BJPનાં સ્થાપના દિને કાર્યકર્તાઓને એક ટંકનું ભોજનનો ત્યાગ કરી અન્યને જમાડવાની અપીલ કરી


Updated: April 6, 2020, 2:35 PM IST
BJPનાં સ્થાપના દિને કાર્યકર્તાઓને એક ટંકનું ભોજનનો ત્યાગ કરી અન્યને જમાડવાની અપીલ કરી

  • Share this:
ગાંધીનગર : 6 એપ્રિલ એટલે કે ભાજપનો (BJP) સ્થાપના દિવસ. કોરોના મહામારી (coronavirus) સામે જ્યારે સમગ્ર દેશ લડી રહ્યો છે. ત્યારે ભાજપનાં સ્થાપના દિવસે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાએ (J P Nadda) પાર્ટીના તમામ કાર્યકર્તાઓને એક સંદેશ મોકલ્યો છે. જે અનુસાર..

-દરેક કાર્યાલય અને કાર્યકર્તાઓનાં ઘરે પાર્ટીનો નવો ધ્વજ ફરકાવવો. પાર્ટીનો ધ્વજ ફરકાવતા દરમ્યાન એકબીજાથી અંતર રાખવું.
-પોતાના ઘરમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાળ ઉપાધ્યાય જીના ફોટાને પુષ્પાંજલી અર્પણ કરવી.

-અત્યારના લોકડાઉનનાં સમયમાં પીડિત લોકોને પડતી હાલાકી પ્રત્યે સંવેદના પ્રગટ કરવા ભાજપનાં સ્થાપના દિન નિમિત્તે દરેક કાર્યકર્તા એક સમયનું ભોજન નો ત્યાગ કરે
-#FeedtheNeedy અંતર્ગત જરૂરિયાતમંદ લોકો ને 51 ફૂડ પેકેટ વહેંચવા જોઈએ.
- આગલા એક સપ્તાહ દરમ્યાન દરેક વ્યક્તિને હાથે બનાવેલ 2 ફેસ કવર (Face Cover) મળે તેવી વ્યવસ્થા આપણા બુથમાં ગોઠવવી. ફેસ કવર (Face Cover) ની તૈયારીઓ અને વિતરણ કરતાં કામગીરીનાં વીડિયો બનાવવા અને #WearFaceCoverStaySafe સાથે પ્રસાર કરવો.-આજે જયારે આપણે ભારતીય જનતા પાર્ટીનો 40મો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે દરેક કાર્યકર્તા એ ઓછામાં ઓછા 40 લોકોને PM Cares Fundમાં વ્યક્તિદીઠ 100 રૂપિયા દાન કરવા અનુરોધ કરવો.
-#My40FortheNation નો ઉપયોગ કરવો. ભાજપનાં 40માં સ્થાપના દિવસ નિમિતે દરેક બુથમાં 40 ઘરોનો સંપર્ક કરવો અને તેમને નીચે જણાવેલ લોકો માટે 5 ધન્યવાદ પત્રો લખવા અને તેમની સહી મેળવવી.

1. પોલીસ
૨) સફાઈ કર્મચારી
3) સરકારી કર્મચારીઓ
4) ડોક્ટર અને નર્સ
5) બેંક અને પોસ્ટઓફીસનાં કર્મચારીઓ

આ પણ વાંચો : મહાવીર જયંતિ કેવી રીતે ઉજવાય તે તો અમદાવાદના સજાગ ગ્રુપ પાસેથી શીખવા જેવું છે

કોરોના સામે લડતાં અગ્રીમ હરોળના આ યોદ્ધાઓને ધન્યવાદ પત્રો આપવા. પાર્ટી અને વરિષ્ઠ નેતાઓ વિશે તમારા ઘરમાં ઉપલબ્ધ સાહિત્યનું વાંચન કરવું.
First published: April 6, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading