ભાજપે રાજ્યસભાની બે ખાલી બેઠકો પર જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોણ છે આ નવા ચહેરા

ભાજપે રાજ્યસભાની બે ખાલી બેઠકો પર જાહેર કર્યા ઉમેદવારોના નામ, જાણો કોણ છે આ નવા ચહેરા
દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાની ફાઇલ તસવીર

બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્ર છે અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે.

 • Share this:
  ભાજપે (BJP) રાજ્યસભાની (RajyaSabha) ખાલી પડેલી બેઠેકો (Vacant Seat) પર બે ઉમેદવારોના (Candidate) નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો પર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો પર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ (Dineshbhai Jemalbhai Prajapati) અને રામભાઇ મોકરિયાનું (Rambhai Mokariya) નામ જાહેર કર્યું છે.

  કૉંગ્રેસના અહેમદ પટેલ (Ahmed Patel) અને ભાજપના અભય ભારદ્વાજના (Abhay Bharadwaj) નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે.  નોંધનીય છે કે, 1 માર્ચના રોજ રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવવાની છે.  દિનેશ પ્રજાપતિ બનાસકાંઠાના વતની

  હાલ મળતી માહિતી પ્રમાણે, બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્ર છે અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે. જો આપણે ઉમેદવારોની વાત કરીએ તો દિનેશ પ્રજાપતિ Obc ચહેરો છે, તેઓ બનાસકાંઠામાંથી આવે છે. તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે.

  સુરતમાં BJP કાર્યકરોમાં આક્રોશ: '36 વર્ષથી અમારે ફક્ત ઘરે સ્લીપ જ પહોંચાડવાની? અને જેને કોઇ ઓળખતું નથી તેમને ટિકિટ આપવાની'

  રામભાઇ મૂળ પોરબંદરના છે

  રામભાઈ મોકરિયા Avbp કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તેઓ મારુતિ કુરિયરના મલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા છે.

  રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ BJP 39 બેઠકો પર થયું બિનહરીફ, જાણો ક્યાં ક્યાં

  બંને બેઠકો જીતી શકે છે બીજેપી

  હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક પર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણકે વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે. કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો.  પરંતુ ચૂંટણી પંચ દ્વારા વર્ષ 2009 અને 1994માં યોજાયેલી ચૂંટણીનો રેફરન્સ આપતા એક જ જાહેરનામા બંનેએ બેઠકોની અલગ-અલગ ચૂંટણી કરવા થયેલા આ પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો એટલે કે ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો પર ભાજપના બંને ઉમેદવારને જીત મળશે અને રાજ્યસભા પહોશે.
  Published by:Kaushal Pancholi
  First published:February 16, 2021, 11:56 am

  ટૉપ ન્યૂઝ