ગાંધીનગર : કૉંગ્રેસના 'દગાખોરો'ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી


Updated: June 29, 2020, 12:39 PM IST
ગાંધીનગર : કૉંગ્રેસના 'દગાખોરો'ને BJP વિધાનસભાની ટિકિટ આપશે, આ નામો નક્કી
તસવીરમાં ડાબેથી પ્રથમ જેવી કાકડિયા, પ્રદ્યુમનસિહ જાડેજા, જીત ચૌધરી, અક્ષય પટેલ અને બ્રિજેશ મેરજા

અગાઉ થયેલી રાજકીય સોદાબાજી પ્રમાણે ભાજપ કૉંગ્રેસના આ બે પૂર્વ ધારાસભ્યોને વિધાનસભાની ટિકિટ નહીં આપે

  • Share this:
રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ સાથે દગો કરનાર ગાંધી વિચારધારા ને વરેલા પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા કમલ્મ ખાતે કેસરિયો પહેરાવ્યા બાદ આગામી સમય માં યોજાનાર વિધાનસભા ની પેટા ચૂંટણી માં ટિકિટ આપશે.બીજેપી દ્વારા કોંગ્રેસ ના પૂર્વ પાંચ ધારાસભ્યો ને ટિકિટ આપવા માં આવશે.જોકે લીમડી ,ગઢડા અને ડાંગ માં પૂર્વ ધારાસભ્યો સાથે થયેલ રાજકીય સોદાબાજી ના ભાગ રૂપે ટિકિટ નહિ અપાય.

ગુજરાત વિધાનસભા ની 182 બેઠકો પૈકી 10 બેઠકો ખાલી છે.જે પૈકી દ્વારકા બેઠક ની ચૂંટણી ને મુદ્દો સુપ્રીમ કોર્ટ માં છે જ્યારે મોરવા હડફ બેઠક ના ઉમેદવારે ખોટું જાતિ નું પ્રમાણપત્ર રજૂ કરી હોવાના મુદ્દે ચૂંટણી રદ થઈ છે.
રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ના 8 ધારાસભ્યો એ તેમની પાર્ટી અને જનતા સાથે દ્રોહ કરી ને ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ ને રાજીનામાં ધરી દીધા હતા.

જેમાં અબડાસા ના ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજા ,ધારી ના ધારાસભ્ય જે વી કાકડીયા ,કરજણ ના ધારાસભ્ય અક્ષય પટેલ ,મોરબી ના એમ એલ એ બ્રિજેશ મેરજા ,કપરાડા ના એમ એલ એ જીતુ ચૌધરી,લીમડીના MLA સોમાભાઈ પટેલ ,ગઢડા ના એમ એલ એ પ્રવીણ મારુ અને ડાંગ ના એમ એલ એ મંગળ ગાવીત નો સમાવેશ થાય છેમહત્વ ની વાત તો એ છે કે જનતા એ આ તમામ ધારાસભ્યો ને પાંચ વર્ષ માટે ચુંટી કાઢી હતા.જોકે કોંગ્રેસ ના આ દગાખોર વિશ્વાસઘાતી ધારાસભ્યો એ પોતાના રાજકીય સ્વાર્થ ને સિદ્ધ કરવા માટે રાજીનામુ આપી દેતા જનતા એ ફરી વખત લાઈન માં ઉભું રહેવું પડશે
કોંગ્રેસ ના 8 દગાખોર ધારાસભ્યો પૈકી 5 ધારાસભ્યો એ બીજેપી નો ભગવો ધારણ કરી લીધો છે.
જેમાં પ્રદ્યુમ્નસિંહ  જાડેજા ,જે વી કાકડીયા અને બ્રિજેશ મેરજા એ બીજી વખત બીજેપી નો કેસરિયો ધારણ કર્યો છે.આ ત્રણ ધારાસભ્યો પૈકી પદ્યુમ્નસિંહ જાડેજા ની વાત કરી એ તેઓ જિલ્લા પંચાયત માં બાંધકામ સમિતિ ના ચેરમેન રહી ચૂક્યા છેતેઓ ત્રણ વખત સરપંચ રહયા છે.

આ પણ વાંચો :  વડોદરા : રેલવે ફાટક પરથી પસાર થવા જતા બાઇક ચાલકનો ટ્રેન સાથે અકસ્માત, મોતનો વિચલિત કરતો CCTV Video

બીજેપી એ જિલ્લા પંચાયત ની ચૂંટણી માં ટિકિટ આપ્યા બાદ બાંધકામ સમિતિ ના ચેરમેન બનાવ્યા હતા. વર્ષ 2014 માં અબડાસા વિધાનસભા ની ચૂંટણી માં કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ ને ટિકિટ આપતા બીજેપી  નો સાથ છોડી ને કોંગ્રેસ નો પદ્યુમ્નસિંહ જાડેજાએ પંજો પકડી લીધો. ગુજરાત વિધાનસભા ની વર્ષ 2017 માં શક્તિસિંહ ગોહિલે અબડાસા બેઠક ને બદલે માંડવી લડવા નું નક્કી કરતા કોંગ્રેસે પદ્યુમ્નસિંહ જાડેજા ને અબડાસા બેઠક પર થી ચૂંટણી લડાવી ને તેઓ જીત્યામાત્ર ત્રણ વર્ષ ના ટૂંકા ગાળા મા કોંગ્રેસ સાથે નો નાતો તોડી ને ફરી બીજેપીની કંઠી  પહેરી લીધી છે.

મોરબી ના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા એ બીજેપી ની કંઠી વિધિવત રીતે કમલ્મ ખાતે પહેરી લીધી છે. તેઓ ને મોરબી બેઠક પર થી ચૂંટણી લડાવશે  તેઓ ચૂંટણી જીતશે તો તેમને મંત્રી બનાવવા નું પણ કમિટમેન્ટ બીજેપી દ્વારા અપાયું છે. આંતરિક સૂત્રો તરફ થી મળતી માહિતી પ્રમાણે પૂર્વ એમ એલ એ કાંતિ અમૃતિયા સહિત બીજેપી ના નિષ્ઠાવાન કાર્યકરો નારાજ છે .જે નારાજગી ચૂંટણી માં જોવા મળી શકે છે.

ધારી ના પૂર્વ એમ એલ એ જે વી કાકડીયા બીજેપી નું ગોત્ર ધરાવે છે..તેઓ ને કોંગ્રેસે વર્ષ 2017 માં વિધાનસભા મી ચૂંટણી માં ટિકિટ આપી હતી તેઓ ધારાસભ્ય બન્યા.રાજ્યસભા ની ચૂંટણી દરમ્યાન કોંગ્રેસ ને તેમની જરૂર હતી ત્યારે કોંગ્રેસ સાથે દગો કરી ને ધારાસભ્ય પદે થી રાજીનામુ ધરી દીધા બાદ પુનઃ બીજેપી નો ભગવો ધારણ કરી લીધો.

કોંગ્રેસ ના ચાર ટર્મ ધારાસભ્ય રહેલ કપરાડા ના ધારાસભ્ય જીતુ ચૌધરી એ કોંગ્રેસ ને અલવિદા કરી દીધા.તેમની ટિકિટ બીજેપી એ ફાઇનલ કરી દીધી છે.
કરજણ ના પૂર્વ એમ એલ એ અક્ષય પટેલ ની ટિકિટ બીજેપી એ ફાઇનલ કરી દીધી છેમહત્વ ની વાત તો એ છે કે કોંગ્રેસ કે બીજેપી ને વફાદાર રહયા નથી જેમના સ્વભાવમાં સ્વાર્થી મનોવૃત્તિ અને દગાખોરી છે તેવા તમામ પૂર્વ ધારાસભ્યો ને બીજેપી દ્વારા ટિકિટ અપાશે..જ્યારે કોંગ્રેસ ના ત્રણ પૂર્વ ધારાસભ્યો ની બાદબાકી નક્કી છે.લીંબડી ના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલ ,ગઢડા ના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુ અને ડાંગ ના પૂર્વ એમ એલ એ મંગળ ગાવીત ને રાજકીય સોદાબાજી મુજબ ટિકિટ નહિ અપાય.

આ પણ વાંચો :  પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ અંગે કૉંગ્રેસનું રાજ્યવ્યાપી પ્રદર્શન,અમિત ચાવડા સાથે અનેક કાર્યકરોની અટકાયત

જ્યારે બીજેપી દ્વારા લીંબડી માં પૂર્વ એમ એલ એ કિરીટ સિંહ રાણા ,ગઢડા માં પૂર્વ પ્રધાન આત્મારામ પરમાર ને ટિકિટ આપવા માં આવશે.એટલુંજ નહિ પેટા ચૂંટણી જીત્યા બાદ તેમને મંત્રી બનાવવા માં આવશે તેમ સૂત્રો કહી રહયા છે.જોકે સામાજિક અને ન્યાય બાબતો ના પ્રધાન ઈશ્વર પરમાર નું રિપોર્ટ કાર્ડ તેમનું ભવિષ્ય નક્કી કરશે.

મહત્વપૂર્ણ બાબત તો એ છે કે જનતા સાથે દગાખોરી કરનાર નેતા ઓ ફરીવાર જનમત લેવા આવશે ત્યારે અલ્પેશ ઠાકોર અને ધવલ ઝાલા ની જેમ જનતા હિસાબ કરશે કે પછી પેટા ચૂંટણી માટે જવાબદાર નેતાઓ ને માથે બેસાડશે તે તો આવનારો સમય બતાવશે
First published: June 29, 2020, 12:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading