Home /News /north-gujarat /

Gujarat New CM: નીતિન પટેલ હવે નાયબમુખ્ય મંત્રી નહીં રહે? CR પાટિલે આપ્યું મોટું નિવેદન

Gujarat New CM: નીતિન પટેલ હવે નાયબમુખ્ય મંત્રી નહીં રહે? CR પાટિલે આપ્યું મોટું નિવેદન

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યા હતા જ્યારે બીજી બાજુ તેમની પણ સરકારમાંથી બાદબાદી થઈ છે

Gujarat New CM Bhupendra Patel: નાયબમુખ્ય મંત્રી તરીકે નીતિન પટેલની પણ વિદાય થઈ? તેમના આગામી રોલ અંગે સવાલ પૂછાતા ભાજપ પ્રમુખે આપ્યો જવાબ

  ગાંધીનગર : શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું (Cm vijay rupani resigns). દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના (New CM of Gujarat) નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરી (BJP Head Quarter Kamlam) ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક (Gujarat MLA Meeting)માં નામ જાહેર કરવામાં આવ્યું હતું. ભાજપે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની (Bhupendra Patel)ની નવા મુખ્યમંત્રી તરીકે વરણી કરી હતી (New chief Minister of Gujarat Bhupendra Patel) જોકે, આ સાથે જ વિજય રૂપાણી-નીતિન પટેલ ( Vijay Rupani-Nitin patel) યુગનો સરકારમાં અંત આવ્યો છે. વિજય રૂપાણીએ ગઈકાલે રાજીનામું ધરતા કહ્યું હતું કે હું ભાજપનો કાર્યકર છું અને ભાજપ જે કામ સોંપશે તે કરીશ પરંતુ સૌને નીતિન પટેલ મુખ્યમંત્રી બનશે તેવી આશંકાઓ હતી. દરમિયાન આજે સ્પષ્ટ થઈ ગયું છે કે નીતિન પટેલ પણ હવે સરકારમાં નહીં રહે

  ગાંધીનગરના કોબામાં કમલમ ખાતે પત્રકારોને સવાલના જવાબમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે નીતિન પટેલને શું જવાબદારી સોંપવામાં આવશે તે અંગે નિવેદન આપ્યું હતું. નવી સરકારમાં કેટલા મંત્રી હશે, નાયબ મુખ્યમંત્રી હશે કે નહીં હોય આ તમામ સસ્પેન્સ પરથી બે દિવસમાં પરદો ઉઠી જશે પરંતુ નીતિન પટેલ મંત્રીમંડળનો ભાગ નહીં હોય તે સ્પષ્ટ થઈ ગયું છે.

  આ પણ વાંચો : ભૂપેન્દ્ર પટેલ સોમવારે CM તરીકે શપથ લેશે, 2022ની ચૂંટણી અંગે કહી દીધી મોટી વાત

  નીતિન પટેલના ભવિષ્ય અંગે સવાલ પૂછાતા સીઆર પાટીલે કહ્યું, 'આગામી બ-ત્રણ દિવસોમાં મંત્રીમંડળ અંગે નિર્ણય કરીશું. કાલે ફક્ત ભૂપેન્દ્ર ભાઈ પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતિન ભાઈને પણ પાર્ટી કામગીરી સોંપશે તેમને પાર્ટી જે જવાબદારી સોંપવામાં આવશે.'

  સીઆર પાટિલના આ નિવેદન સાથે જ નીતિન પટેલના સરકારી રાજકીય ભવિષ્યનો ગુજરાતના રાજકારણમાંથી અંત આવ્યો છે. આમ ગુજરાતે ન ફક્ત નવા મુખ્યમંત્રી મેળવ્યા છે પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈની પણ વિદાય થઈ ગઈ છે. લાંબો સમય સચિવાલય સાથે જોડાયેલા નીતિન પટેલને સચિવાલય યાદ કરશે તે ચોક્કસ છે.

  આ પણ વાંચો : ગુજરાતમાં ફરી 'પાટીદાર પાવર,' નવા CM છે સરદારધામ, વિશ્વ ઉમીયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી

  નીતિન પટેલને મંત્રીમંડળમાં ન સમાવાય તો રાજ્યપાલ બનાવે તેવી આશંકા

  દરમિયાન રાજકીય વર્તૂળોમાં ચર્ચા થઈ રહી છે કે નીતિન પટેલને આ સાથે નિવૃત્તિ આપવામાં નહીં આવે તેમને કોઈ પણ રાજ્યના રાજ્યપાલ તરીકે ઓફર આપવામાં આવશે. અગાઉ પણ તેમના નામની રાજ્યપાલ તરીકેની ચર્ચાઓ ઉઠી હતી પરંતુ જ્યારથી નીતિન પટેલે ગાંધીનગરમાં હિંદુત્વનું નિવેદન આપ્યું ત્યારથી તેઓ દેશ અને રાજ્યની મીડિયામાં ચર્ચાના ચગડોળે આવી ગયા હતા ત્યારે હવે નીતિન પટેલની મંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકેની કારકીર્દીનો અંત આવ્યો તે નક્કી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Bhupendra Patel, Gujarat New CM, Nitin patel Gujarat Politics, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन