ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર : શંકરસિંહ બાપુની કૉંગ્રેસમાં થઈ શકે છે 'ઘરવાપસી'

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર : શંકરસિંહ બાપુની કૉંગ્રેસમાં થઈ શકે છે 'ઘરવાપસી'
શંકરસિંહ વાઘેલાની ફાઇલ તસવીર

શંકરસિંહ વાઘેલાની સોનિયા ગાંધી સાથે થઈ ચુકી છે ગુપ્ત મુલાકાત, અહેમદ પટેલ બાદ નવા ચાણક્ય બનશે બાપૂ?

 • Share this:
  ગીતા મહેતા, ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Gujarat Local Body Elections) પહેલાં રાજ્યની રાજનીતિમાં ભૂકંપ આવી શકે છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલાની (Shankarsinh vaghela) કૉંગ્રેસમાં (Congress) ફરી થઈ શકે છે ઘરવાપસી. કૉંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાને કૉંગ્રેસ પોતાની પાર્ટીમાં ફરીથી લાવવા માટે સક્રિય છે. શંકરસિંહ વાઘેલા ફરીથી કૉંગ્રેસમાં જઈ શકે છે. શંકરસિંહ બાપુ આજે સવારથી તેમના નિવાસસ્થાને હાજર નથી ત્યારે કૉંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા આ અંગે જાહેરાત થઈ શકે છે તેવા અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે શંકરસિંહબાપુની પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા નથી. ભારતીય જનતા પાર્ટીને કોઈ પણ પ્રકારે ફાયદો ન થાય તેની ચોક્કસાઈ બાપુ દ્વારા રાખવામાં આવી હોવાનું રાજકીય નિષ્ણાતો જણાવી રહ્યા છે. દરમિયાન બાપુ જ્યારે ખેડૂત આંદોલનના સમર્થનમાં દિલ્હી ગયા હતા ત્યારે બંધ બારણે કૉંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી સાથે તેમની મુલાકાત થઈ હોવાની માહિતી સામે આવી છે. કૉંગ્રેસમાં અહમદ પટેલના નિધનથી રાજકીય ક્ષેત્રે એક સ્ટ્રેટેજિક શૂન્યવકાશ જરૂરથી પડ્યો છે ત્યારે બાપુ માટે આ રોલ બરાબર ફીટ બેસે છે.  આગામી ચૂંટણી પહેલાં કૉંગ્રેસ દ્વારા આ અંગે નિર્ણય કરવામાં આવે તેવા અહેવાલો સામે આવી રહ્યા છે. જોકે, કૉંગ્રેસ પક્ષ તરફથી પ્રવકત્તાએ નિવેદન પ્યું છે કે આ અંગે સ્થાનિક સ્તરે કોઈ માહિતી નથી. બાપુના કૉંગ્રેસમાં પુનરાગમનો નિર્ણય હાઇકમાન્ડ કરી શકે છે.

  શું બાપુ બનશે કૉંગ્રેસના નવા 'ચાણક્ય'?

  કૉંગ્રેસ પક્ષના ચાણક્ય કહેવાતા અહેમદ પટેલના નિધનથી કૉંગ્રેસ માટે એક દિગ્ગજ નેતાની ખોટ પડી છે. દરમિયાન સૂત્રોના જણાવ્યા મુજબ બાપુ માટે કૉંગ્રેસમાં અહેમદ પટેલના કારણે સમસ્યા સર્જાઈ હતી તેવી પણ એક સ્તરે ચર્ચા હતી ત્યારે હવે અહેમદ પટેલ નથી ત્યારે જો બાપુ કૉંગ્રેસમાં જોડાય તો શું બાપુ કૉંગ્રેસના નવા ચાણક્ય બની શકે? જોકે, આ તમામ ગતિવિધિઓ પર રાજકીય માહોલ ગરમાઈ રહ્યો છે. આગામી સમયમાં આ અંગે દિલ્હીથી મોટા સમાચાર આવવાની શક્યતા છે.

  પેટાચૂંટણીમાં કૉંગ્રેસને બાપુના કારણે મરણતોલ ફટકો પડ્યો હતો

  રાજ્યમાં થોડા સમય પહેલાં યોજાયેલી વિધાનસભાની પેટાચૂંટણીમાં બાપુ સમર્થિત ઉમેદવારોએ કૉંગ્રેસની નાવડી ડુબા઼ડી એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. અબડાસા બેઠક પર તો બાપુ સમર્થિત ઉમેદવાર હનીફને કૉંગ્રેસના ઉમેદવાર કરતા વધુ મત મળ્યા હતા ત્યારે જો બાપુ કૉંગ્રેસમાં ન જોડાય તો આગામી વિધાનસભાની ચૂંટણી અને તાજેરમાંજ યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બાપુના ઉમેદવારો કૉંગ્રેસનો રકાશ કાઢે તેમાં બે મત નથી. આથી આ પહેલાં બાપુ માટે કૉંગ્રેસ દરવાજા ખોલે તો નવાઈ નહીં
  Published by:Jay Mishra
  First published:February 03, 2021, 14:13 pm

  ટૉપ ન્યૂઝ