Home /News /north-gujarat /

Amit shah birthday:અમિત શાહમાં પહેલેથી જ સારા વહીવટકર્તાના ગુણ હતા, મિત્ર બિપિન સોનીએ જણાવી ખાસ વાતો

Amit shah birthday:અમિત શાહમાં પહેલેથી જ સારા વહીવટકર્તાના ગુણ હતા, મિત્ર બિપિન સોનીએ જણાવી ખાસ વાતો

અમિત શાહની ફાઈલ તસવીર

amit shah birthday special: આ પ્રસંગે અમિત શાહના (amit shah friend) મિત્રો પણ તેમના ગુણો ( qualities) ગણાવતા થકતા નથી. ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથે અમિત શાહના મિત્ર બિપિન સોની (bipin soni) સાથે ખાસ વાતચીત કરી હતી.

ગાંધીનગરઃ ભારતના ગૃહમંત્રી (central home minister) અને ભારતીય જનતા પાર્ટીના (BJP) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ (Amit Shah)નો આજે જન્મદિવસ છે. ભાજપના ‘ચાણક્ય’ મંત્રી કહેવાતા અમિત શાહ રાજનીતિમાં કુશળ રણનીતિકાર તરીકે ઓળખાય છે. નરેન્દ્ર મોદી (Narendra modi) સાથે મળીને 2014માં ભાજપને પહેલા કેન્દ્ર, પછી ધીમે-ધીમે મોટાભાગના રાજ્યોમાં સત્તા લાવવામાં તેમની ભૂમિકા બહુ મહત્વની રહી છે. આ પ્રસંગે અમિત શાહના મિત્રો પણ તેમના ગુણો ગણાવતા થકતા નથી. ત્યારે ન્યૂઝ18ગુજરાતી સાથે અમિત શાહના મિત્ર બિપિન સોની સાથે ખાસ વાતચીત કરી હતી.

અમિત શાહને ગુજરાતમાં સૌવ પ્રથમ વખત ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન ના ચેરમેન પદે વર્ષે 1995 માં જવાબદાર મળી હતી.આ પદ પર અમિત શાહ એ માત્ર બે વર્ષે રહ્યા પરંતુ આ બે વર્ષેમાં આ સરકારી કંપની ને અમિત શાહ દ્વારા નફો કરતી કરવામાં આવી હતી. અમિત શાહના મિત્ર બિપિન સોની એ ન્યુઝ 18 સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે વર્ષે 1999થી 2000ના સમયમાં અમિત શાહએ અમદાવાદ ડિસ્ટ્રીક કોપોરેટિવ બેંકમાં પ્રવેશ કર્યો 75 વર્ષેથી નુકશાન કરતી આ બેંકને અમિત શાહ દ્વારકા જ નફો કરતી કરકામાં આવી હતી.

એટલું જ નહીં મધુપુરા કોપોરેટિવ બેંક જે ફડચામાં ગઈ હતી તેના થાપણ દારોને પણ તેમની ડિપોઝીટ પરત આપવી હતી.
અમિત શાહ ના મિત્ર બિપિન સોની એ ન્યુઝ 18 સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે  અમિત શાહ જ્યારે સ્કૂલમાં હતા ત્યાર થી જ તેમનામાં નેતૃત્વ ના ગુણ હતા.તે હંમેશા સ્કૂલમાં કલાસ ના મોનીટર બનતા હતા.બાળપણ થી જ વાંચન નો શોખ તેમના માતા દ્વારા તેમનામાં કેળવામાં આવ્યો હતો.

કેન્દ્રમાં પૂર્ણ બહુમતી મેળવવામાં શાહની મોટી ભૂમિકા
2019માં જ્યારે બીજેપી પોતાના દમ ઉપર પૂર્ણ બહુમતી મેળવીને કેન્દ્રની સત્તામાં પાછી આવી તો મોદીએ શાહને પાર્ટીની જવાબદારીમાંથી મુક્ત કરીને સરકારમાં સામેલ કર્યા. ગૃહ મંત્રી તરીકે શાહે દેશનું સૌથી મુશ્કેલ અને મહત્વનું મંત્રાલય સંભાળ્યું છે. બ્લૂમ્સબરી પ્રકાશનની ‘અમિત શાહ એન્ડ ધ માર્ચ ઓફ બીજેપી’માં શાહના શરૂઆતી દિવસોનું વર્ણન છે. એક વેપારી પરિવારમાંથી આવતા અમિત શાહ રાજકારણમાં કઈ રીતે આવ્યા એ જાણવું રસપ્રદ છે.

આ પણ વાંચોઃ-Amit Shah Bday Spl: આ પહેલાં ક્યારેય નહીં જોઇ હોય અમિત શાહની આવી તસવીરો

13 વર્ષની ઉંમરમાં ગલી-ગલીએ લગાડ્યા પોસ્ટર
અમિત શાહનું શિક્ષણ મહેસાણામાં થયું છે. તેમના જીવન પર તેમના દાદાની છાપ સ્પષ્ટ દેખાય છે. એક વખત પોતાનું બાળપણ યાદ કરીને અમિત શાહે કહ્યું હતું કે તેમના દાદા નરમ સ્વભાવના હતા પણ સવારે ચાર વાગ્યે ઉઠવાનું અનિવાર્ય હતું. ભારતીય વસ્ત્રોમાં આટલી વહેલી સવારે તૈયાર થઈને બેસવાનો નિયમ હતો. ત્યારથી જ તેમના મનમાં ભારતીય સંસ્કૃતિના મૂળિયા મજબૂત થયા.

આ પણ વાંચોઃ-Amit Shah Birthday Spl: અમિત શાહે જન્મભૂમિ માણસાનું કેવી રીતે ઉતાર્યુ ઋણ

અમિત શાહના પરદાદા અને દાદા માણસાના નગરશેઠ હતા. બાળપણમાં તેમને શિક્ષા પરંપરાગત રીતે આચાર્ય અને શાસ્ત્રી દ્વારા મળી. અમિત શાહની ઉંમર ફક્ત 13 વર્ષની હતી જ્યારે તેઓ સરદાર પટેલની દીકરીના પક્ષમાં દીવાલો પર પોસ્ટર પણ લગાવતા હતા જે ઇન્દિરા ગાંધીના વિરુદ્ધ હતા. એ વર્ષે ઇન્દિરા વિરોધી લહેરમાં ગુજરાતની 20 લોકસભા સીટોમાં 15 સીટો જનતા પાર્ટીએ જીતી હતી.
Published by:ankit patel
First published:

Tags: Aamit shah, Birthday Celebration, Gujarati News News

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन