદાવાદની રથયાત્રા બપોરે 2 કલાકે નિજ મંદિર પહોંચી જશે, જાણો તમામ આયોજન

મહત્વપૂર્ણ બાબત એ છે કે વર્ષ 2019માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં કૃષિ પ્રધાન રણછોડ ફળદુને એકડો લખતા ન આવડતા તેમનો મત રદ થયો
હતો. અત્યારની રાજ્યસભાની ચૂંટણીમાં બીજેપીના 103, એનસીપીના 1, કોંગ્રેસના 65, અપક્ષના 1 અને બીટીપીના 2 ધારાસભ્યોના મત નિર્ણાયક બની રહેવાના છે. બીજેપીના અભય ભારદ્વાજ અને રમીલા બારાની જીત નિશ્ચિત છે, ત્યારે ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનની જીતનો આધાર એનસીપી અને બીટીપીના ધારાસભ્યના મત રહેવાનો છે.બીજેપી માટે તેના તમામ ધારાસભ્યો યોગ્ય રીતે મત આપે તે જરૂરી છે. બીજેપીના બે ધારાસભ્યો પુરષોત્તમ સોલંકી અને શંભુજી ઠાકોર સહાયક મતદાન કરવાના છે. જ્યારે કિશોર ચૌહાણ અને બલરામ થવાણી પીપીઈ કીટ પહેરીને મતદાન કરવા આવશે. બીજેપીના ધારાસભ્યો મતદાન કરવામાં ભૂલ ન કરે તે માટે બે દિવસ માટે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. આવતીકાલે પણ બપોરે 1 વાગ્યે બીજેપી ધારાસભ્યોની બેઠક મળશે. મહત્વની વાત તો એ છે કે બીજેપીના ધારાસભ્યોને રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડવા માટે આદેશ કરાયો છે.

આ પણ વાંચો : CM યોગીના ગુરૂભાઈ યોગી દેવનાથ રાજ્યની રૂપાણી સરકારથી ખફા, આંદોલનની ચીમકી
First published: June 17, 2020, 9:38 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading